Home >> NRG >> New Zealand
 • US-ઓસ્ટ્રેલિયા બાદ ન્યુઝીલેન્ડે પણ કર્યો વિઝા નિયમોમાં ફેરફાર, ભારતીયોને થશે અસર
  અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી અમેરિકાની વિઝા પોલીસીને લઈને ચર્ચા ચાલી રહી હતી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એચ 1બી વિઝા નિયમોમાં ફેરફારના ઓર્ડર પર સહિ કરી છે. ત્યારે બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ બાદ હવે ન્યુઝીલેન્ડ દ્વારા પણ ઈમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેનાથી ન્યુઝીલેન્ડમાં વસતા હજારો ભારતીયોને તેની અસર થશે. ન્યુઝીલેન્ડના ઈમિગ્રેશન મિનિસ્ટે બુધવારે આ નવી ઈમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી હતી. જે 14 ઓગસ્ટ 2017થી લાગુ કરવામાં આવશે. શું છે નવા નિયમો - પીઆર એપ્લાય કરવા માટે હવે 140ની જગ્યાએ 160...
  April 19, 04:39 PM
 • ઓકલેન્ડમાં આમ થઈ ધૂળેટીની ઉજવણી, ગોરાઓ સહિત ઝૂમી ઉઠ્યા પોલીસ જવાનો
  ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): હજૂ હોળી-ધૂળેટીના થોડાં દિવસો બાકી છે ત્યાં દુનિયાના મોટા-મોટા શહેરોમાં ધૂળેટીની ઉજવણી ચાલુ કરી દેવામાં આવી છે. દેશમાં ઉત્સાહપૂર્વક હોળીની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ગત 26 તારીખના રોજ હોળી 2 કે 17 નામથી ધૂળેટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં 10 હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો અને એકબીજાને રંગબેરંગી કલરોથી રંગીને ઉજવણીની મજા માણી હતી. ઉજવણીમાં સ્થાનિક લોકો ઉપરાંત પોલીસે પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોલીસના...
  March 8, 06:45 PM
 • ગુજરાતીએ Nikeને આપી ટક્કર, 47 હજારની સામે બનાવ્યા સસ્તા સેલ્ફ લેસિંગ શૂઝ
  એનઆરજીડેસ્કઃ ફિલ્મોમાં આપણે ઘણી વખત રોબોટ, ઉડતી કારો વગેરે જેવી ઘટનાઓ જોઈ છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ ક્યારેક તમારી આપે એવી કોઈ વસ્તું આવી જાય જે તમે સપનામાં પણ ન વિચાર્યું હોય, બસ કંઈક આવી જ શોધ કરી છે ન્યુઝિલેન્ડના ગુજરાતીએ. ગત વર્ષે સ્પોર્ટ્સ વિયર બ્રાન્ડ નાઈકે સેલ્ફ-લેસિંગ શૂઝ લોન્ચ કર્યા હતા. જેની કિંમત 700 ડોલર(47000 હજાર રૂપિયા) રાખવામાં આવી હતી. પણ નાઈક જેવી બ્રાન્ડને ટક્કર આપવા માટે ગુજરાતીએ એવી શોધ કરી છે જે કદાચ આપણે સપનામાં પણ ન વિચારી હોય. શા માટે બનાવ્યા સેલ્ફ...
  February 28, 11:50 AM
 • 52થી વધુ NRI સાયકલ દ્વારા કરશે ભુજથી અમદાવાદની યાત્રા, મહિલાઓ પણ સામેલ
  યુકે(સૂર્યકાંત જાદવા દ્વારા): ત્રણ ખંડોના 52 જેટલા એનઆરઆઈ ચેરિટી સાયકલ પર ભુજથી અમદાવાદ 350 કિલોમીટર જર્ની કરશે. આ જર્ની દરમિયાન તેઓ મુંબઈમાં ઉર્જા ટ્રસ્ટ અને AAWC માટે 1 લાખ પાઉન્ડ એકઠા કરશે. આ સાઈકલિંગ ઈવેન્ટ 5 માર્ચથી 7 માર્ચ દરમિયાન યોજાશે. ચેરિટી બાઈક રાઈડની પહેલ AAWC યુકે આધારિત વેલ વિશર્સ અને ઉદાર યુવાન લોકોના એક જુથ દ્વારા કરવામાં આવી છે. મહિલાઓનું શોષણ અટકાવવા માટે કામ કરે છે ઉર્જા ટ્રસ્ટ - ઉર્જા ટ્રસ્ટ ઘર છોડી ભાગી ગયેલી અને બેઘર યુવાન મહિલાઓ કે જેઓ જાતિય, શારીરિક અને આર્થિક શોષણ અને...
  February 21, 06:59 PM
 • NZ:ક્રાઇસચર્ચ શહેર આગના ભરડામાં, 20kmમાં પ્રસરેલી આગમાં મકાનો ખાખ
  ન્યૂઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા): ન્યૂઝીલેન્ડનું ક્રાઇસચર્ચ શહેર આગના ભરડામાં આવી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 2000 હેક્ટર કરતા વધારે ભાગમાં આગ લાગતા 11થી વધારે ઘર બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે આસપાસના 450થી વધારે ઘર ખાલી કરાવવાની ફરજ પડી હતી. 20 કિમીમાં પ્રસરી આગ ન્યૂઝીલેન્ડના ક્રાઈસચર્ચ શહેરમાં સોમવારે ભયંકર આગ ભભુકી ઉઠી હતી. સોમવારથી લાગેલી આગ ધીમે ધીમે 2079 હેક્ટર એટલે કે અંદાજે 20 કિલોમીટરમાં પ્રસરી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટનો કાફલો...
  February 21, 11:21 AM
 • સાઉથ પેસેફિકના આ આયલેન્ડનો છે નયનરમ્ય નજારો, ગુજ્જુઓ કરે છે બિઝનેસ
  ડેલાવરથી રેખા પટેલ દ્વારા: ફીજી સામાન્ય રીતે ટુરિસ્ટોની અવરજવર ઉપર નભતો દેશ છે. અહીં વધારે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ અમેરિકા અને એશિયાથી ટુરિસ્ટ આવતા હોય છે. અમેરિકાથી ઓસ્ટ્રેલીયા જનારા ટુરિસ્ટ્સ ફીજીના કુદરતી સૌદર્યને માણવા ખાસ રોકાઈ જતા હોય છે. અહીંયા મુલાકાતે ગયેલા અમારા પ્રતિનિધિ રેખાબેન પટેલે તેમના અનુભવ અમારી સાથે શેર કર્યા હતા. બ્લુ વોટર માટે આ આઈલેન્ડ ફેમસ છે.સુવા, નંદી, નાસોરી, બામાં ગુજરાતીઓની સંખ્યા વધુ છે. તેઓ મોટાભાગે બિઝનસ કરે છે, ડીપાર્ટમેન્ટલ કે ગ્રોસરી સ્ટોર્સ અને હોટલ...
  February 11, 05:15 PM
 • NZ: આ ગુજરાતી પરિવાર સાથે મળીને થયો ગ્રેજ્યુએટ, ત્રણેય એકબીજાને કરતા મદદ
  એનઆરજીડેસ્કઃ ગ્રેજ્યુએશન સેરેમનીમાં સામાન્ય રીતે માતાપિતા સામે ટોળામાં બેસેલા હોય છે અને સ્ટેજ પર તેમના બાળક આવે તેના રાહ જોતા હોય છે. પરંતુ અહીંયા વાત કંઈક અલગ જ છે, ન્યુ ઝિલેન્ડમાં રહેતી એક ગુજરાતી મહિલા તેના પુત્ર અને પુત્રીના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન તેની સાથે જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. પુત્ર જીતેન અને પુત્રી જૈનીએ જે દિવસે તેમનું ક્વોલિફિકેશન વેલિંગ્ટનની વિક્ટોરિયા યુનિવર્સિટીમાંથી મેળવ્યું તે જ દિવસે ટૂંકમાં ક્રિસમસ પહેલા હંસાબેન પટેલે પોતાનું ક્વોલિફિકેશન મેળવ્યું...
  January 22, 02:24 PM