Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Standard 9th Student With Man Raped In Bus Stand At Modasa

મોડાસા: બિસ્કીટમાં કેફી પદાર્થ ખવડાવી ધો.9ની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યુ

Bhaskar News, Modasa | Mar 19, 2017, 02:42 AM IST

  • મોડાસા: બિસ્કીટમાં કેફી પદાર્થ ખવડાવી ધો.9ની છાત્રા પર દુષ્કર્મ ગુજાર્યુ,  sabarkantha news in gujarati
મોડાસા:મોડાસાના સહારા સોસાયટી વિસ્તારમાંથી પસાર થતી ધોરણ-9ની છાત્રાને બીસ્કીટમાં કેફી પદાર્થ ખવડાવી, અપહરણ કરી શીણોલ ગામના બસ સ્ટેન્ડમાં દુષ્કર્મ ગુજાર્યુ હતું. જે અંગે ટાઉન પોલીસે મુસ્લિમ યુવક વિરુદ્વ અપહરણ, દુષ્કર્મ અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ભાન ભૂલેલી આ છાત્રા આ યુવકના પાછળ દોરાઇ 

નગરના સહારા સોસાયટીમાં રહેતા એક પરિવારની 16 વર્ષની સગીરા ગત 10 મી માર્ચના રોજ તેના મામાના ઘરેથી નમાજ પઢવા તેણીની બહેનપણીના ઘરે જઇ રહી હતી ત્યારે રસ્તામાં બીજી છોકરીઓ ઉભેલ હોઇ આ સગીરા વાત કરવા ઉભી રહી હતી. તે દરમ્યાન આ સ્થળે આવી ચડેલા શાહીલ નામના યુવકે તેણીને બે બીસ્કીટ ખાવા આપ્યા હતા. તે અરસામાં એજાજ નામનો યુવક આવ્યો હતો અને ભાન ભૂલેલી આ છાત્રા આ યુવકના પાછળ દોરાઇ હતી.

યુવક વિરુદ્વ અપહરણ અને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

અંધારામાં યુવકે આ સગીરાનો હાથ પકડી કેનાલ તરફ દોરી ગયો હતો અને ત્યાંથી કેનાલના રસ્તે આ 16 વર્ષની યુવતીને શીણોલ ગામના બસસ્ટેન્ડમાં લઇ જઇ આ યુવકે આ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાની મરજી વિરૂદ્વ દુષ્કર્મ આચરી આ યુવકે તેણીને કોઇને પણ કંઇ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પુંસરી ગામે રહેતા યુવકની માસીના ઘરે આ સગીરાને લઇ જવાઇ હતી અને ત્યાં આવી ચડેલા આ યુવકના પિતાએ આ સગીરાને તેણીના માતાને સોંપી દેવાતાં ઘરે આવેલી આ સગીરાએ ગત શુક્રવારના રોજ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પોતાને લલચાવી ફોસલાવી ઉપાડી લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી.

મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેકટર એન.કે.રબારી એ આરોપી એજાજ દિલમહંમદ ભટી રે.સહારા સોસાયટીનાઓ વિરૂદ્વ ઇપીકો કલમ 363,366,376 અને પોકસો એકટ કલમ 4,6,12 હેઠળ ગુનો નોંધી આરોપી ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Standard 9th Student With Man Raped in Bus Stand at Modasa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended