Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Name Change And Leave In Himmatnagar, Ahmedabad Crime Branch Capture

50થી વધુ ગુનામાં સંડોવાયેલો નામ બદલી રહેતો’તો,અ'વાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો

Bhaskar News, Himmatnagar | May 19, 2017, 04:53 AM IST

  • 50થી વધુ ગુનામાં સંડોવાયેલો નામ બદલી રહેતો’તો,અ'વાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો,  sabarkantha news in gujarati
હિમતનગર: હિંમતનગરમાં કલેક્ટર કચેરી આગળ યુવકે ચપ્પાના ઘા મારી અપહરણ કરવાના કેસમાં મુખ્ય આરોપીને સ્થાનિક પોલીસ પકડી ન શક્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અન્ય ગુન્હામાં વોન્ટેડ હોવાથી હિંમતનગર આવી અટકાયત કરી લઇ ગઇ હતી તે હુસેનશા કાલુશા દિવાન ને બી ડીવીઝન પોલીસ ટ્રાન્સફર વોરંટથી હિંમતનગર લઇ આવી હતી અને કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી. 

હિંમતનગર શહેરમાં ગત 18/04/17 ના રોજ ઇકબાલશા ઇબ્રાહીમશા દિવાન નામના યુવકને કલેક્ટર કચેરી આગળ ચપ્પાના ઘા મારી અપહરણ કરવામાં આવ્યુ હતુ  અને હુસેન કાળુશા દિવાન સહિત સાતેક ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાઇ હતી. આ ઇસમ વિરુધ્ધ એ.ટી.એમ.ચોરી,બેન્ક તિજોરી ચોરી,ઓઇલ ચોરી,તેલના ડબ્બા ચોરી, અપહરણ સહિતના 50 થી વધુ ગુન્હા રાજ્યભરમાં નોંધાયેલા હોવાનું અને વોન્ટેડ હોવા અંગે તથા નામ બદલી ને છેલ્લા બે એક વર્ષથી હિંમતનગરમાં વસવાટ કરી રહ્યો હોવા અંગે ગત 20/04/2017 ના રોજ પોલીસ સમક્ષ રજૂઆત થઇ હતી અને આ ઇસમ રફીકશા ના નામે સવગઢના ઝહીરાબાદમાં અલહૂસેની મસ્જિદ પાસે રહી ચરસ-ગાંજાના વેપાર કરતો હોવા અંગે તેમાં જણાવાયુ હતું. 

બબ્બે વર્ષથી હિંમતનગરમાં બોગસ ઓળખકર્ડ બનાવી રહેતા કુખ્યાત હીસ્ટ્રીશીટરને પોલીસ પકડી ન શકી  અને ગત સપ્તાહમાં અમદાવાદની પોલીસને વોન્ટેડ આરોપી હુસેનશા કાલુશા દિવાન હિંમતનગરમાં રહેતો હોવાની જાણ થતાં આવીને અટકાયત કરીને લઇ ગઇ હતી.ત્યાર બાદ બુધવારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ ટ્રાન્સફર વોરંટથી અપહરણના વોન્ટેડ આરોપીને હિંમતનગર લઇ આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: name change and leave in himmatnagar, ahmedabad crime branch capture
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended