Home >> NRG
 • મસ્કતઃ ગુજરાત દિન નિમિતે સંગીતમય સંધ્યાનું આયોજન, મહેમાનો મંત્રમુગ્ધ
  મસ્કત(ચંદ્રકાન્ત ચોથાણી દ્વારા): 1 મે ગુજરાત દિન નિમિતે મસ્કત ગુજરાતી સમાજ દ્વારા અસ ફલાજ હોટલના હોલમાં સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતથી અંકિત ત્રિવેદી અને ગાયક પ્રહર વોરા અને નયના શર્મા સાથે 9 જણાની ટીમ દ્વારા ગુજરાતી સંગીત સંધ્યા સ્નેહભીના સંભારણા રજૂ કરવામાં આવી હતી. હકડેઠઠ ભરાયેલા હોલમાં ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી હતી. સમગ્ર હોલમાં મંત્રમુગ્ધ બનીને ગુજરાતના નવા લોકગીતોનો આનંદ માણ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમિયાન કિરણભાઈ આશર, બકુલભાઈ મહેતા, રાજુભાઈ વેદ અને...
  54 mins ago
 • USA: ગુજરાતી સાહિત્ય સરિતાની 175મી બેઠક, 60 સાહિત્ય રસિકોની હાજરી
  અમેરિકા(નવીન બેન્કરદ્વારા):હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાની 175મી બેઠક, શનિવાર ને 20મી મે 2017ની સાંજે, 4 થી 7 દરમ્યાન સુગરલેન્ડના માટલેજ રીક્રીએશન સેન્ટરના હોલમાં, લગભગ 60 જેટલા સાહિત્ય રસિકોની હાજરીમાં યોજાઈ ગઈ. આ બેઠકના મુખ્ય મહેમાન, બે એરીઆના ફેમીલી ફિઝીશિયન અને ગઝલકાર ડોક્ટર મહેશ રાવલ હતા. કાર્યક્રમનું સંચાલન વિજય શાહે સંભાળ્યું હતું. નયનાબેન શાહે પ્રાર્થનાથી શરૂઆત કર્યા બાદ, સંસ્થાના પ્રેસિડેન્ટ સતીશ પરીખે આવકાર પ્રવચન કરતાં, સંસ્થાની 16 વર્ષની પ્રવૃત્તિઓનો ચિતાર આપ્યો. 12000 પાનાનાં...
  12:02 PM
 • USA: ઇન્ડિયન અને વેસ્ટર્ન ક્લાસિકલ, ફોક અને ફ્યુઝનનો ભવ્ય મ્યુઝિકલ કૉન્સર્ટ
  અમેરિકા(વિજય ઠક્કર દ્વારા): અમેરિકામાં ન્યુજર્સી ખાતે સૃજનાના ઉપક્રમે પદ્મભૂષણ અને ગ્રેમી એવૉર્ડ વિજેતા વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત વિશ્વમોહન ભટ્ટ, પંડિત ક્રીશ્નમોહન ભટ્ટ, વિશ્વ વિખ્યાત સેક્સોફોનીસ્ટ જ્યોર્જ બ્રુક અને નિહાર મહેતાના ઇન્ડિયન અને વેસ્ટર્ન ક્લાસિકલ, ફોક અને ફ્યુઝનનો મ્યુઝિકલ કૉન્સર્ટ સંગમ યોજાશે. સૃજનાના આયોજકોના જણાવ્યા પ્રમાણે આગામી ગુરૂવાર તારીખ 25મેના રોજ સાંજે 7:30 થી 10:00 વાગ્યા દરમ્યાન નિકોલસ હોલ, ન્યૂ બ્રન્સવિક, ન્યુજર્સી ખાતે આ ભવ્ય કૉન્સર્ટ યોજાશે. સૃજના એ...
  11:54 AM
 • કેનેડા: ડૉ. નિરંજન શાહને ગુજરાત ગૌરવ એવોર્ડ, CM રૂપાણીએ પાઠવ્યા અભિનંદન
  કેનેડા: ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડા દ્વારા ગુજરાત દિનની ઉજવણીના ભાગરૂપે 20 મેના રોજ ટોરન્ટના Etobicoke ખાતેના શ્રીગેંરી વિદ્યા ભારતી ફાઉન્ડેશન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેનેડા મેડીકલ સર્વિસમાં પ્રદાન બદલ ડો. નિરંજન શાહને ગુજરાત ગૌરવ એવોર્ડ-2017 દ્વારા નવાજવામાં આવ્યા હતા. વિદેશમાં પણ ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખી ગુજરાત દિનની ઉજવણી કરવા બદલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્ર લખી જીપીએસી-કેનેડાના ડિરેક્ટર અને કેનેડામાં વસતા ગુજરાતીઓને...
  May 23, 06:46 PM
 • ટોરન્ટો ખાતે ગુજરાતી લેખક જગદીશ ત્રિવેદીનુ સન્માન, મેયરને અર્પણ કરી બુક
  ટોરન્ટો: ગુજરાત દિવસની ઉજવણીના ભાગરૂપે કેનેડાના પાટનગર ટોરન્ટો ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રેન્ડઝ ઓફ ગુજરાત અને હમ લલિત કલામંચ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા બ્રેમ્પટનના મેયર હાઉસ ખાતે ગુજરાત દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કલા અને સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્રદાન બદલ ગુજરાતથી આવેલા હાસ્યકલાકાર અને લેખક ડો જગદીશ ત્રિવેદીનું શહેરના મેયર લીન્ડા જેફરીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિટી કાઉન્સીલર માર્ટીન અને...
  May 23, 04:52 PM
 • USA: કલાકુંજ સંસ્થા દ્વારા હ્યુસ્ટનમાં 'ગુજરાતનો ટહુકો', ગૂંજી ઉઠ્યું સિવિક સેન્ટર
  અમેરિકાઃ 6 મે શનિવારની સાંજ ગુજરાતના વિવિધ ટહુકાઓથી હ્યુસ્ટનના સ્ટેફર્ડ સિવિક સેન્ટરના હોલમાં, લગભગ એક હજાર પ્રેક્ષકોની હાજરીમાં, ગૂંજી ઉઠી હતી. ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે કલાકુંજ નામની સંસ્થાએ તેના આદ્યસ્થાપક મુકુંદ ગાંધી, પ્રેસિડેન્ટ રસેશ દલાલ, વાઇસ પ્રેસિડેન્ટ ઉમા નગરશેઠ, સેક્રેટરી વિનય વોરા, ડાયરેક્ટર યોગીના પટેલ અને હ્યુસ્ટનના યુવાન કલાકારોના સહયોગથી કલાનો એક ભવ્ય કાર્યક્રમ પ્રસ્તૂત કર્યો હતો. આવો રહ્યો કાર્યક્રમનો માહોલ સંસ્થાના પ્રેસિડેન્ટ અને...
  May 21, 05:44 PM
 • NZ: ધોળેદહાડે પટેલના સ્ટોરમાં ત્રાટક્યા લૂંટારું, કેશ કાઉન્ટર જ ઉપાડી ગયા
  ન્યૂઝીલેન્ડઃ રવિવારે બપોરે પશ્ચિમ ઓકલેન્ડમાં આવેલા પટેલના ડેરી સ્ટોરમાં લૂંટની ઘટના બની, જેમાં લૂંટારાઓ સ્ટોરનું આખું કેશ કાઉન્ટર લઈને જ ફરાર થયા હતા. સશસ્ત્ર અને કાળા કપડા પહેરીને આવેલા લૂટારુંઓને અટકાવવા માટે સ્ટોરમાં કાઉન્ટર પાછળ રહેલી મહિલાએ સામનો કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહી હતી. હાલ પોલીસ સર્વેલન્સ કેમેરાના આધારે લૂંટારુંઓની શોધખોળ કરી રહી છે. શું છે સમગ્ર ઘટના? બપોરે 2 વાગ્યાના અરસામાં સશસ્ત્ર અને બ્લેડ હુડ પહેરીને આવેલી ચાર જણાની ટોળકીએ ન્યૂઝીલેન્ડના પશ્ચિમ ઓકલેન્ડ...
  May 21, 05:40 PM
 • બ્રિટેનનું પ્રથમ હિન્દુ મંદિર છે આ BAPS ધામ, સ્થાપત્યકલા માટે છે જગવિખ્યાત
  યુકેઃ લંડન સ્થિત સ્વામિનારાયણ મંદિર બ્રિટનનું પ્રથમ હિન્દુ મંદિર માનવામાં આવે છે. આ મંદિરની વિશેષતા તેની સ્થાપ્ય કળા અને તેમાં વાપરવામાં આવેલા પત્થરો છે જે આ પહેલાં અન્ય કોઈ મંદિરમાં વાપરવામાં આવ્યા નથી. આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણે કરાવ્યુ હતું, મંદિરનું ઉદ્ઘાટન 1995માં કરવામાં આવ્યુ હતું. આ મંદિરને હવેલીના રૂપમાં ઓળખવામાં આવે છે. આગળ વાંચોઃ મંદિરની વિશેષતા અને જુઓ મંદિરની રમણીય તસવીરો...
  May 21, 04:13 PM
 • US:કોલ સેન્ટર કૌભાંડમાં ગુજરાતી મહિલા દોષિત, કરોડોની છેતરપિંડીનો આરોપ
  અમેરિકાઃ અલ્બામામાં રહેતી એક ગુજરાતી મૂળની અમેરિકન મહિલાએ ભારતમાં કોલ સેન્ટર ચલાવીને કરેલા લાખો ડોલરના કૌંભાડમાં સામેલ હોવાની વાત સ્વીકારી છે. ભારતમાં ચાલતા આ ફેક કોલ સેન્ટરના માધ્યમથી અમેરિકન લોકો પાસેથી લાખો ડોલરની છેતરપિંડી કરવામાં આવી હતી. 46 વર્ષીય નીલમ પરીખ અમેરિકાની ટેક્સાસ કોર્ટમાં જજ ડેવિડ હિટનર સામે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. અમેરિકાના ન્યાયિક વિભાગે જણાવ્યું કે, નીલમ પરીખે ત્રણ અન્ય ભારતીય મૂળના નાગરિકો સહિત પોતાનો ગુનો કબૂલ્યો છે. આ મામલે કોર્ટ 11 ઓગસ્ટના રોજ સજા...
  May 20, 11:25 AM
 • કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં ડિનરનું હિન્દુ સમુદાય દ્વારા આયોજન
  અમેરિકાઃ એટલાન્ટા હિન્દુ સમુદાય દ્વારા કોંગ્રેસના કેરેન હેન્ડલના સન્માનમાં એક ખાસ ડિનર રીસેપ્શનું આયોજન કરવામાં આવ્યું છે. ડિનરનું આયોજન 19 મેના રોજ આશિયાના બેન્ક્વેટ હોલ ખાતે કરવામાં આવ્યું છે. આ આયોજનમાં શિવ અગ્રવાલ, ગોકુલ કુનાથ, ડો. વાસુદેવ પટેલ, અમિતાભ શર્મા, સ્નેહા મહેતા, પંડિત જ્ઞાન પ્રકાન ઉપાધ્યાય, ચંદ્રકાંત પટેલ, પરીક્ષત શર્મા, રવિ ચાંદેર, ધીરૂ શાહ નારાયણ સ્વામી હાજર રહેશે. કેરેન હેન્ડલ જ્યોર્જિયા રાજ્યના એક અમેરિકી પૉલિટિશન છે, જે જ્યોર્જિયાના 26માં રાજ્ય સચિવ તરીકે કાર્યરત...
  May 19, 06:23 PM
 • અમેરિકામાં ગેરકાયદે ઘૂસ્યો ગુજરાતી પટેલ, માત્ર 8 જ દિવસમાં મળ્યું મોત
  અમેરિકાઃ એટલાન્ટા ઇમિગ્રેશનમાં એક અટકાયતી ગુજરાતી પટેલનું શંકાસ્પદ મૃત્યું થયાના સમાચાર સામે આવ્યા છે. શ્વાસની તકલીફ માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ તેમનું મૃત્યું થયું હોવાનું ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(ICE)ના અધિકારીઓએ જણાવ્યું હતું. અતુલકુમાર બાબુભાઈ પટેલ 10મેના રોજ ક્વિટોથી એટલાન્ટા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે જરૂરી ઈમિગ્રેશન દસ્તાવેજો ન હોવાના કારણે તેમને ICEની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. મેડિકલ તપાસ દરમિયાન શ્વાસની તકલીફ હોવાનું સામે આવતા તેમને...
  May 19, 11:52 AM
 • UK: 'પટેલના રેસ્ટોરાંમાં પીરસાય છે માનવ માંસ', ફેક ન્યૂઝ બાદ હોબાળો
  યુકેઃ 60 વર્ષ જૂની ભારતીય રેસ્ટોરાંનો એક ફેક રિપોર્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, હોટલ માલિક રાર્જન પટેલ તેમના રેસ્ટોરાંમાં માનવ માંસ પીરસે છે. આ રિપોર્ટ ફેસબુક પર વાયરલ થયા બાદ હવે રેસ્ટોરાં માલિકને તેને બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. માનવ માંસ વેચવાનો આ લેખ એક પ્રેંક(ટીખળ) ન્યૂઝ સાઈટ પરથી વાયરલ થયો છે, જેના પર કોઈ પણ અજાણ્યો યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરીને શેર કરતા પહેલા પોતાના નકલી સમાચાર સબમિટ કરી શકે છે. જો કે, દક્ષિણ પૂર્વ લંડનમાં આવેલી...
  May 18, 05:18 PM
 • અમેરિકાના બોસ્ટનમાંથી ભારતીય યુવક ગુમ, બીજા દિવસે મળી આવી કાર
  અમેરિકા: બોસ્ટનમાં એક 26 વર્ષીય ભારતીય-અમેરિકન યુવક ગુમ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. રામ જયાકુમારને શુક્રવારે છેલ્લે બોસ્ટન સ્ટ્રીટ પર કાર પાર્ક કરતા જોવા મળ્યો હતો. લેગ્ઝિંગટન પોલીસ પ્રમાણે, જયાકુમારના માતા-પિતાએ ફરિયાદ કરી છે. આ વિશે પોલીસે લોકોને આગ્રહ કર્યો છે કે રામ જયાકુમાર વિશે કોઈની પાસે કોઈ જાણકારી હોય તે તેઓ અચૂક શેર કરે. સ્થાનિક મીડિયા અનુસાર, જયાકુમારે તેના માતાપિતાને શુક્રવારે કહ્યું હતું કે, તે એક કલાકમાં આવી જશે, પરંતુ તે ત્યારથી આવ્યો નથી. જયાકુમારની કાર પણ શનિવારે...
  May 17, 03:28 PM
 • SA: મેડિકલની સીટ વેચવાના કૌભાંડમાં ગુજરાતી સહિત 3 ભારતીય અરેસ્ટ
  જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં ભારતીય મૂળના 3 લોકો ભ્રષ્ટાચારના મોટા કૌભાંડમાં ફસાઈ ગયા છે. આ ત્રણેયની એક યુનિવર્સિટીની મેડિકલ કોલેજની સીટો ભારતીય વિદ્યાર્થીઓને વેચવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને મેડિકલ સીટ વેચવાના મામલામાં 44 વર્ષિય વર્ષા, ડરબનમાં લિટલ ગુજરાતી રેસ્ટોરાંના 46 વર્ષિય માલિક હિતેશ કુમાર ભટ્ટ અને સ્કૂલ શિક્ષક 55 વર્ષીય પ્રેશની હીરામણનું નામ સામેલ છે. આ એ સિન્ડિકેટના સભ્યો છે જે કાઝુલૂ-નેટલ યુનિવર્સિટીના નેલ્સન આર મંડેલા સ્કૂલ ઓફ મેડિસિનમાં મેડિકલ અને...
  May 16, 06:38 PM
 • UKના વૃદ્ધો માટે ગુજરાતીનું કેર હોમ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે એવી સુવિધા
  યુકેઃ સામાન્ય રીતે કેર હોમ વૃદ્ધ, અસમર્થ, શીખવાની અસમર્થતા ધરાવતા, લાંબા અથવા ટૂંકા સમયની આરોગ્યની બીમારીઓ ધરાવતા અથવા વ્યસની જેવા અનેક લોકો માટે રહેવાની સુવિધા પૂરી પાડે છે, જ્યારે કેટલાક કેર હોમ્સ નર્સિંગની સંભાળ પણ પૂરી પાડે છે. અહીંયા અમે એક એવા કેર હોમની વાત કરી રહ્યા છીએ જે કોઈ ફાઈવ સ્ટાર હોટલથી કમ નથી, ઉપરાંત તેને અદ્યતન અને ખાસ હેતુથી નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાતી મૂળના સંદિપ રૂપારેલિયાની સંસ્થા Angel Care PLC અને MNS Care PLC હેઠળ તૈયાર કરવામાં આવેલું આ કેર હોમનું નામ છે સાઈ રામ વિલા. સાઈ રામ...
  May 16, 06:16 PM
 • વારંવાર વિઝા કેન્સલ થવા પાછળ એજન્ટો દ્વારા અધૂરી કાર્યવાહી જવાબદાર
  ભુજ(સૂર્યકાંત જાદવા દ્વારા): કચ્છના લોકો બ્રિટન સાથે વ્યવસાયિક નાતો ધરાવે છે ત્યારે અહીંના લોકોને એજન્ટ્સ છેતરી જાય તે માટે સાવચેત રહેવું પડશે. વિઝા ઇચ્છુક લોકોઅ એજન્ટસના બદલે અમદાવાદમાં આવેલી બ્રિટિશ કાઉન્સિલની કચેરીએ સંપર્ક કરવો જોઇએે તેમ ભુજમાં સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવમાં અમદાવાદની કોન્સ્યુલેટ કચેરીથી આવેલા ડેપ્યુટી હાઇ કમિશનર જ્યોફ વેઇએ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ભુજમાં સ્વામિનારાયણ મંદિરના અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિમાં કોન્સ્યુલેટ ડેપ્યુટી હાઇ કમિશનરે...
  May 16, 11:48 AM
 • 71 દેશો ભારતીય પાસપોર્ટ ધારકને આપે છે વિઝા-ઓન-અરાઇવલ, ગુજરાતીઓ માટે છે ખાસ
  દુબઈઃ વિઝાનું નામ પડે અને ગુજરાતીઓનું ધ્યાન ન ખેંચાઇ એવું તો બનતું હશે. વિશ્વના અનેક દેશોમાં ગુજરાતીઓ સ્થાયી થઇ ડંકો વગાડી રહ્યા છે. આ સાથે વિદેશમાં ફરવા જવાનો ચસ્કો પણ ગુજરાતીઓમાં ધીમે ધીમે વધી રહ્યો છે. જોકે, ગુજરાતીઓના આ શોખ આડે વિઝાનો પ્રશ્ન ખૂબ નડી રહ્યો છે. પરંતુ અમે તમને અહીં એવા કેટલા દેશોની યાદી આપીશું, જ્યાં જવા માટે વિઝાની જરૂર પડતી નથી અથવા જે-તે દેશમાં એરપોર્ટ પર ઉતરો એટલે તરત જ વિઝા આપી દેવામાં આવે છે. 1લી મેથી દુબઈમાં વિઝા ઓન અરાઈવલની સુવિધા થઈ સક્રિય અમેરિકન વિઝા ધારક...
  May 14, 05:56 PM
 • કાગડા બધે કાળા, ગુજરાતીઓને બ્રિટનના રસ્તે પણ નડે છે ખાડા!
  બ્રિટનઃ આમ તો કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પરંતુ લંડનમાં વસતા ગુજરાતીઓને ન ગમે તેવા દ્રશ્યો હવે જોવા પડી રહ્યા છે. વિદેશની ભવ્ય ઈમારતો અને એડવાન્સ ટેકનોલોજીથી અંજાઈને ઘણા લોકો ત્યાં જતા હોય છે. જો કે, તાજેતરમાં બ્રિટનમાં વસતા ગુજરાતી લોકો એક અનોખી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. ભવ્યતાથી છલોછલ બ્રિટનમાં પણ ગુજરાતીઓને ખાડાઓના ત્રાસનો સામનો કરવો પડી રહ્યો છે. સામન્ય રીતે વરસાદ પડ્યા બાદ રસ્તાઓ પર ખાડા પડી જતા હોય છે, જેના કારણે વાહન ચાલકોને ઘણી મૂશ્કેલીઓનો સામનો...
  May 14, 05:17 PM
 • આ ગુજરાતી કંપની NZ ક્રિકેટ ટીમને કરશે સ્પોન્સર, જર્સી પર જોવા મળશે લોગો
  ન્યુઝીલેન્ડ(ધાર્મિક દેસાઈ દ્વારા):ગુજરાતી કંપની અમુલ જે એશિયામાં દૂધની મોટામાં મોટી કંપની કહેવાય છે તે હવે ICC ચેમ્પિયન ટ્રોફી માટે ન્યુઝિલેન્ડ ક્રિકેટ ટીમની મેજર સ્પોન્સર બની છે. આર. એસ. શોઢી કે જેઓ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરસનના ડિરેક્ટર છે તેમને પત્રકાર પરિસદમાં આ જાહેરાત કરી હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટના કોમર્શિઅલ ડિરેક્ટર જેમસ વેર કહ્યું હતું કે, અમે આ પાર્ટનરશીપથી ઘણા ખુશ છીએ અને અમે અમુલ સાથે બહુ લાંબા સમય સુધી કામ કરવાની આશા રાખીએ છીએ. જેમ્સ વેર સાથે ન્યુઝિલેન્ડના...
  May 14, 04:37 PM
 • કેનેડામાં આ ભારતીય હોટલ ભૂખ્યાને જમાડે છે ફ્રીમાં, ગરીબની ઇચ્છા મુજબ બને છે ભોજન
  કેનેડાઃ ભારતના વિવિધ મંદિરો તથા સંસ્થાઓમાં સદાવ્રતનું ચાલતું હોય છે, આ જ પરંપરા વિદેશમાં વસતા ભારતીયોએ પણ જાળવી રાખી છે. કેનેડામાં એક ભારતીયએ ભૂખ્યા લોકોને ભોજન આપવાની અનોખી સેવા કરી રહ્યો છે. અહીંયા એ લોકોને જમવાનું પીરસવામાં આવે છે, જેમની પાસે ભોજન ખરીદવાના પૈસા નથી. આ રેસ્ટોરાં કેનેડાના એડમોન્ટન શહેરમાં આવેલી જ્યા, જે જે ભૂખ્યા લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે. માત્ર ભૂખ્યાને ભોજન જ નહીં પણ તેમની પસંદ નાપસંદનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ઘણા લોકો આવે છે નિયમિત જમવા ભારતીય મૂળના...
  May 14, 02:39 PM