Home >> NRG >> UK
 • સફળતાની મિશાલ છે આ પટેલ ભાઈઓ, યુકેમાં ઉભું કર્યું 5500 કરોડનું એમ્પાયર
  એનઆરજી ડેસ્ક: દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા ગુજરાતીઓ હંમેશા પોતાની સફળતાના કારણે ચર્ચામાં રહ્યાં છે. પણ આજે આપણે અહીં વાત કરવાની છે કેન્યામાં જન્મેલા એવા બે પટેલ ભાઈઓની જેઓને એક સમયે ખાવાના પણ ફાંફા હતા અને આજે તેઓ યુકેના ધનવાન એશીયનની યાદીમાં આગવું સ્થાન ધરાવે છે. ગરીબ પટેલ પરિવારમાં જન્મેલા વિજય પટેલ અને તેમના મોટાભાઈ ભીખુ પટેલના નામથી આજે યુકેમાં લગભગ કોઈ અજાણ નહીં હોય. પોતાની મહેતનથી જ્વલંત સફળતા મેળવી બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વગાડી દેનાર પટેલ બંધુઓ બે જોડી કપડા અને 400 રૂપિયા...
  March 21, 03:29 PM
 • UK: ચેરિટી માટે કરાયું ડિનરનું આયોજન, ગુજરાતીના તાલે ડોલ્યા VVIPs
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): બ્રેન્ટ સિવિક સેન્ટર ખાતે બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી ફંડ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેરિટી માટે સપોર્ટ કરી રહેલા ભારતીયોનું સન્માન કરવામાં આવ્યું હતું. પરવેઝ અહમદે વધુ ભંડોળ ઊભુ કરવા માટે વિવિધ ઈવેન્ટનું આયોજન કરવાનું જણાવ્યું હતું. આ ઈવેન્ટમાં સાંસદો, અલગ અલગ પ્રાંતના મેયર સહિત વીઆઈપી મહેમાનો હાજર રહ્યા હતા. સામાન્ય રીતે પોતાના કાર્યકાળ પૂર્ણ થવાના છેલ્લા વર્ષે મેય આ પ્રકારની ઈવેન્ટનું આયોજન મેયર કરતા હોય છે....
  March 19, 03:13 PM
 • UKમાં આ અ'વાદી યુવતી ફેલાવી રહી છે ગુજરાતી કલ્ચરની સુવાસ, મેયર દ્વાર સન્માન
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ગુજરાતની સંસ્કૃતિને લંડનની ધરતી પર જીવંત રાખનારી અમદાવાદની નેહા પટેલને બ્રેન્ટ કાઉન્સિલરના મેયર પરવેઝ અહમદ દ્વારા ચેરિટી વર્કને સપોર્ટ કરવા બદલ સન્માનિત કરવામાં આવી છે. વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરીને નેહા લંડનમાં કલ્ચર ઈન્ડિયન ડાન્સ વિશે સમજાવી રહી છે. બે વર્ષ પહેલા અમદાવાદથી યુકે સ્થાયી થઈ હતી. કોણ છે નેહા પટેલ? નેહા પટેલ સર્જન નર્તન એકેડમી ઈન્ડિયા એન્ડ યુકેની આર્ટિસ્ટ ડિરેક્ટર છે. તેણે પોતાના ભારતનાટ્યમ-અલંકાર(ડાન્સમાં MA) સફળતાપૂર્વક પૂર્ણ કરી...
  March 19, 03:12 PM
 • લંડનઃ ગુજરાતી આયુર્વેદાચાર્યની સિદ્ધિ, હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા આમંત્રણ
  લંડનઃ લંડનમાં એક ગુજરાતી આયુર્વેદ સલાહકારે સિદ્ધિ હાંસલ કરી છે. આયુર્વેદાચાર્ય ડો. રોહન નાગરને હાઈ કમિશનર દ્વારા લેક્ચર આપવા માટે લંડનના નહેરૂ સેન્ટર ખાતે આમંત્રિત કરવામાં આવ્યા હતા.આ સાથે જ તેઓ હાઈ કમિશન દ્વારા આમંત્રિત કરવામાં આવેલા પ્રથમ ભારતીય આયુર્વેદાચાર્ય બની ગયા છે. અગાઉ ડો. નાગરને આયુર્વેદ અને વૈદિક જ્યોતિષમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ અને શ્રેષ્ઠતા બદલ Nine Jewels of Indian Culture UK Awardsથી સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે. ડો. રોહન નાગર જાણીતા જ્યોતિષ ડો. પંકજ નાગરના પુત્ર છે. પિતા-પુત્ર બંને દિવ્યભાસ્કર...
  March 16, 02:53 PM
 • UK:ટીનએજર ગેંગ દ્વારા પટેલ સ્ટોર માલિક પર હુમલો, જીવતા દેડકાં ફેંકાયા
  ઈંગ્લેન્ડઃ એક લાઈનમાં આવેલા સ્ટોરના માલિકો પર એક યુવકની ગેંગે દમન ગુજાર્યો હોવાની ઘટના બની છે. તેઓએ દાવો કર્યો છે કે, તેમને ધાકધમકીઓ આપવામાં આવી અને તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. કીર્તિ પટેલ, જે ચાવલવેડન સ્ક્વેર, બાલ્શીદોનમાં આવેલા ચાવલવેડન સુપરમાર્કેટમાં ઓનર વર્ષા પટેલ સાથે કામ કરે છે, તેમણે કહ્યું કે, આ ગેંગમાં ઘણા બધા ગુંડાઓ સામેલ છે. શું છે સમગ્ર ઘટના? રવિવારે બનેલી ઘટનામાં, ટોળકીએ બાઈક ચોરવાના પ્રયાસો કર્યા બાદ એક કર્મચારીની આંગળીમાં ગંભીર રીતે ઈજા પહોંચાડી હતી. સ્ટોર...
  March 15, 05:41 PM
 • આ ગુજરાતી CEOને મળે છે 163 કરોડ સેલેરી, માતા રૂ. 700 સાથે આવ્યા'તા US
  લંડનઃ વિશ્વમાં સૌથી વધારે સેલરી મેળવતા 100 CEOની યાદીમાં છઠ્ઠા ક્રમે છે ડચ કંપની લિયોન્ડલબેસલના ભાવેશ પટેલ. ભારતીય મૂળનાં બીજા બે CEO પેપ્સીનાં ઇન્દ્રા નૂચી અને માઇક્રોસોફ્ટના સત્યા નડેલા વિશે તો ઘણા લોકો ઘણું જાણતા હશે પણ વાર્ષિક 163 કરોડ રૂપિયાનું સેલરી પેકેજ ધરાવતા ભાવેશ પટેલ કોણ છે. તેના વિશે આજે અમે જણાવી રહ્યા છીએ. 10 વર્ષની ઉંમરે ભાવેશે તેમના માતા, દાદી અને ભાઈ સાથે ભારત છોડ્યું હતું આ સમયે ભાવેશના પ્રેરણાસ્ત્રોત માતા ઉષાબેન પાસે માત્ર 700 રૂપિયા જ હતા. અહીંયા અમે જણાવી રહ્યા છીએ સામાન્ય...
  March 14, 05:31 PM
 • ગુજરાતીઓએ લંડનમાં પાડી જમાવટ, હોળીનું કલરફૂલ સેલિબ્રેશન
  લંડન (સુર્યકાંત જાદવા દ્વારા) : ઠંડ હોય કે વરસાદ ગુજરાતીઓ તહેવારની ઉજવણીમાં ક્યારેય પાછા પડતા નથી. હોળીના સેલિબ્રેશનમાં પણ આ વાત આ વર્ષે જોવા મળી. લંડનના સ્ટેનમોરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ગુજરાતીઓ દ્વારા હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ મનોર સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં રંગબેરંગી કલરથી હોળીનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ડાન્સની મસ્તીમાં ઉપસ્થિત તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ વખેત સેલ્ફીનો ક્રેજ પણ જોવા મળ્યો હતો. ગુજરાતીઓની સાથે અન્ય ભારતીય...
  March 13, 03:55 PM
 • UK બાદ USAમાં પટેલોનો દબદબો, આ બાબતે TOP-20માં મારી એન્ટ્રી
  અમેરિકાઃ અમેરિકામાં વસતા ભારતીયોમાં પટેલો અને સિંહનો દબદબો છે! 10 વર્ષના એક રસપ્રદ રિસર્ચ બાદ જે નિર્ણય સામે આવ્યો છે તે ગુજરાતીઓ માટે ઘણો ચોંકાવનારો અને ગૌરવ આપનારો છે. 10 વર્ષના રિસર્ચ બાદ એવું જાણવા મળ્યું છે કે, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં પટેલ અને સિંહ સરનેમ ટોચની 15 સરનેમની યાદીમાં સામેલ થઈ છે. એટલે કે, અમેરિકામાં આ સરનેમ ધરાવતા લોકોની વસ્તી વધી રહી છે. જો કે, ભારતીયો માટે ગર્વ લેવા જેવી બાબત છે કે, વિદેશમાં પણ ભારતીયો પોતાનો ઝંડો લહેરાવી રહ્યા છે. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા સેન્સસ...
  March 10, 04:45 PM
 • UK:પટેલની AUDI કાર વોશમાંથી ચોરીને ફરાર થઈ ગયો ચોર, ઘટના CCTVમાં કેદ
  બોલ્ટનઃ ઈંગ્લેન્ડના બોલ્ટનમાં એક ગુજરાતી સાથે વિચિત્ર ઘટના બની છે. બોલ્ટનની એન્ડન સ્ટ્રીટ ખાતે ગુજરાતી આકિલ પટેલ પોતાની ઓડી કાર વોશ માટે આપી હતી. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ કાર ચોરીને ફરાર થઈ ગયો હતો. સીસીટીવીમાં જોવા મળતો ચોર કોઈ જાણભેદું હોવાની વાત આકિલ પટેલે કરી છે. એક મિનિટ માટે છોડી હતી કાર કાર ચાલકે કાર ટ્રેસિંગમાં મદદ કરવા માટે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસમાં અપીલ કરી છે. ઘટના બની ત્યારે કાર માલિક આકિલ પટેલ એન્ડન સ્ટ્રીટ, બોલ્ટનમાં તેના કાર વોશના પૈસા ચૂકવવા માટે ગયો હતો. પટેલે...
  March 5, 10:19 AM
 • ભુજથી અ'વાદ ચેરિટી બાઈક રાઈડ, 4 ખંડના 50 સાયકલ સવારો લંડનથી રવાના
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનમાં મહિલાઓ માટે ભંડોળ ઉભું કરવા માટે ગુજરાતી સમુદાયમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ચેરિટી બાઈક રાઈડ માટે ચાર દેશના 50 સાઇકલ સવારો લંડનથી રવાના થઈ ગયા છે. લંડનના હિથ્રો એરપોર્ટ પર તમામ રાઈડર્સને લંડન જેટ એરવેય્સના મેનેજરે અભિનંદન તથા બેસ્ટ ઓફ લક પાઠવ્યા હતા. મહિલાઓની ધર્માદા સંસ્થા ઉર્જા અને AAWC માટે કુલ એક લાખ વીસ હજાર પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાના ધ્યેય સાથે ચાર ખંડોના 50 જેટલા સાયકલ ચાલકો ત્રણ દિવસમાં ભુજ સ્વામિનારાયણ મંદિરથી અમદાવાદ...
  March 3, 11:39 AM
 • એક સમયે લંડનના રસ્તા પર મારતા ઝાડુ, ખડું કર્યું હતું 1700 કરોડનું એમ્પાયર
  એનઆરજીડેસ્કઃ ભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢ્યા છે. બ્રિટનમાં એક દંપત્તિ એવું પણ હતું જેમણે વિદેશમાં આવીને ગુમાવી બેઠેલા ભારતીય સ્વાદને ફરી ચખાડ્યો. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનમાં ફૂડ ક્રાંતીના સંસ્થાપક અથવા ઈન્ડિયન ફૂડને લોકપ્રિય બનાવનાર લક્ષ્મીશંકર પાઠક અને તેમના પત્ની શાંતા ગૌરીની. ગુજરાતના નાનકડા ગામના ખેડૂત પુત્ર લક્ષ્મીશંકર પાઠક...
  February 28, 11:50 AM
 • આ પટેલ યુવતી છે બ્રિટનની રાજ્ય મંત્રી, રાષ્ટ્રપતિએ આપ્યું PBD સન્માન
  એનઆરજીડેસ્કઃ વિશ્વના 21 દેશોના 30 પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જેમાં બ્રિટનના આંતરરાષ્ટ્રીય વિકાસ રાજ્ય મંત્રી પ્રીતિ પટેલ અને અમેરિકાના બરાક ઓબામા સરકારમાં રહેલા અગ્રણી અધિકારી નિશા બિસ્વાલ સામેલ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સોમવારે બેંગ્લોરમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સમ્મેલના સમાપન સમારોહમાં આ લોકોને સન્માનિત કર્યા હતા. પ્રીતિ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાની પ્રશંસા કરી ચૂકી છે.7થી 9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી...
  February 28, 11:50 AM
 • પતિની યાદમાં 5 ફૂટ લાંબા વાળ કપાવશે પટેલ પરણિતા, જાણો શા માટે?
  એનઆરજીડેસ્કઃ સામાન્ય રીતે ગુજરાતીઓ અન્યની મદદ કરવા માટે આગળ આવતા હોય છે, વિદેશોમાં વસતા ગુજરાતીઓ પણ પોતાનો આ સ્વભાવ જાળવી રાખે છે. આજે અમે વાત કરી રહ્યા છીએ એવી મહિલાની જેણે છેલ્લા 25 વર્ષથી પોતાના વાળ કપાવ્યા નથી. આ મહિલા એવા બાળકોને મદદ કરવા જઈ રહી છે જેણે કેન્સર જેવા રોગોના કારણે પોતાના પરિવારજનોને ગુમાવી દીધા હોય. મહિલાએ પણ પોતાના હસબન્ડને કેન્સરના કારણે ગુમાવી દીધા છે જેથી તેમની યાદમાં મહિલા તેના વાળ દાનમાં આપવાનું નક્કી કર્યું છે. કેટલા લાંબા છે મીનાનાં વાળ? ઈંગ્લેન્ડના ડિસમાં...
  February 28, 11:50 AM
 • વર્ષે 2400 ટન સોનું પ્રોસેસિંગ કરે છે આ અબજોપતિ ગુજરાતી, 12 હજાર Crની સંપત્તિ
  અમદાવાદઃ ટાટા, બિરલા અને અંબાણી જેવા દિગ્ગજ બિઝનેસ પરિવારની સફળતાની સ્ટોરી તમે સાંભળી હશે, પરંતુ 2016માં વિશ્વની ટોપ 500 કંપનીઓની ફોર્ચ્યુન લિસ્ટમાં જગ્યા બનાવનાર રાજેશ મહેતાની રાજેશ એક્સપોર્ટ્સ વિશે કદાચ જ સાંભળ્યું કે વાંચ્યું હશે. રાજેશ એક્સપોર્ટ્સ વિશ્વમાં થતા સોનાના કુલ ઉત્પાદનનું 35 ટકા પ્રોસેસિંગ કરે છે. વાર્ષિક 2400 ટનથી વધારે કિંમતી ધાતુઓ રિફાઈન કરવાની ક્ષમતા સાથે Rel વિશ્વની સૌથી મોટી ગોલ્ડ રિફાઈનરી છે. Relની Valcambi નામે એક રિફાઈનરી સ્વિટ્ઝરલેન્ડમાં જેની ક્ષમતા 2000 ટન અને એક રિફાઈનરી...
  February 28, 11:50 AM
 • UK: સ્વામિનારાયણ મંદિર ખાતે 20મું બ્લડ ડોનેશન સત્ર, 6000 લોકોનું બદલાશે જીવન
  લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): 26 ફેબ્રુઆરીના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર, કિંગ્સબર ખાતે 20માં બ્લડ ડોનેશન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. લંડનના સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષ 2009થી આ આયોજન કરવામાં આવે છે. આ દિવસે તેમણે બ્લડના 2000 યુનિટ્સ એકઠા કર્યા હતા. તેમજ 700 નવા ડોનર્સ મદદરૂપ થયા હતા. આ બ્લડ 6000થી વધારે જીંદગીને મદદરૂપ થશે. મંદિર અને વૈશ્વિક આધ્યાત્મિક ગુરૂ પાછળ આચાર્ય સ્વામીશ્રીની પ્રેરણા છે. તેઓ જણાવે છે કે, રક્તદાન એ મહાદાન છે જે આપી શકાય છે. કોઈ વ્યક્તિ અઢળક સંપત્તિ દાનમાં આપી શકે છે પણ...
  February 28, 11:44 AM
 • ચેરિટી માટે 350 કિમીની સાયકલ યાત્રા કરશે 50 જેટલા NRI, આવશે ભુજથી અમદાવાદ
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): લંડનમાં મહિલાઓ માટે ભંડોળ ઉભું કરવા માટે ગુજરાતી સમુદાયમાં અદભૂત ઉત્સાહ જોવા મળ્યો હતો. મહિલાઓની ધર્માદા સંસ્થા ઉર્જા અને AAWC માટે કુલ એક લાખ વીસ હજાર પાઉન્ડનું ભંડોળ એકઠું કરવાનો ધ્યેય સાથે ચાર ખંડોના 50 જેટલા સાયકલ ચાલકો ભુજ સ્વામિનારાયણ મંદિરથી અમદાવાદ સ્વામિનારાયન મંદિર આવશે. 5 માર્ચના રોજ ચેરિટી માટે સાયકલ ચલાવનારા કુલ 350 કિમીનું અંતર કાપશે. સાઈકલિંગ ઈવેન્ટ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન યોજાશે. ચેરિટી બાઈક રાઈડની પહેલ AAWC યુકે આધારિત વેલ વિશર્સ અને ઉદાર યુવાન...
  February 23, 08:03 PM
 • UK-USની ક્લબમાં રંગીન માહોલ બનાવે છે આ દેશી ગર્લ, Entryથી મચે છે ધમાલ
  અમદાવાદ: ગુજરાતીઓએ દેશ-વિદેશમાં માત્ર બિઝનેસ જ નહીં પણ લગભગ તમામ ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. પણ અમેરિકા અને યુકેમાં એક એવી ગુજરાતી છોકરી છે, જેણે પુરૂષોના આધિપત્યવાળી ફીલ્ડમાં સારી એવી સફળતા હાંસલ કરી છે. મૂળ ગુજરાતી અને લંડનમાં જન્મેલી કાજલ બરકાણિયા ડીજે અને રેડિયો જોકીના પ્રોફેશનમાં અમેરિકા અને યુકેમાં આગવું નામ ધરાવે છે. એટલું જ નહીં ડીજે કાયપરના નામે જાણીતી આ ગુજરાતી છોકરી ક્લબમાં એન્ટ્રી લેતા જ માહોલ જામી જાય છે. (આગળ તસવીરો સાથે વાંચો ગુજરાતી ગર્લ કાજલ વિશે)
  February 23, 06:42 PM
 • UKમાં ગુજરાતી યુવતી રંગભેદથી પરેશાન, ટીનેજર્સ કરી રહ્યાં છે શોપને ‘ટાર્ગેટ’
  એનઆરજી ડેસ્ક: લોગબોર્ગમાં એક ગુજરાતી યુવતી શોપ માલિકને છેલ્લા પાંચ મહિનાથી સ્થાનિક વિદ્યાર્થીઓ દ્વારા વંશીય અપમાન અને ત્રાસ અપાતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, 19 વર્ષીય પિંકી પટેલ લોગબોર્ગના 38, Moor Lane વિસ્તારમાં સ્ટોર ચલાવે છે. તેણીએ 15 ડીસેમ્બરના રોજ આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક Trinity Collegeના વિદ્યાર્થીઓ દ્વારા તેને પરેશાન કરવામાં આવી રહી છે. હવે તેની મિલકતને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. પિંકી પટેલે જણાવ્યું હતું કે, 14-15 વર્ષના પાંચ બાળકોમાંના બે બાળકોથી હું...
  February 21, 07:04 PM
 • 52થી વધુ NRI સાયકલ દ્વારા કરશે ભુજથી અમદાવાદની યાત્રા, મહિલાઓ પણ સામેલ
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ત્રણ ખંડોના 52 જેટલા એનઆરઆઈ ચેરિટી સાયકલ પર ભુજથી અમદાવાદ 350 કિલોમીટર જર્ની કરશે. આ જર્ની દરમિયાન તેઓ મુંબઈમાં ઉર્જા ટ્રસ્ટ અને AAWC માટે 1 લાખ પાઉન્ડ એકઠા કરશે. આ સાઈકલિંગ ઈવેન્ટ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન યોજાશે. ચેરિટી બાઈક રાઈડની પહેલ AAWC યુકે આધારિત વેલ વિશર્સ અને ઉદાર યુવાન લોકોના એક જુથ દ્વારા કરવામાં આવી છે. મહિલાઓનું શોષણ અટકાવવા માટે કામ કરે છે ઉર્જા ટ્રસ્ટ - ઉર્જા ટ્રસ્ટ ઘર છોડી ભાગી ગયેલી અને બેઘર યુવાન મહિલાઓ કે જેઓ જાતિય, શારીરિક અને આર્થિક શોષણ અને...
  February 21, 06:59 PM
 • લંડનઃ સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા કાઉન્સીલર મુહમ્મદ બટ્ટને પ્રમાણપત્ર
  લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): ઓનર કાઉન્સીલર મુહમ્મદ બટ્ટ, બ્રેન્ટ કાઉન્સિલ સમક્ષ મંદિર અને સમુદાય માટે સેવા પ્રદાન કરવા બદલ અને પ્રશંસાની પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. તેમની ઘણી સેવા થોડા શબ્દોમાં વર્ણવી એ વાજબી ન ગણી શકાય. SMVS સ્વામીનારાયણ મંદિર, ક્વીન્સબરીએ તેમની પ્રશંસા દ્વારા તેમના મંદિર અને સમુદાય પ્રત્યેના સમર્પણ માટે માળા અને આભાર વ્યક્ત કર્યો હતો. આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
  February 21, 06:51 PM