Home >> NRG >> Gujarat
 • આ ગુજરાતી છે શેરબજારની 'લોખંડી' મહિલા, BSEમાં રચ્યો છે ઈતિહાસ
  અમદાવાદઃ આપણા દેશમાં સામાન્ય રીતે મહિલાઓને પુરુષોથી ઓછી જ આંકવામાં આવે છે. પરંતુ હવે સમયે-સમયે મહિલાઓ પણ પોતાને સાબિત કરતી રહી છે. આપણે મહિલાઓને શેરબજાર વિશે વાત કરતા ક્યારેક જ સાંભળી હશે. એમ માનવામાં આવે છે કે આ તેમનો ઈન્ટરેસ્ટ એરિયા નથી હોતો. પરંતુ આજે મોટી સંખ્યામાં મહિલાઓ માર્કેટિંગ અને શેરમાં કામ કરી રહી છે. આજે અમે જણાવી રહ્યા છીએ એક એવી મહિલા વિશે જેણે બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં પોતાના નામે એક કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે.પુરુષોના આધિપત્ય ધરાવતા ક્ષેત્રમાં હજારો પુરુષોની વચ્ચે...
  April 5, 11:27 AM
 • આ રીતે થાય છે પેરાગ્લાઈડીંગ, મશીન વગર વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે કરે છે કાર્ય
  અમદાવાદઃ હવામાં ઉડવું કોને ના ગમે? બાળપણમાં એક કવિતા આવતી પેલા પંખીની પાંખ મળી જાય તો આભમાં ઉડયા કરું... ગુજરાતીમાં રહેતા ઘણા લોકોને બાળપણથી હવામાં ઉડવાની ઈચ્છા હોય છે. પરંતુ દરેકનું સપનું સાકાર થાય તેવું ભાગ્યે જ બનતું હોય છે. ઘણા લોકો પાઈલોટ બનવાની ઈચ્છા પણ ધરાવતા હોય છે પરંતુ કોઈ સંજોગે પોતાનું સપનું સાકાર કરી શકતા નથી હોતા. પણ આજે અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ તે છે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશ જાની વિશે. નિલેશભાઈ જણાવી રહ્યા છે પેરાજમ્પિંગ, પેરા સેઇલલગિં તથા...
  April 5, 09:57 AM
 • અમેરિકા રહેતા પટેલની સરાહનીય કામગીરી, ગુજરાતની 23 સ્કૂલોમાં પૂરું પાડે છે દૂધ-બ્રેકફાસ્ટ
  અમેરિકાઃ પોતાના વતનથી વિદેશમાં સ્થાયી થયેલા ગુજરાતીઓ તેમનો સ્વભાવ ક્યારેય છોડતા નથી. વિદેશમાં રહીને પણ પોતાના રાજ્યને કોઈ પણ રીતે મદદ કરતા રહે છે. તેમાના જ એક છે અરુણભાઈ પટેલ.Tiny smiling Faces ફાઉન્ડેશન માટે કામ કરવાની મને ઉત્કટ લાલસા રાખનારા અરુણભાઈ પાસે એક સમયે અમેરિકામાં રહેવા માટે પોતાનું ઘર સુદ્ધા નહોતું. પરંતુ સખત પરિશ્રમ થકી આજે તેઓ 43 હોટલ્સના માલિક તો છે જ પણ સાથે સાથે ઉમદા પરોપકારી વ્યક્તિ પણ છે. અરુણભાઈના પિતાના નામ હેઠળ ચાલતું ટ્રસ્ટ The Dalubhai Gopalbhai Patel Fund Inc દક્ષિણ ગુજરાતની 23 સરકારી શાળાઓમાં આજે...
  March 29, 02:31 PM
 • અમેરિકામાં 43 હોટલના માલિક છે આ પટેલ, એક વખત ગુમાવી દીધું હતું સર્વસ્વ
  ન્યુયોર્ક: જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. અમેરિકાના ન્યુયોર્કમાં અરૂણભાઈ સ્ટડી કરતા હતા અને તેમના પિતા સેટલ થવા મથતા હતા. દરમિયાન પિતાનું અવસાન થતા અરૂણભાઈ પર પરિવારની જવાબદારી આવી હતી હતી. રાતોરાત રસ્તા પર આવી ગયેલા અરૂણભાઈએ હિંમત હાર્યા વગર પડકાર સ્વીકારી લીધો. મામૂલી પગારથી નોકરી બાદમાં...
  March 12, 04:44 PM
 • હીરાના વેપારીમાંથી બન્યા EICના માલિક, 20 મિનિટમાં પાર પાડ્યો'તો સોદો
  લંડનઃ ભારત પર 200 વર્ષ સુધી રાજ કરનારી અને દેશને ગુલામ બનાવી રાખનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક છે મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ મહેતા. ગુજરાતી માધ્યમમાં ભણીને ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પાલનપુરના જૈન સંજીવ મહેન્દ્ર મહેતાના જીવનનો એક માત્ર ધ્યેય રહ્યો હતો ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપની ટેઈક ઓવર કરવી. આખરે તેમણે 1.5 મિલિયન ડોલરમાં સોદો પાર પાડ્યો હતો. જે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એમ કહેવાતું કે પશ્ચિમનો સૂરજ ક્યારેય અસ્ત નહી થાય, પરંતુ આજે પશ્ચિમનો સૂરજ સંપૂર્ણ...
  March 12, 02:38 PM
 • આ છે ફરદીન ખાનના ગુજરાતી સસરા, 3300 કરોડના માલિકના આફ્રિકામાં પડે છે સિક્કા
  અમદાવાદઃ ગુજરાતીઓનો આધુનિક પૂર્વ આફ્રિકાના સર્જનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેમાથી એક નામ છે મુળજીભાઈ પ્રભુદાસ માધવાણી. માધવાણી ગ્રુપનો પાયો નાખનાર મુળજીભાઈનો જન્મ પોરબંદર પાસેના નાનકડા ગામમાં થયો હતો. તેમના વિશે સંક્ષેપમાં લખવું શક્ય નથી. એ આફ્રિકાના બિરલા-તાતા હતા. મુળજીભાઈએ 7માં ધોરણ સુધી અભ્યાસ કરીને ખાલી હાથે પોતાનું નસીબ અજમાવવા માટે 1908માં યુગાન્ડા તરફ કૂચ કરી હતી. વચ્ચે ફિલ્મી અભિનેત્રી મુમતાઝને પરણવા માટે પુત્ર મયૂર માધવાણીનું નામ છાપાંઓમાં ચમક્યું હતું. આજે મયુરભાઈ...
  March 5, 02:40 PM
 • આફ્રિકામાં એક સમયે કરતા શિકાર, પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બન્યા અબજોપતિ
  આફ્રિકાઃએક સમયે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને 1971થી 1995 જિંદગી રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે એવું ભાગ્યે જ વિચારી શકાય. 1995માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું. માત્ર 2 સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા...
  March 4, 09:47 AM
 • આ ગુજરાતી સામે નમતું PAK, રમખાણમાં પણ તેમના વાહન પર ન થતો હુમલો
  અમદાવાદઃ અબ્દુલ સતાર ઈદી એક એવું નામને કે જેને, પાકિસ્તાનમાં પુરા-માન સન્માનથી લેવામાં આવે છે. અબ્દુલ સતાર પાકિસ્તાની લોકોના હૃદયમાં એ રીતે રાજ કરે છે તેમના અનેક નામો છે. ફરિશ્તા, ફાધર ટેરેસા તો બીજા ગાંધી. પાકિસ્તાનમાં તેમની સમાજસેવી સંસ્થાની પ્રતિષ્ઠા એટલી ઊંચી છે કે જો તેમની સંસ્થાનું કોઇ વાહન પાકિસ્તાનનાં ફાયરિંગ ક્ષેત્રમાં ભૂલથી પણ જતું રહે તો ગોળીબાર અને મારામારી જેવા બનાવો બંધ થઇ જાય છે. ગમે તેવી અરાજકતા વચ્ચે પણ અબ્દુલ સતારની સંસ્થાના વાહન પણ કોઈ હુમલો કરતું નથી. પાકિસ્તાન જેવા...
  March 1, 12:54 PM
 • ગુજરાતી યુવતીએ અપાવ્યું ભારતને ગૌરવ, NASAના એસ્ટ્રોનોટ તરીકે થઈ પસંદગી
  એનઆરજીડેસ્કઃ આલ્બર્ટા રાઈઝિંગ સ્ટારનું બિરૂદ મેળવેલી મૂળ ગુજરાતના ઉનાની યુવતી ડો. સાના પંડ્યાએ કેનેડામાં એવું કામ કરી બતાવ્યું છે જેને જાણીને સહુ કોઈ ગુજરાતીઓને ગૌરવ અનુભવાય. જન્મથી કેનેડિયન નાગરિકત્વ ધરાવતી ગુજરાતી યુવતીનું નાસાના Space travelની તાલીમ એટલે કે એસ્ટ્રોનોટ તરીકે પસંદગી કરવામાં આવી છે. કલ્પના ચાવલા અને સુનીતા વિલિયમ્સ બાદ ભારતીય મૂળની ત્રીજી મહિલા સ્પેસની ઉડાન ભરશે. સોશિયલ કામ અર્થે અમદાવાદ આવેલી ડો. સાના પંડ્યાનું છારિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું...
  February 28, 11:50 AM
 • પુત્રીને ગુજરાતી શીખવવા દંપતીએ છોડી'તી USની લાખોની જોબ, ભાવનગરમાં આપ્યા વતનના સંસ્કાર
  એનઆરજીડેસ્કઃ વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઈનવેસ્ટમેન્ટ બેંકમાંથી નોકરી છોડવી કોઈ સામાન્ય કામ નથી. ગૌરવ પંડિત અને તેની પત્ની શીતલે ન્યુયોર્કમાં આવેલી બેંકમાંથી નોકરી છોડી દીધી. નોકરી છોડવાનું કારણ જાણીને તમને પણ આશ્ચર્ય થશે કે આખરે બન્નેને આટલી સારી જોબ છોડવાની ફરજ કેમ પડી? આ દંપતીએ હાઈ પેકેજની જોબ એટલા માટે છોડી દીધી કારણ કે તેમની 18 મહિનાની દીકરી તાશી પોતાના વતન ભાવનગરમાં રહે અને તેની માતૃભાષા ગુજરાતી બોલતા શીખે. કાઠિયાવાડી ભાષામાં કડકડાટ ગુજરાતી બોલે છે તાશી - 21 ફેબ્રુઆરીના રોજ...
  February 23, 06:22 PM
 • અનિલે ટીનાને આપી'તી 400 કરોડની 'TIAN', અન્ય 2 લોકો પાસે જ છે Yacht
  એનઆરજીડેસ્કઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને અનિલ ધીરૂભાઈ અંબાઈ ગ્રુપ(એડીએજી)ના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીનો આજે 56મો જન્મદિવસ છે. 11 ફેબ્રુઆરી, 1957ના રોજ મુંબઈમાં જન્મેલી ટીનાનો સંબંધ ફિલ્મોથી શરૂ થઈને હવે રિલાયન્સ પરિવાર સાથે જોડાઈ ગયો છે. પોતાના પ્રિય ટીનાના જન્મદિવસે આજે શું ગિફ્ટ આપશે તેનો જવાબ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે, પરંતુ અનિલે થોડા વર્ષ પહેલા તેમની પત્ની ટીનાને જન્મદિવસની ભેટમાં અંદાજે 400 કરોડ રૂપિયાનું પાણીનું યાટ આપ્યું હતું. 34 મીટર લાંબુ છે જહાજ - વૈભવી...
  February 11, 03:52 PM
 • અ'વાદઃ પ્રથમવાર યોજાયા NRG ગરબા, રાસની રમઝટ સાથે વતન પ્રેમીઓનું સન્માન
  અમદાવાદઃ 28 જાન્યુઆરી, 2017ને શનિવારના રોજ અમદાવાદમાં વૈશ્વિક ગુજરાતી સંગઠન(ગ્લોબલ ગુજરાતી ફેડરેશન)ના ઉપક્રમે એનઆરજી ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતું. નારણપુરા વિસ્તારમાં આવેલા નવદીપ હોલ(નવરંગ સ્કૂલની બાજુમાં)માં યોજાયેલા આ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં એનઆરજી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જેમણે દરિયાપાર ગરબાની સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે તેવી કેટલીક વ્યક્તિવિશેષ તથા વિશિષ્ટ એનઆરજીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીબેન જોશી(લંડન), અશોકભાઈ ગોકલદાસ પટેલ(અમેરિકા), અમિત...
  January 29, 11:16 AM
 • અમદાવાદમાં NRG ગરબાનું ખાસ આયોજન, વતન પ્રેમીઓનું કરાશે સન્માન
  એનઆરજીડેસ્કઃ અમદાવાદમાં દેશ વિદેશથી આવેલા એનઆરજી(નોન રેસિડેન્ટ ગુજરાતી) ભાઈબહેનો માટે વૈશ્વિક ગુજરાતી સંગઠન દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પાર્થ અને સંજય ઓઝાના સૂરીલા સ્વરા ગવાયેલા ગરબાના તાલે એનઆરજી કાર્યક્રમમાં ગરબે ઘૂમશે. આ પ્રકારના ગરબાનું અમદાવાદમાં પ્રથમ વાર આયોજન થઈ રહ્યું છે. શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી નવરંગ સ્કૂલ પાસે આવેલા નવદીપ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નોંધનીય છે કે, આ પ્રકારનો કાર્યક્રમ અમદાવામાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે. ગરબા...
  January 18, 04:01 PM
 • લોકો કેવો દુર્વ્યવહાર કરે છે એ જોવા અંધ ગુજરાતી ડૉક્ટરે કૂતરા પર લગાવ્યો કેમેરો
  એનઆરજી ડેસ્ક: આજે મોટાભાગના લોકો સ્ટેટસ અને સુરક્ષા માટે ડૉગને પાળતા હોય છે. પણ લંડનમાં રહેતા એક ગુજરાતી અંધ ડોક્ટર અમિત પટેલનો પાલતૂ ડૉગ તેમના અંધાપાની રોશની બની ગયો છે. વાત એવી છે કે લંડનમાં રહેતા અમિત પટેલે પાંચ વર્ષ પહેલા પોતાની આંખોની રોશની ગુમાવી દીધી હતી. અમિત પટેલે પોતાના અંધાપાને લઈને રસ્તા પર તેમની સાથે થતા દુર્વ્યવહારને રેકોર્ડ કરવા માટે પાલતૂ ડૉગ અને કેમેરાની મદદ લીધી છે. અમિત પટેલે પોતાના કિકા નામના પાલતૂ ડૉગ પર કેમેરો લગાવી દિવસ દરમ્યાન અને પ્રવાસ દરમ્યાન તેમની સાથે થતા...
  January 6, 01:50 PM
 • ગુજરાતના પૂર્વ સાંસદનાં પત્ની ચલાવે છે કરિયાણાની નાની દુકાન
  અમદાવાદ: આજના સમયમાં ગામથી પાર્લામેન્ટ સુધીના સ્તરમાં આવતા તમામ નેતાનું એક સ્ટેટસ બની ગયું છે. સામાન્ય માણસ જ્યારે ચૂંટણી લડીને જાહેરજીવનમાં પ્રવેશ કરે ત્યારે તેના મોભામાં તદ્દન બદલાવ જોવા મળે છે, ચૂંટાયેલા નેતા તો ઠીક પણ તેમના પરિવારના લોકોમાં પણ બદલાવની હવા લાગી જાય છે. સાંસદ રહેલા કોઈ વ્યક્તિની પત્ની ગામમાં નાની દુકાન ચલાવી પોતાની આજીવિકા રળે છે, તેવુ કહેવામાં આવે તો સ્વાભાવિક છે કે કોઈના માનવામાં ન આવે. પણ તમે સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામે જઈને આ વિશે પૂછપરછ કરો તો નાની દુકાન...
  December 30, 04:14 PM
 • NRIનાં લગ્નમાં કિર્તીદાન પર રૂપિયાનો વરસાદ, જેઠાલાલ-બબિતા રહ્યા હાજર
  અમદાવાદ: 8 નવેમ્બરથી દેશમાં એક તરફ પૈસા કાઢવા માટે બેંકો અને એટીએમની બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળે છે. ત્યારે બીજી તરફ નવસારી જિલ્લાના એક ગામમાં એનઆરઆઈ પટેલ પરિવારના લગ્ન સમારોહમાં ગાયક કલાકાર પર લાખો રૂપિયાની નોટો વરસાવી હતી. પટેલ પરિવારના આ કાર્યક્રમમાં મોટી ઉંમરના લોકો તો ઠીક પણ નાના બાળકોએ પણ ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. લગ્ન સમારોહમાં જાણીતી સિરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો બબીતા અને જેઠાલાલે પણ હાજરી આપી હતી. જાણવા મળતી વિગતો અનુસાર,...
  December 24, 04:46 PM
 • 6 ગુજરાતીઓનું 'સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ'થી સન્માન કરાશે
  અમદાવાદ: આગામી તારીખ 23મી ડિસેમ્બર, શુક્રવારના રોજ અમદાવાદમાં છ ગુજરાતીઓનું સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડ-20016થી સન્માન કરવામાં આવશે. અમદાવાદના જે બી ઓડિટોરિયમ-એએમએ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સેલ્યુટ ઈન્ડિયા એનઆરઆઈ એવોર્ડથી રિઝવાન કાદરી- આફ્રિકા (મૂળ-પોરબંદર), ભીખુભાઈ પટેલ- અમેરિકા (મૂળ-આણંદ), ડૉ. પ્રદિપ કણસાગરા- અમેરિકા (મૂળ-રાજકોટ), ડૉ.દયાલ મેશરી- અમેરિકા (મૂળ-પાટણ), સુરેશ જાની- અમેરિકા (મૂળ-મહેસાણા) અને અમી હર્ષદ જાની- બાહરીન (મૂળ-અમદાવાદ)નું સન્માન કરવામાં આવશે. રાજ્યના શિક્ષણ અને...
  December 19, 05:05 PM