Home >> NRG >> UK
 • બ્રિટેનનું પ્રથમ હિન્દુ મંદિર છે આ BAPS ધામ, સ્થાપત્યકલા માટે છે જગવિખ્યાત
  યુકેઃ લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર બ્રિટનનું પ્રથમ હિન્દુ મંદિર માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા તેની સ્થાપ્ય કળા અને તેમાં વાપરવામાં આવેલા પત્થરો છે જે આ પહેલાં અન્ય કોઈ મંદિરમાં વાપરવામાં આવ્યા નથી. આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણે કરાવ્યુ હતું, મંદિરનું ઉદ્ઘાટન 1995માં કરવામાં આવ્યુ હતું. આ મંદિરને હવેલીના રૂપમાં ઓળખવામાં આવે છે. આગળ વાંચોઃ મંદિરની વિશેષતા અને જુઓ મંદિરની રમણીય તસવીરો...
  May 21, 04:13 PM
 • કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં ડિનરનું હિન્દુ સમુદાય દ્વારા આયોજન
  અમેરિકાઃ એટલાન્ટા હિન્દુ સમુદાય દ્વારા કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં એક ખાસ ડિનર રીસેપ્શનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનરનું આયોજન 19 મેના રોજ આશિયાના બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં શિવ અગ્રવાલ, ગોકુલ કુનાથ, ડો. વાસુદેવ પટેલ, અમિતાભ શર્મા, સ્નેહા મહેતા, પંડિત જ્ઞાન પ્રકાન ઉપાધ્યાય, ચંદ્રકાંત પટેલ, પરીક્ષત શર્મા, રવિ ચાંદેર, ધીરૂ શાહ નારાયણ સ્વામી હાજર રહેશે. કેરેન હેન્ડલ જ્યોર્જિયા રાજ્યના એક અમેરિકી પૉલિટિશન છે, જે જ્યોર્જિયાના 26માં રાજ્ય સચિવ તરીકે કાર્યરત...
  May 19, 06:23 PM
 • UK: 'પટેલના રેસ્ટોરાંમાં પીરસાય છે માનવ માંસ', ફેક ન્યૂઝ બાદ હોબાળો
  યુકેઃ 60 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરાંનો એક ફેક રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટલ માલિક રાર્જન પટેલ તેમના રેસ્ટોરાંમાં માનવ માંસ પીરસે છે. આ રિપોર્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ હવે રેસ્ટોરાં માલિકને તેને બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. માનવ માંસ વેચવાનો આ લેખ એક પ્રેંક(ટીખળ) ન્યૂઝ સાઈટ પરથી વાયરલ થયો છે, જેના પર કોઈ પણ અજાણ્યો યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરીને શેર કરતા પહેલા પોતાના નકલી સમાચાર સબમિટ કરી શકે છે. જો કે, દક્ષિણ પૂર્વ લંડનમાં આવેલી...
  May 18, 05:18 PM
 • UKના વૃદ્ધો માટે ગુજરાતીનું કેર હોમ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે એવી સુવિધા
  યુકેઃ સામાન્ય રીતે કેર હોમ વૃદ્ધ, અસમર્થ, શીખવાની અસમર્થતા ધરાવતા, લાંબા અથવા ટૂંકા સમયની આરોગ્યની બીમારીઓ ધરાવતા અથવા વ્યસની જેવા અનેક લોકો માટે રહેવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે કેટલાક કેર હોમ્સ નર્સિંગની સંભાળ પણ પૂરી પાડે છે. અહીંયા અમે એક એવા કેર હોમની વાત કરી રહ્યા છીએ જે કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી, ઉપરાંત તેને અદ્યતન અને ખાસ હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતી મૂળના સંદિપ રૂપારેલિયાની સંસ્થા Angel Care PLC અને MNS Care PLC હેઠળ તૈયાર કરવામાં આવેલું આ કેર હોમનું નામ છે સાઈ રામ વિલા. સાઈ રામ...
  May 16, 06:16 PM
 • કાગડા બધે કાળા, ગુજરાતીઓને બ્રિટનના રસ્તે પણ નડે છે ખાડા!
  બ્રિટનઃ આમ તો કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ લંડનમાં વસતા ગુજરાતીઓને ન ગમે તેવા દ્રશ્યો હવે જોવા પડી રહ્યા છે. વિદેશની ભવ્ય ઈમારતો અને એડવાન્સ ટેકનોલોજીથી અંજાઈને ઘણા લોકો ત્યાં જતા હોય છે. જો કે, તાજેતરમાં બ્રિટનમાં વસતા ગુજરાતી લોકો એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ભવ્યતાથી છલોછલ બ્રિટનમાં પણ ગુજરાતીઓને ખાડાઓના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. સામન્ય રીતે વરસાદ પડ્યા બાદ રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મૂશ્કેલીઓનો સામનો...
  May 14, 05:17 PM
 • UKમાં ગુજરાતીની હિંમત, વોડકાની બોટલ અને ખુરશીથી સામનો કરી ભગાડ્યો લૂંટારુંને
  યુકેઃ બ્રિટનમાં ગુજરાતી મૂળના 40 વર્ષીય સાહસિક દુકાનદારે છરી સાથે આવેલા એક લૂંટારુંનો વોડકાની બોટલ અને ખુરશી જેવી વસ્તુઓની મદદથી સામનો કર્યો. ઓલ્ડહેમ, ગ્રેટર માનચેસ્ટરમાં ગુજરાતી મૂળના અનિલ વેલજીની જીવન જરૂરિયાતના સામાનની દુકાનમાં એકાએક એક લૂંટારું ઘૂસી આવ્યો અને તેમના પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જમીન પર પટકાયો છતા ગુજરાતી હિંમત ન હાર્યો વેલજીએ તેમના 16 વર્ષના પુત્રની હાજરીમાં આ હુમલાનો સામનો કરવા દારૂની બોટલની મદદ લીધી અને બચવાનો પ્રયાસ કર્યો. સામનો કરતા વેલજી...
  May 10, 06:40 PM
 • UKમાં બંદૂકધારી લૂંટારું સામે પટેલની ચતુરાઈ, 6 સેકન્ડમાં જ સ્ટોરમાંથી ભગાડ્યા
  લંડનઃ ડ્રામેટિક ફૂટેજે એ ઘટના કેદ કરી દીધી હતી, જેમાં 3 સશસ્ત્ર લૂંટારાઓએ પટેલ દુકાનદારને બંદૂક બતાવી હતી. લૂંટારુંઓએ દુકાનમાંથી રોકડ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બહાદુર પટેલ રોકડ રકમ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. બે સંતાનના પિતા બીપીન પટેલે ચોરની ત્રિપુટીનો ચતુરાઈથી સામનો કર્યો હતો. પટેલે જ્યારે સિક્યોરિટી એલાર્મ બટન દબાવ્યું ત્યારે લૂંટારાઓ દુકાનમાંથી ઉભી પૂંછડીએ ભાગી ગયા હતા. 54 વર્ષના પટેલે ઘટના બાદ સ્પ્રિન્ટાર્ડ, નોર્થમ્પટોનના ઇક્ટોન બ્રૂકમાં તેમની દુકાન પાસે આવેલા ઘર તરફ...
  May 10, 06:27 PM
 • UK: પ્રેમીના શારીરિક શોષણથી ત્રસ્ત ભારતીય મૂળની યુવતીનો આપઘાત
  લીસેસ્ટરશાયર (યુકે): એક યુવતી જેણે તેના પૂર્વ પ્રેમીના ઘણા વર્ષો સુધી શોષણ કર્યા બાદ સુસાઈડ કરી લીધું હતું. યુવતીને પોલીસે નિરાશ કરી હોવાનો પરિવારે દાવો માંડ્યો છે. એક ખાનગી હોસ્પિટલમાં સંપર્ક અધિકારી રહેલી મીરાનો મૃતદેહ ગત વર્ષે ફેબ્રુઆરીમાં લીસેસ્ટરના ગ્રામીણ વિસ્તારમાંથી તેના માતા-પિતાના ઘરેથી મળી આવ્યો હતો. લોઘબરો કોરોનરની અદાલતમાં અપમૃત્યુ તપાસમાં તારણ કાઢ્યું હતું કે, તેનું મૃત્યુ આત્મહત્યા હતી. પ્રેમીએ ફરિયાદને પાછી લેવા પાડી હતી ફરજ 25 વર્ષીય મીરા દલાલ 9 વર્ષથી માનસિક...
  May 9, 11:49 PM
 • ગુજરાતીએ UKમાં શરૂ કરી ઓટો, અંગ્રેજો એક રાઈડ માટે કરે છે પડાપડી
  યુકેઃ ગુજરાતીઓ દેશમાં હોય કે વિદેશમાં કાયમ કંઈક અલગ કરવા ઈચ્છતા હોય છે. તેવા જ એક ગુજરાતીની વાત છે જે બ્રિટનમાં રીક્ષા ચલાવે છે. બ્રિટન જેવા વિકસિત દેશમાં રીક્ષા નજરે પડે એ તો સ્વાભાવિક છે કે કુતૂહલ સર્જાયા વિના ન રહે. જો કે, આવું જ કંઇક બ્રિટનના બોલ્ટન ટાઉનમાં જોવા મળ્યું છે. અહીંયા એક ગુજરાતી રીક્ષા લઈને વટથી ફરે છે. આ રીક્ષા બ્રિટનમાં જ્યાં પણ જાય છે ત્યાં ભીડ એકઠી કરી દે છે, તેને જોવા માટે ટોળાં એકઠા થઈ જાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષોથી સુરત શહેરમાં રહેતો એક પરિવાર હાલ બ્રિટનના...
  May 5, 12:12 PM
 • UK: બાળકોમાં ભય દૂર કરવા BAPS દ્વારા ખાસ આયોજન, 3 દિવસનો શેડ્યૂલ
  યુકેઃ સમગ્ર યુકેમાંથી 300થી વધારે બાળકો અને 70 સ્વયંસેવકોએ 14 થી 17 એપ્રિલ, 2017 દરમિયાન શ્રોપશાયરમાં કોન્ડોવર હોલનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસનો હેતું બાળકોને આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય બનાવવાનો હતો. આ ઝીણવટભર્યા આયોજન માટે ઘણા મહિનાઓ પહેલાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. તેમના અહીંયા રોકાણ દરમિયાન, પ્રતિનિધિઓને 10થી વધુ જુદાં જુદાં સાહસોથી પડકારવામાં આવ્યા હતા. જેમાં તમામ બાળકોને તેમની ક્ષમતાઓનો ઉપયોગ કરવા અને વ્યક્તિગત ભયને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા. આ સાહસોમાં ઝિપ વાયર, જેકબ...
  April 30, 03:35 PM
 • લંડનમાં કીર્તિદાનના ડાયરામાં ફરી થયો પાઉન્ડનો વરસાદ, પથરાઈ નોટોની ચાદર
  લંડનઃ ગુજરાતી ગાયકી અને લોકસાહિત્યના દિગ્ગજ કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડીએ ગઈકાલે લંડનમાં હેરો ખાતે યોજાયેલા ડાયરામાં ફરી એકવાર રમઝટ બોલાવી દીધી હતી. ડાયરાને માણવા હજારોની સંખ્યામાં જનમેદનીએ ઉમટી પડી હતી. માયાભાઈએ ગણેશ વંદનાથી ડાયરાની શરૂઆત કરી હતી અને પોતાની આગવી છટામાં હાસ્યના સૂર રેલાવ્યા હતા. એક સાથે કાર્યક્રમ કરી રહેલી જોડીએ પોતાની આગવી લોકગાયકી શૈલીમાં ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની વણઝાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. લંડનવાસીઓએ પણ...
  April 30, 12:26 PM
 • સ્કોટલેન્ડના રસ્તા પર બેગપાઈપર બીટ્સ પર કીર્તિદાનની રમઝટ,આવો હતો અંદાજ
  લંડનઃ ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિર હાલ લંડનમાં વસતા ગુજરાતીઓને મોજ કરાવવા ગયા છે. 22મી એપ્રિલે રાત્રે વિલ્વરસ્ક્રોફ્ટ રોડ-લિસેસ્ટર ખાતે યોજાયેલા ભવ્ય ડાયરાની સફળતા બાદ હવે 28મી એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે-હેરો ખાતે ડાયરો યોજાવવાનો છે. આ પાંચ દિવસની સફરમાં માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવીએ લંડનના સ્કોટલેન્ડ શહેરની મુલાકાત લીધી હતી. અહીંયા તેઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. સ્કોટલેન્ડના એડિનબર્ગ ખાતે તેઓએ બેગપાઇપરની બીટ્સ પર કેટલાક ગુજરાતી લોકગીતોનો...
  April 29, 12:05 PM
 • ફ્રાન્સમાં ક્રુઝ પર યોજાયા ગુજરાતીના ભપકાદાર લગ્ન, આવો હતો 4 દી'નો જલ્સો
  ફ્રાન્સઃગુજરાતી લોકો ગુજરાતમાં રહેતા હોય કે વિદેશમાં તેઓ પોતાનો લગ્નનો પ્રસંગ યાદગાર બનાવવા માટે મન મૂકીને પૈસા વાપરે છે. તાજેતરમાં જ 6થી 9 એપ્રિલ સુધી દુબઈમાં એક ગુજરાતી બિઝનેસમેનના પુત્રના યોજાયેલા લગ્નમાં પણ ધરખમ ખર્ચો કરવામાં આવ્યો. UAEમાં વસતા વિખ્યાત મૂળ ગુજરાતી Danube Groupના માલિક રિઝવાન સાજનના દીકરા અદેલના ક્રુઝમાં ભવ્ય લગ્ન યોજાયા. Mediterranean સુમદ્રમાં યોજાયેલા આ લગ્નમાં 50 કરોડથી વધુ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ મેરેજ Costa Fascinosa(ક્રુઝશીપ)માં દિલ ધડકને દો થીમ પર યોજાયા હતા બોલિવૂડ...
  April 28, 05:33 PM
 • NRI હોય તે ભારતમાં આવીને પાછો રેસિડન્ટ થઈ શકે?
  સવાલ: મેં અમેરિકાના વિઝિટર વિઝા માટે 3 વખત એપ્લાય કરેલું. પહેલી વખત શાહાજહાંથી કરેલું તે સિક્યોરિટી પર્પઝનું કારણ આપી રિજેક્ટ કરેલું. બીજી વખત વિઝિટર વિઝા માટે દુબઈથી એપ્લાય કરેલું. તે પણ એ કારણ આપી રિજેક્ટ કરેલું. ત્યાર બાદ ત્રીજી વખત પણ દુબઈથી વિઝિટર વિઝા માટે એપ્લાય કરેલું તે જ કારણ આપી ફરીથી રિજેક્ટ કર્યું. મારા પાસપોર્ટમાં લાઇફટાઇમ BAN નોન રિમૂવેબલ ઇમિગ્રેશન સિસ્ટમમાં ખોટી રીતે બતાવ્યું છે, કારણ કે લેબરનું કામ કરનારે કંપનીમાં ચીટિંગ કરેલ તેના નામમાં મારો પાસપોર્ટ નંબર ભૂલથી પંચિગ...
  April 28, 03:45 PM
 • લંડનમાં ભવ્ય ડાયરા બાદ કીર્તિદાન-માયાભાઈએ માણી હળવાશની પળો
  એનઆરજી ડેસ્ક: ગુજરાતના લોકસાહિત્ય અને લોકસંગીતના કલાકાર કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરે 22 એપ્રિલના રોજ લંડનમાં ગુજરાતીઓને ડાયરાની મોજ કરાવી હતી. 22 એપ્રિલની રાત્રે વિલ્વરસ્ક્રોફ્ટ રોડ-લિસેસ્ટર ખાતે યોજાયેલા ભવ્ય ડાયરામાં પાઉન્ડનો વરસાદ થયો હતો. લંડન ખાતેના પહેલો કાર્યક્રમ પૂરો થયા બાદ કીર્તિદાન અને માયાભાઈ પોતાના સાથીઓ સાથે હળવી પળોમાં જોવા મળ્યા હતા. લંડનમાં ગુજરાતી સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલા એક કાર્યક્રમમાં બંન્ને કલાકારોએ ભોજનનો સ્વાદ માણ્યો હતો. 22 એપ્રિલ અને 28 એપ્રિલના...
  April 25, 11:39 AM
 • લંડનમાં કીર્તિદાન-માયાભાઈનાં ડાયરામાં પાઉન્ડનો વરસાદ, આવો હતો માહોલ
  લંડનઃ ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા વિશ્વવિખ્યાત કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડીએ ગઈકાલે લંડનમાં યોજાયેલા ડાયરામાં ધમાલ મચાવી દીધી હતી. ડાયરાને માણવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. પ્રથમવાર એક સાથે કાર્યક્રમ કરી રહેલી જોડીએ પોતાની આગવી લોકગાયકી શૈલીમાં ગુજરાતી લોકગીત, ભજન અને ગઝલોની ભરમાર બોલાવીને ઉપસ્થિત શ્રોતાઓને આફરીન કર્યા હતા. લંડનવાસીઓએ પણ બન્ને કલાકારોને તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા. તેમજ બન્ને કલાકારો પર પાઉન્ડનો વરસાદ કરી દીધો હતો....
  April 24, 12:02 PM
 • UKમાં કીર્તિદાને માણી ગાંઠીયાની મોજ, માયાભાઈ સાથે લંડનની ગલીઓમાં મારી લટાર
  એનઆરજી ડેસ્ક: ગાયકી અને લોકસાહિત્યના કાર્યક્રમ માટે કીર્તિદાન ગઢવી અને માયાભાઈની જોડી ગુજરાતભરમાં જાણીતી છે. પણ આ બન્ને કલાકારો પહેલી વાર એક સાથે યુકેમાં બે દિવસના કાર્યક્રમ માટે ગયા છે. જો કે માયાભાઈ આહીર અને કીર્તિદાન ગઢવી યુકે સહિતના દેશોમાં અનેક સિંગલ કાર્યક્રમ આપી ચૂક્યાં છે. પણ લંડનમાં તારીખ 22 એપ્રિલના રોજ વિલ્વરસ્ક્રોફ્ટ રોડ, લિસેસ્ટર ખાતે અને 28 એપ્રિલના રોજ હ્રસ્ટચર્ચઅવે, હેરો ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં બન્ને સાથે હોવાથી ડાયરાનો માહોલ જ કંઈક જુદો જોવા મળશે. કીર્તિદાને...
  April 23, 10:40 AM
 • UKમાં બે દિવસ યોજાશે ભવ્ય લોકડાયરો, કીર્તિદાન-માયાભાઈની જોડી મચાવશે ધમાલ
  લંડનઃ ગુજરાતી લોક સંગીતના અગ્રણી એવા નામચીન કલાકારો કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહિરની જોડી પ્રથમવાર લંડનમાં ધમાલ મચાવવા જઈ રહી છે. લોક ડાયરા માટે લંડનમાં બે દિવસનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવી દ્વારા ભજન અને લોકગીતો તથા માયાભાઈ આહિર દ્વારા હાસ્ય અને મર્મની વાતોનો રસથાળ પિરસતા જોવા મળશે. આ માટે બંન્ને કલાકારોએ લંડનમાં વસતા ભારતીયોને કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. લંડનમાં તારીખ 22 એપ્રિલના રોજ વિલ્વરસ્ક્રોફ્ટ રોડ, લિસેસ્ટર ખાતે અને 28...
  April 21, 04:45 PM
 • UK ગવર્નમેન્ટે કર્યો વિઝાના અમુક નિયમોમાં ફેરફાર, જાણી લો આ નવા નિયમો
  અમદાવાદ: ગુજરાતમાંથી વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. તાજેતરમાં કેનેડાના સ્ટુડન્ટ વિઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવેલ છે. કેનેડાના સ્ટુડન્ટ વિઝામાં થયેલા ફેરફારો Manitobaમાં પહેલાં જે વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા તેમની ટ્યુશન ફીના 60% સુધી ઇન્કમ ટેક્સમાં રિબેટ આપવામાં આવતું હતું. એટલે કે વિદ્યાર્થીઓને ભણવાનું પૂરું થયા બાદ જે ટેક્સ ચૂકવવો પડતો તેમાં તેની ટ્યુશન ફીમાંથી બાદ કરવામાં આવતો. આ રીતે વિદ્યાર્થીઓને દર વર્ષે ઓછામાં ઓછા CAD 2500 સુધી અને વધારેમાં વધારે CAD 25000...
  April 20, 10:19 AM
 • લંડન: રાજકારણમાં ગુજરાતી થયા સક્રિય, સ્થાનિક ચૂંટણીમાં ગુજ્જુ યુવાને ઝંપલાવ્યું
  લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): ભારતમાં ગુજરાતના રાજકારણ વિશે અવારનવાર ચર્ચા થતી રહે છે. વડાપ્રધાન તરીકે ગુજરાતના નરેન્દ્ર મોદી આવ્યા બાદ ગુજરાતનો દિલ્હી સુધી દબદબો જોવા મળ્યો છે. તેવી જ રીતે વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ત્યાંના સ્થાનિક અને નેશનલ રાજકારણમાં સક્રિય થયા છે. યુકેમાં ખાસ કરીને ગુજરાતી યુવાનો સ્થાનિક રાજકારણમાં સક્રિય બની રહ્યાં છે. હાલના સમયમાં યુકે સહિતના દેશોમાં ગુજરાતી વસ્તી વાળા વિસ્તારમાં ઘણા ગુજરાતીઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. લંડનના કેન્ટોન(Kenton) ઈસ્ટના બાય...
  April 17, 02:36 PM