Home >> NRG >> Africa
 • SA: મેડિકલની સીટ વેચવાના કૌભાંડમાં ગુજરાતી સહિત 3 ભારતીય અરેસ્ટ
  જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના 3 લોકો ભ્રષ્ટાચારના મોટા કૌભાંડમાં ફસાઈ ગયા છે. આ ત્રણેયની એક યુનિવર્સિટીની મેડિકલ કોલેજની સીટો ભારતીય વિદ્યાર્થીઓને વેચવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને મેડિકલ સીટ વેચવાના મામલામાં 44 વર્ષિય વર્ષા, ડરબનમાં લિટલ ગુજરાતી રેસ્ટોરાંના 46 વર્ષિય માલિક હિતેશ કુમાર ભટ્ટ અને સ્કૂલ શિક્ષક 55 વર્ષીય પ્રેશની હીરામણનું નામ સામેલ છે. આ એ સિન્ડિકેટના સભ્યો છે જે કાઝુલૂ-નેટલ યુનિવર્સિટીના નેલ્સન આર મંડેલા સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિકલ અને...
  May 16, 06:38 PM
 • નાઈજીરીયામાં વસતા ગુજરાતીઓ આવ્યા મૃતકના પરિવારને વ્હારે, કરશે નાણાકીય મદદ
  નાઈજીરીયાઃ પાંચ મહિના પહેલા નાઈજીરીયામાં નોકરી માટે ગયેલા મૂળ દ્વારકાના ભાણવડ ગામના રાજેશ મધુડીયાનું રહસ્યમય રીતે મોત નીપજતા ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતા, પત્ની અને સાડા ત્રણ વર્ષની પુત્રીનો પરિવાર આધાતમાં ગરકાવ થઈ ગયો છે, ત્યારે રાજેશના પરિવારની મદદ કરવા નાઈજીરીયાનું મહાત્મા ગાંધી ગુજરાતી કલ્ચર એન્ડ સોશિયલ એસોસિયેશનલાગોસ તેમની વ્હારે આવ્યું છે. એસોસિએશનના સભ્ય જીગર પંચાલે divyabhaskar.com સાથે આ અંગે વાતચીત કરી હતી. એસોસિયેશન રાજેશના પરિવારને નાણાકીય મદદ કરવા માટે પૈસા એકઠા કરશે અને એક...
  April 26, 07:22 PM
 • નાઈજીરીયામાં સડી રહી છે ગુજરાતીની લાશ, મૃતદેહ લાવવા પરિવારના વલખાં
  નાઈજીરીયાઃ દ્વારકાના ભાણવડ ગામથી નાઈજીરીયા નોકરી અર્થે ગયેલા યુવાનનું શુક્રવારના રોજ રહસ્યમય સંજોગોમાં મોત થતા પરિવાર આઘાતમાં આવી ગયો છે. એક તરફ પાંચ દિવસ પહેલા મૃત્યુ પામેલા યુવાનની બોડી નાઈજીરીયામાં સડી રહી છે અને પરિવાર તેની ડેડબોડી વતન લાવવા માટેના ભરપૂર પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે કંપની કે હોસ્પિટલ યુવાનની સારવાર અંગેના કોઈ પણ ડોક્યુમેન્ટ ન આપી ગોળ ગોળ વાત ફેરવી રહી છે. પરિવારે આ માટે સરકારની પણ મદદ માંગી છે. શું છે સમગ્ર ઘટના? દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામનો રાજેશ મધુડીયા...
  April 26, 03:03 PM
 • ગુજરાતી યુવાનનું નાઈજીરીયામાં રહસ્યમય મોત, મૃતદેહ મેળવવા પરિવાર લાચાર
  નાઇજીરીયાઃ વિદેશમાં ગુજરાતીઓના મોતના સમાચાર અંગે અવારનવાર સાંભળવા મળે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચ મહિનાથી નાઈજીરીયામાં નોકરી માટે ગયેલા મૂળ દ્વારકાના ભાણવડ ગામના રાજેશ મધુડીયાનું રહસ્યમય રીતે મોત નીપજતા ગુજરાતમાં રહેતા તેમના માતા-પિતા, પત્ની અને સાડા ત્રણ વર્ષની પુત્રીનો પરિવાર ચિંતાતુર બન્યો છે. યુવાનના મોતના ચાર દિવસ બાદ પણ મૃતદેહ મેળવવા લાચાર પરિવારે સુષ્મા સ્વરાજ સહિત ટોચના અધિકારીઓને મદદની માંગ કરી છે. યુવાનના કાકા રસીકભાઈએ divyabhaskar.com સાથે ભારે હૈયે ઘટના...
  April 25, 06:51 PM
 • આ 'પટેલ' યુવતી છે ભૂતપૂર્વ મિસ આફ્રિકા, SAના નાનકડા ગામમાં થયો છે જન્મ
  આફ્રિકાઃ આફ્રિકા જેવા દેશના નાનકડા ગામમાંથી આવતી યુવતી મોડલિંગ ક્ષેત્રે કાઠું કાઢશે એ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે. ચુસ્ત અને ધાર્મિક પરિવારમાં જન્મેલી મિશકા પટેલે પોતાનો માર્કેટિંગ મેનેજમેન્ટનો અભ્યાસ પૂર્ણ કરીને 21 વર્ષની ઉંમરે મિસ દક્ષિણ આફ્રિકામાં પ્રવેશ કરીને શરૂ કર્યું હતું પોતાનું મોડલિંગ કેરિયર. આ માટે તેને માતા તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું હતું. સખત મહેનત થકી મિશકા સફળતાના શિખરો સર કરતી ગઈ અને આજે તે આફ્રિકામાં એક મોડલ ઉપરાંત ટીવી પ્રસ્તુતકર્તા, પ્રેરક સ્પીકર, ફિટનેસ ટ્રેનર,...
  April 6, 04:25 PM
 • ભારતીય મૂળના બિઝનેસમેન બન્યા આફ્રિકાના BRICS બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ
  દક્ષિણ આફ્રિકાઃ ભારતીય મૂળના દક્ષિણ આફ્રિકી અબજોપતિ બિઝનેસમેન ઈકબાલ સુર્વેની આફ્રિકાના BRICS બિઝનેસ કાઉન્સિલના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. સુર્વેએ ભારત અને ચીન જેવા દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવા માટેની જરૂરિયાતો પર ભાર મૂક્યો છે. દક્ષિણ આફ્રિકી સરકાર દ્વારા તેમની નિમણૂક બાદ સુર્વેએ બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના અન્ય દેશોની BRICS કાઉન્સિલની મધ્યસત્ર બેઠક માટે નવી દિલ્હી કૂચ કરી છે. તેમણે ચીન અને ભારતના સંબંધોને મજબૂત બનાવવાનું મહત્વ સમજાવ્યું છે. શું કહે...
  April 2, 03:15 PM
 • નેલ્શન મંડેલાના ગુજરાતી સાથીનું નિધન, સમગ્ર સાઉથ આફ્રિકામાં શોક
  જોહાનિસબર્ગઃ પીઢ ભારતીય મૂળના અને રંગભેદનાતિનો વિરોધ કરનારા દક્ષિણ આફ્રિકી કાર્યકર અહેમદ કઠરાડાનું નિધન થયું છે. નેલ્સન મંડેલાના નજીકના સાથીમાના એક અહેમદ કઠરાડનું આજે 87 વર્ષની ઉંમરે ડોનાલ્ડ ગોર્ડન હોસ્પિટલમાં નિધન થયું. કઠરાડનું નિધન એએનસી(આફ્રિકી નેશનલ કોંગ્રેસ), બ્રોડર લિબરેશન મુવમેન્ટ અને સમગ્ર દક્ષિણ આફ્રિકા માટે મોટું નુકશાન છે. તેઓ વિશ્વના વિવિધ ભાગોમાં લાખો લોકો માટે પ્રેરણા હતા.કઠરાડાનો જન્મ પશ્ચિમી ટ્રાન્સવાલમાં શ્વેઈઝર-રેનેકેના નાના ગામડામાં થયો હતો, સુરતથી આફ્રિકા...
  March 28, 12:44 PM
 • આફ્રિકામાં રૂ. 300 Crથી વધુની કિંમતનો હીરો મળ્યો, ખરીદવા ગુજરાતીઓની દોટ
  આફ્રિકાઃ સિયોરા લિયોન ખાણમાં કામ કરનાર એક ઈસાઈ પાદરીને 706 કેરેટનો હીરો મળી આવ્યો છે, જે અત્યાર સુધીમાં મળી આવેલો દસમો સૌથી મોટો હીરો છે. કિંમતી ડાયમંડની દેશની બહાર દાણચોરી ન કરવા બદલ રાષ્ટ્રપતિ અર્નેસ્ટ કોરોમાએ ખાણમાં કામ કરી રહેલા લોકોનો આભાર માન્યો હતો. સરકારી નિવેદન પ્રમાણે, આ ડાયમંડની પારદર્શી બોલી લગાવવામાં આવશે અને તેમાંથી મળેલા પૈસાનો ઉપયોગ દેશહિતમાં કરવામાં આવશે. હીરાની કિંમત રૂ. 300થી વધુ આંકવામાં આવી રહી છે. હીરાના ગુજરાતી વેપારીઓ તેને ખરીદવા માટે આફ્રિકા પહોંચી ગયા છે....
  March 26, 10:45 AM
 • આવો છે 5300 કરોડના ગુજરાતી માલિકનો વૈભવી વિલા, રાજાની જેમ જીવે છે લાઈફ
  આફ્રિકાઃશૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા. ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું. યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો. નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા. યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું. એક પછી એક સફળતાના સોપાન પાર કરતા...
  March 17, 05:41 PM
 • આજે 4300 Cr.ના માલિક છે હળવદના આ પૂજારી, એક સમયે નહોતા સાઈકલના પૈસા
  અમદાવાદ: ગુજરાતથી માત્ર બિસ્તરા-પોટલા લઈને વિદેશ સ્થાયી થયેલા ગુજરાતીઓએ પૈસાની ટંકશાળ પાડી હોય તેવા અનેક લોકો છે. જેમાંનું એક નામ એટલે નરેન્દ્ર રાવલ. હળવદના નાના એવા માથક ગામે જન્મેલા 54 વર્ષીય નરેન્દ્ર રાવલને આફ્રિકાના રિચેસ્ટ-50 લોકોની ફોર્બ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. આફ્રિકામાં શરૂઆતમાં પુજારીનું કામ કર્યા બાદ ખંત અને મહેનતથી મેળવેલી સફળતાને કોઈને પણ માન આપવાનું મન થાય એવી છે. નરેન્દ્ર રાવલનું દેવકી ગ્રુપ સિમેન્ટ, સ્ટીલ સહિતની અનેક કંપની ધરાવે છે. 4400 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતા...
  March 14, 03:21 PM
 • આ છે ફરદીન ખાનના ગુજરાતી સસરા, 3300 કરોડના માલિકના આફ્રિકામાં પડે છે સિક્કા
  અમદાવાદઃ ગુજરાતીઓનો આધુનિક પૂર્વ આફ્રિકાના સર્જનમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. તેમાથી એક નામ છે મુળજીભાઈ પ્રભુદાસ માધવાણી. માધવાણી ગ્રુપનો પાયો નાખનાર મુળજીભાઈનો જન્મ પોરબંદર પાસેના નાનકડા ગામમાં થયો હતો. તેમના વિશે સંક્ષેપમાં લખવું શક્ય નથી. એ આફ્રિકાના બિરલા-તાતા હતા. મુળજીભાઈએ 7માં ધોરણ સુધી અભ્યાસ કરીને ખાલી હાથે પોતાનું નસીબ અજમાવવા માટે 1908માં યુગાન્ડા તરફ કૂચ કરી હતી. વચ્ચે ફિલ્મી અભિનેત્રી મુમતાઝને પરણવા માટે પુત્ર મયૂર માધવાણીનું નામ છાપાંઓમાં ચમક્યું હતું. આજે મયુરભાઈ...
  March 5, 02:40 PM
 • આફ્રિકામાં એક સમયે કરતા શિકાર, પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બન્યા અબજોપતિ
  આફ્રિકાઃએક સમયે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને 1971થી 1995 જિંદગી રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે એવું ભાગ્યે જ વિચારી શકાય. 1995માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું. માત્ર 2 સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા...
  March 4, 09:47 AM
 • એક દુકાનથી કરી હતી શરૂઆત, આજે મહેતા ગ્રુપની 2800 કરોડથી વધુની સંપત્તિ
  એનઆરજીડેસ્કઃ પોરબંદરના નાનાકડા ગામ ગોરાણાના નાનજી કાલીદાસ મહેતાએ 20મી સદીની શરૂઆત પણ નહોતી ત્યારે શૂન્યમાંથી સર્જન કરી દીધું હતું. લગભગ અભણ જ કહી શકાય એવા યુવાન નાનજી મહેતાએ માત્ર 10 રૂપિયા લઈ, નસીબ અજમાવવા માટે દરિયો ખેડીને આફ્રિકા તરફ કૂચ કરી હતી. શરૂઆતના વર્ષો અત્યંત સંઘર્ષમય રહ્યા. આખરે યુગાન્ડાના નાનકડા ગામ કુમલીમાં નાનકડી દુકાન શરૂ કરી, તે સમયે ચલણમાં કોડીઓનો વ્યવહાર ચાલતો હતો. લગભગ 18 વર્ષ સુધી દુકાન ચલાવ્યા બાદ 1924માં મહેતા ગ્રુપનો પાયો નાખ્યો. નાનજી મહેતાની ઉદ્યોગ સાહસિકતા આજે...
  February 28, 11:50 AM
 • 2 કચ્છીએ સર કર્યું આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર, પધરાવી સ્વામિ. ભગવાનની મૂર્તિ
  એનઆરજીડેસ્ક(સૂર્યકાંત જાદવા દ્વારા): મૂળ કેરા-કચ્છના હાલ નાઈરોબીમાં રહેતા વાસુદેવભાઈ અને નીતિનભાઈ ભીમજીભાઈ વાઘજીયાણીએ તાજેતરમાં આફ્રિકા ખંડના સૌથી ઊંચુ માઉન્ટ કીલીમાન્ઝારોનું શિખર સર કર્યું હતું. વિશ્વના સર્વોચ્ચ શિખરોમાં ચતુર્થ ક્રમાંક અને આફ્રિકામાં પ્રથમ ક્રમાંકે આવતા માઉન્ટ કીલીમાન્ઝારો જે 5895 મીટર 19341 ફૂટ ઊંચાઈ ધરાવે છે. માઉન્ટ કીલીમાન્ઝારો એ વિશ્વનો સૌથી જુનો અને મોટો જ્વાળામુખી છે. આ રીતે સર કર્યું આફ્રિકાનું સૌથી ઊંચુ શિખર - આ બંને જુગલ બંધુઓએ કેન્યાના સૌથી ઊંચા માઉન્ટ...
  February 28, 11:50 AM
 • આ ગુજરાતીએ વિદેશમાં ફેલાવ્યો કચ્છી દાબેલીનો સ્વાદ, નાઈરોબીના મોલમાં શરૂ કરી શોપ
  અમદાવાદ: કચ્છી દાબેલી આજે તો ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ મળી રહે છે. કચ્છમાં ડબલરોટીના નામે ઓળખાતા આ ફાસ્ટફૂડનો સ્વાદ કચ્છી ભરત ગોરે દેશના સીમાડા પાર કરાવી આફ્રિકા સુધી પહોંચાડ્યો છે. છેલ્લા 40 વર્ષથી કચ્છના નારણપરમાં દાબેલી બિઝનેસ સાથે સંકળાયેલો નવીન ગોરનો પરિવાર સારી નામના ધરાવે છે. કચ્છ બહાર વિદેશમાં વસતા લોકોના આગ્રહથી પરિવારના નાના પુત્ર ભરતભાઈ ગોરે નાઈરોબીના એક મોલમાં દાબેલીની શોપ શરૂ કરી. જોકે નાઈરોબીમાં કચ્છી પટેલ સહિતના લોકો વધારે હોવાથી પહેલા દિવસથી જ ભરત ગોરની દાબેલી માટે...
  February 28, 11:50 AM
 • આફ્રિકામાં રહેતા ગુજરાતીઓ કેમ છે વધુ ખુશ? કેમ નથી જવું અમેરિકા-યુરોપ?
  એનઆરજીડેસ્ક: વિદેશમાં રહેતા ગુજરાતીઓ પ્રાંત પ્રમાણે અલગ પડી આવે છે. યુએસ અને બ્રિટન કરતા આફ્રિકામાં વસતા ગુજરાતીઓમાં ઘણો તફાવત જોવા મળે છે. કેમ કે અમેરિકા-બ્રિટન કરતા આફ્રિકામાં તમને નવરાશનો સમય વધારે મળે છે. એટલે આફ્રિકામાં ભારતની જેમ કામના કલાકો હોય છે. એક અહેવાલ અનુસાર ઈસ્ટ આફ્રિકાના ઘણા દેશમાં એવા વડીલો રહે છે, જેમના પુત્ર-પુત્રીઓ અમેરિકા, યુરોપમાં વેલસેટલ્ડ હોવા છતા તેઓને આફ્રિકામાં રહેવું છે. divyabhaskar.com આફ્રિકાની આવી જ કેટલીક રોચક વાતો જણાવી રહ્યું છે, જેના કારણે મોટાભાગના ગુજરાતીને...
  February 28, 11:50 AM
 • કેન્યાઃ પુરુષોત્તમપ્રિયદાસજી મહારાજના 75મા બર્થ ડેની થઈ અનોખી ઉજવણી, જુઓ તસવીરો
  કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા): મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ આ વર્ષે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ત્યારે તેમના જન્મદિનની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી ખાતે અનેક હરિભક્તોએ એકઠા થઈને અમૃત પર્વના નિમિતે યોજાયેલા કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે દરેક કાર્યક્રમમાં 75નો અંક સામાન્ય રાખવામાં આવ્યો હતો. આચાર્ય સ્વામીશ્રી મહારાજે ભક્તોના હૈયે સંસ્કારોનું સિંચન કરવા...
  February 1, 11:01 AM
 • નાઈરોબીના સ્વામિનારાયણ મંદિરમાં રિપબ્લિક ડેની આ રીતે થઇ ઉજવણી, તસવીરો
  કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા): ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ત્યારથી ભારતને પોતાના સંવૈધાનિક તાક મળી. આ દિવસ પછીથી ભારતમાં એક સંપૂર્ણ રીતે રિપબ્લિકન એકમ બની ગઈ. ગણતંત્ર દિવસનો ઈતિહાસ સન 1929ના રોજ ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની...
  January 28, 09:59 AM
 • કેન્યાઃ વન્યજીવોના રક્ષણાર્થે 'મારા એલીફન્ટ પ્રોજેક્ટ'ને દાન, ધાર્મિક કાર્યક્રમો યોજાયા
  કેન્યા(સૂર્યકાંત જાદવા દ્વારા): શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના પાવન સાન્નિધ્યમાં સંતો-ભક્તો સહ મૂળ કચ્છના રહેવાસી હાલ નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડીયાની વિશાળ મારા રીવર લોજ ખાતે હવાઈ જહાજ મારફતે પધાર્યા હતા. 250થી વધારે સંતો ભક્તોએ અહીંયા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. વાંચો, કેવો છે પ્રસિદ્ધ મસાઈ મારા વિસ્તાર - આફ્રિકા ખંડના કેન્યા રાષ્ટ્રમાં આવેલો જાણીતો મસાઈ મારા વિસ્તાર 700 ચોરસ માઈલમાં...
  January 13, 11:30 AM
 • પ્રિતી પટેલ-ભરત બારાઈ સહિત આઠ ગુજરાતીઓ PBD એવોર્ડથી સન્માનિત
  એનઆરજી ડેસ્ક: બેંગલોર ખાતે 7-9 જાન્યુઆરીએ યોજાયેલા 14માં પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં 8 ગુજરાતીઓ સહિત 30 પ્રવાસી ભારતીયોનું રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. વિદેશોમાં રહેતા મૂળ ભારતીયોને અલગ અલગ સેવાકિય પ્રવૃતિ બદલ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં યુએસ ખાતે રહેતા ગુજરાતી મૂળના રમેશ શાહ, ડો ભરત બારાઈ, મહેશ મહેતા, નીશા દેસાઈ અને ફીઝીના વિનોદ ચન્દ્રા પટેલ તેમજ યુકે સરકારના પ્રિતી પટેલ, આફ્રિકામાં રહેતા નલિનકુમાર કોઠારી, કેનેડાના મુકંદ પુરોહિતને ભારતીય...
  January 10, 02:53 PM