Home »Uttar Gujarat »Latest News »Patan» Rap In Dindarel Rap Case

ડીંડરેલ બાળાત્કાર કેસઃ છરીની અણીએ રેપ કરનાર ઝબ્બે

Bhaskar News, shidhapur | Oct 23, 2012, 02:41 AM IST

પીડિતાને મેડિકલ ચેકઅપ કરાવવાનો કોર્ટનો આદેશ સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે ૧૮ વર્ષની એક યુવતીને છરી બતાવીને ધમકાવી વાડામાં લઇ જઇને બળાત્કાર કર્યાની ફરિયાદના પગલે આરોપીને કાકોશી પોલીસે અટક કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. આ અંગે યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે, ૧૭મી ઓક્ટોબરે રાત્રે ૧૨ કલાકે તેણી આંગણામાં સૂતી હતી તે દરમિયાન જલાજી ઠાકોરે છરી બતાવીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી ઘર, વાડામાં લઇ જઇને ચાર વાર બળાત્કાર ગુજાર્યો હતો. જે અંગે તેણીના પરિવારજનો આરોપીને ઠપકો આપવા ગયા હતા પણ તેમને પણ મારમરાયો હતો. જ્યારે પીડિતાના કાકાના દીકરાએ જણાવ્યું હતું કે, આરોપીના પરિવારજનોને કહેવા જતાં આરોપીના પિતાએ તમારી છોકરી કહ્યામાં નથી તેમાં અમારો શો વાંક તેવું કહેતાં અમારે કાકોશી પોલીસમાં ફરિયાદ કરવી પડી છે. ઘટતી કાર્યવાહી થશે બળાત્કારની ફરિયાદ કરતાં કોર્ટના આદેશ મુજબ આરોપીને અટક કરીને જેલના હવાલે કર્યો છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરાશે તેવું પીએસઆઇ ચાવડાએ જણાવ્યું હતું.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: rap in Dindarel rap case
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext