Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» More Than 50 Person Group Attacked On Shamlaji RTO Check Post, 4 Accused Arrested

શામળાજી RTO ચેકપોસ્ટ પર ટોળાની તોડફોડ, 2 દિવસથી મચાવે છે આતંક

Bhaskar News, Shamlajji | Apr 19, 2017, 08:19 AM IST

  • શામળાજી RTO ચેકપોસ્ટે હુમલો થતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી
શામળાજી:શામળાજી આરટીઓ ચેકપોસ્ટને ડિજિટલ બનાવ્યા બાદ ગાડીઓ બારોબાર પાસ કરાવવાનો ગોરખધંધો બંધ થઇ જતાં 50થી વધુ અસામાજિક તત્વોના ટોળાએ રવિવારે રાત્રે આરટીઓ ઉપર ઘાતક હથિયારો ધસી આવી તોડફોડ કરી હતી. તેમજ આરટીઓ અધિકારી સાથે ઝપાઝપી કરી બાનમાં લેવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને પગલે સોમવારે સાંજે વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયા સહિતનો કાફલો ચેકપોસ્ટ દોડી આવ્યો હતો. દરમિયાન, આ ઘટના અંગે 16 શખસો સામે નામજોગ તેમજ 25 શખસોના ટોળા સામે રાયોટિંગ, સરકારી માલ મિલકતને નુકસાન  સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો.
 
50થી વધુ શખસોના ટોળાએ આરટીઓ ઉપર તોડફોડ કરી
 
રવિવારની ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાતાં ઉશ્કેરાયેલા ફોલ્ડરોએ તેમના સાગરિતો સાથે મળી સોમવારે મોડી રાત્રે ફરીથી ચેકપોસ્ટ પર આતંક મચાવ્યો હતો. જોકે,પોલીસ પહોંચી જતાં ટોળું ભાગી ગયું હતું. પોલીસે 4 શખસોની ધરપકડ કરી એક વાહન જપ્ત કર્યું છે. શામળાજી આરટીઓ ચેકપોસ્ટને થોડા સમય અગાઉ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝડ કરાતાં બારોબાર ગાડીઓ કઢાવતા દલાલો (ફોલ્ડરો)નું સામ્રાજ્ય બંધ થઇ ગયું છે. ત્યારે રવિવારે રાત્રે 50થી વધુ શખસોના ટોળાએ આરટીઓ ઉપર તલવાર, ધારિયા, લાકડીઓ જેવા ઘાતક હથિયારોથી તોડફોડ કરી આરટીઓને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
 
નોંધી કાર્યવાહી હાથ ધરાઇ
 
ફરજ પરના આરટીઓ અધિકારી ધર્મેશ સુરેશભાઈ પટેલ સાથે ઝપાઝપી કરી હતી. આ ઘટનાને પગલે આરટીઓ અધિકારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો અને બનાવ અંગે વાહન વ્યવહાર વિભાગને જાણ કરાતાં વાહન વ્યવહાર મંત્રી વલ્લભ કાકડીયા અને કમિશનર તેમજ અરવલ્લી એસપી સહિતનો કાફલો સોમવારે સાંજે આરટીઓ ખાતે દોડી આવ્યો હતો. આ ઘટના અંગે શામળાજી પોલીસે હુમલો કરનારા 16 શખસોની નામજોગ તેમજ અન્ય 25 લોકોના ટોળા સામે આઈપીસી 143, 147, 149, 323, 398, 353, 332, 186, 504, 506/2 તથા જીપી એકટ 135 અને પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ 1984ની કલમ 3, 7 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો સ્કોર્પિયો સાથે 4 ફોલ્ડરિયાઓની ધરપકડ...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: More than 50 person group attacked on Shamlaji RTO Check post, 4 accused arrested
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended