Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Try To Killed In Accident From Intent To Rape Two Minor Girl At Vijaynagar

બે સગીરાને દુષ્કર્મ કરવાના ઇરાદે કચડી નાખનાર કાર આભાપુરની

Bhaskar News, Vijaynagar | Mar 19, 2017, 02:50 AM IST

  • બે સગીરાને દુષ્કર્મ કરવાના ઇરાદે કચડી નાખનાર કાર આભાપુરની,  sabarkantha news in gujarati
વિજયનગર:આંતરસુમ્બા ગામની બે બહેનોને દુષ્કર્મ ગુજારવાના ઇરાદે ખેંચી જવાની ઘટના બાદ બન્નેને ગાડીથી કચડી નાખવાનો પ્રયાસ કરનાર યુવકો જે ગાડી લઇને આવ્યો હતા તે સ્પેશિયો ગાડી આભાપુરના ઇસમની હોવાનું ખુલતા પોલીસે ગાડીના ચાલક અને તેના બે સાથીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ ઘટનામાં સંડોવાયેલા ચારેય યુવકો ફરાર થઇ ગયા છે જેમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અને ગાડી કબ્જે લઇ લીધી હતી. આ ઘટના અંગે એફએસએલની ટીમે લોહીના નમૂના લઇ આગળની તપાસ હાથ ધરી છે

બે બહેનોને કચડી નાખવાનો પ્રયાસ કરાયો હતો

11મી તારીખે આશ્રમના બજારમાંથી ખરીદી કરી પોતાના ઘરે પરત જઈ  રહેલી આંતરસુમ્બા ગામની બે દલિત બહેનોને દુષ્કર્મ કરવાના ઇરાદે ખેંચી જવા કોશિશ કરી હતી. જેમાં તેઓ તાબે થઇ ન હતી જેમને ટક્કર મારી  મારી નાખવાની કોશિશ કરી હતી. જેમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના છ દિવસ બાદ પોલીસે સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ જઈ  ઘાયલ બહેનોનું નિવેદન લઇ સ્પેશીયો ગાડીના ચાલક અને તેના બે સાથીઓ વિરુદ્ધ ગુરુવારે મોડી  રાત્રે  ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

એફએસએલની ટીમે લોહીના નમૂના લઇ આગળની તપાસ હાથ ધરી

જેમાં સ્પેશીયો ગાડી અભાપુર ગામના ચંદુભાઈ ડામોરની હોવાનું પોલીસ ઇન્સ્પેકટર એ.એન. ગઢવીએ જણાવ્યું હતું. આ ઘટનાનો ભોગ બનેલી બહેનોએ આપેલા નિવેદન આનુસાર   ગાડી અભાપુર ગમન ચંદુભાઈ ડામોરનો દીકરો મુકેશ ચલાવતો હતો. જેની સાથે આ ઘટનામાં અભાપુર ગામના જ પ્રકાશકુમાર સવજીભાઈ તાવિડ,મહેશકુમાર  થાવરાભાઈ તાવિડ, રાહુલ ઈશ્વરભાઈ  તાવિડ સામેલ હોવાનું પોલીસે જણાવ્યું હતું. વધુમાં શનિવારે આ ઘટનામાં વપરાયેલી સ્પેશિયો ગાડીને પોલીસે કબ્જે લીધી હતી. જેના એફએસએલની ટીમે લોહીના નમૂના લઇ આગળની તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Try To Killed in Accident From Intent To Rape Two Minor Girl at Vijaynagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended