Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Southwest Monsoon Rises Ahead Of The Arabian Sea

અરબી સમુદ્રમાંથી નૈઋત્યનું ચોમાસું આગળ ધપ્યું, ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે

Bhaskar News, Himmatnagar | May 19, 2017, 00:52 AM IST

હિંમતનગર :  ચાલું વર્ષે સતત બદલાતા વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસું વહેલુ બેસે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાંથી નૈઋત્યનું ચોમાસું ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યુ છે તેમાં જો કોઇ વિધ્ન નહી આવે તો ચાલુ માસના અંતે પ્રિમોનસૂન શાવર અને જૂન માસના પ્રથમ સપ્તાહમાં નિયમિત ચોમાસું શરૂ થવા સજ્જ થઇ ચૂક્યું છે.

ચાલુ વર્ષે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલા લોંગટર્મ ફોરકાસ્ટને બદલાતા જતા વાતાવરણે અવાર નવાર એરણે ચઢાવ્યુ છે. મે માસના ત્રીજા સપ્તાહના અંતે ગરમીનો પારો 46-47 ડીગ્રી ને આંબી જવાની સંભાવનાઓ વ્યકત કરાઇ હતી. તેના પણ આસાર જણાતા નથી. તાજેતરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 15 જૂનથી આસપાસ શરૂ થવાની આગાહી કરવામાં આવી હતી. 

પરંતુ અપરએર સાયકલોનીક સરક્યુલેશનની ચાર-ચાર સિસ્ટમ સક્રિય હોવાથી અને વેસ્ટ બિહારથી બંગાળના ઉપસાગર સુધી ટ્રફની સ્થિતિ જોવા મળતાં અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં છવાયેલા વાદળોનો સમૂહ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ ધપી રહ્યો છે. 

જેને કારણે ચાલુ મહિનાના અંત સુધીમાં પ્રિમોનસૂન શાવર અને જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં ચોમાસું બેસી જવાની સંભાવનાઓ પેદા થઇ છે.શનિ-રવિ દરમિયાન વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અને હવામાન વિભાગની આગાહી પહેલા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: southwest monsoon rises ahead of the Arabian sea
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended