Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» PSI Wife Kills Self With Service Revolver In Himmatnagar At Sabarkantha

DG વણઝારાની ભાણીનો પતિની રિવોલ્વરથી આપઘાત, મંજિતા દોડી આવી

divyabhaskar.com | May 07, 2017, 20:56 PM IST

  • PSI ચંદ્રેશ નાયકની શિક્ષિકા પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી
હિંમતનગર: શહેરના મહાવીરનગરમાં મહેસાણાનાં PSI ચંદ્રેશ નાયકની શિક્ષિકા પત્નીએ પીએસઆઈની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. રિવોલ્વરનો અવાજ સાંભળીને બાજુમાં રહેતા લોકો દોડી આવી હતાં. પતિના આડા સંબંધોના કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે વણઝારીની ભત્રીજી મંજીતા હિંમતનગર દોડી ગઈ હતી.
 
આત્મહત્યા કરનાર ગીતાબેન નાયક ડી.જી.વણઝારાની ભાણી 

ગુરૂવારે સવારે અગિયારેક વાગ્યાના સુમારે પતિના પરસ્ત્રી સાથે આડા સબંધોની શંકાને પગલે સ્વયંને ભડાકે દઇ દેનાર ગીતાબેન પૂર્વ આઈપીએસ ડી.જી.વણઝારાની ભાણી થાય છે. જેને પગલે એસ.પી. મંજિતા વણઝારા પણ હિંમતનગર દોડી આવ્યા હતા. મૃતકના નાના ભાઇ રાજુલા તાલુકામાં પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. 
 
પતિના અન્ય યુવતી સાથે સંબંધની આશંકાએ આત્મહત્યા કરી હોવાનું અનુમાન
 
શહેરના મહાવીરનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ચંદ્રેશભાઇ.વી.નાયક વસઇ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે અને તેમના પત્નિ ગીતાબેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ગુરૂવારે સવારે ચંદ્રેશ.વી.નાયક એક આરોપીને દિલ્હીથી લઇને આવેલા હોવાથી અને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી તેને લઇને ઘેરથી નિકળ્યા હતા ત્યારે ચંદ્રેશભાઇનો ફોન ચાલુ હતો આથી ગીતાબેનને સતત બીઝી ટોન મળી રહ્યો હતો. 
 
ચંદ્રેશભાઇએ કોલ-બેક કરતાં ગીતાબેનની ધિરજનો અંત આવી ગયો હતો અને તેમણે કહ્યુ હતું કે તમે બીજી સ્ત્રીઓનો મોહ છોડી શકતા નથી, તમને હું નડુ છું. ચંદ્રેશભાઇએ સમજાવવાનો પ્રયાસ કરતાં ગીતાબેને ફોન દીકરી ગટુને આપી દીધો હતો અને તેમણે દીકરીને મમ્મીની સાથે રહેવા તથા હું પરત આવુ છું તેમ કહેતાં પાંચ વર્ષીય દીકરી ગટુએ કહ્યુ હતું કે, પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી મરી ગઇ છે. ચકચારી ઘટનાને પગલે પી.એસ.આઇ. ચંદ્રેશ.વી.નાયક હિંમતનગર દોડી આવ્યા હતા અને સાબરકાંઠા એસ.પી. પણ દોડી આવ્યા હતા.
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: PSI wife kills self with service revolver in Himmatnagar at Sabarkantha
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended