Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Women Break Hotel Mirror In Khedbrahma

ખેડબ્રહ્મામાં મહિલાએ હોટલના કાચ તોડ્યા, શાળાએ જતા વિદ્યાર્થીઓમાં નાસભાગ

Bhaskar News, Khedbrahma | Mar 21, 2017, 01:20 AM IST

  • ખેડબ્રહ્મામાં મહિલાએ  હોટલના કાચ તોડ્યા, શાળાએ જતા વિદ્યાર્થીઓમાં નાસભાગ,  sabarkantha news in gujarati
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં એક વિક્ષુબ્ધ મહિલાએ પથ્થરમારો કરતા અફડાતફડી મચી જવા પામી હતી. પથ્થરમારામાં એક હોટલના કાચ તૂટી ગયા હતા. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પથ્થરમારાનો ભોગ બન્યા હતા. કોઇને ઇજા પહોંચી ન હતી.
 
ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સોમવારે સાડા છ વાગ્યાના સુમારે એક વિક્ષુબ્ધ મહિલાએ આતંક મચાવ્યો હતો અને છૂટાહાથે પથ્થરમારો કરતા કોલેજ-શાળાએ જતા વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. વિક્ષુબ્ધ મહિલાએ ગોપી ડાઇનીંગ હોલ ઉપર પથ્થરમારો કરતા હોટલનો કાચ તૂટી ગયો હતો. જેથી હોટલ માલિકને મોટુ નુકશાન થવુ હતું. આ અંગે ગોપી ડાઇનીંગ હોલના માલિકે પોલીસ સ્ટેશને જાણ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Women break hotel mirror in Khedbrahma
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended