Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Marriage Life Sad End: Doughter Say Papa Mummy Death

પુત્રીએ PSI પિતાને ફોન કરી કહ્યું, મમ્મીએ ગોળી મારી લીધી, એ તો મરી ગઇ

Bhaskar News, Himmatnagar | Apr 21, 2017, 09:58 AM IST

  • ગીતાબેને લોડેડ પિસ્તોલ જમણા લમણા ઉપર મૂકી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી.
હિંમતનગર: શહેરના મહાવીરનગરમાં રહેતા અને મહેસાણા જિલ્લાના વસઇ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ નાયકને સવારે પત્ની સાથે વાતચીત કરવા દરમિયાન ચાલુ ફોને જ પાંચ વર્ષીય દીકરીએ માતાની આત્મહત્યાની હદયદ્રાવક ઘટના અંગે સમાચાર આપ્યા હતાં. બાદમાં કહ્યું હતું કે, 'પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી તો મરી ગઇ.'
 
 
પત્નીને પતિનો ફોન સતત વ્યસ્ત મળી રહ્યો હતો
 
ચકચારી ઘટનાને પગલે લોકોના ટોળાં ઉમટ્યાં હતાં અને એસ.પી. સહિતનો કાફલો ઉતરી પડ્યો હતો. પોતાના આડા સંબંધોથી પત્નીને મરવા મજબૂર કરી હોવા અંગે પીએસઆઇ ચંદ્રેશ નાયક સામે તેના સાળાએ ફરિયાદ નોંધાવી છે. શહેરના મહાવીરનગરની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા ચંદ્રેશભાઇ.વી.નાયક વસઇ ખાતે પી.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. તેમના પત્નિ ગીતાબેન હિંમતનગર તાલુકાના ઇલોલની આશ્રમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. ગુરૂવારે સવારે ચંદ્રેશ.વી.નાયક એક આરોપીને દિલ્હીથી લઇને આવેલા હોવાથી અને કોર્ટમાં રજૂ કરવાનો હોવાથી તેને લઇને ઘેરથી નીકળ્યા હતા ત્યારે ચંદ્રેશભાઇનો ફોન ચાલુ હતો આથી ગીતાબેનને સતત બીઝી ટોન મળી રહ્યો હતો. 
 
તમે બીજી સ્ત્રીઓનો મોહ છોડી શકતા નથી,  તમનં હું નડું છું
 
ચંદ્રેશભાઇએ કોલ-બેક કરતાં ગીતાબેનની ધીરજનો અંત આવી ગયો હતો અને તેમણે કહ્યુ હતું કે તમે બીજી સ્ત્રીઓનો મોહ છોડી શકતા નથી, તમને હું નડુ છું. ચંદ્રેશભાઇએ સમજાવવાનો પ્રયાસ કરતાં ગીતાબેને ફોન દીકરી ગટુને આપી દીધો હતો અને તેમણે દીકરીને મમ્મીની સાથે રહેવા તથા હું પરત આવુ છું તેમ કહેતાં પાંચ વર્ષીય દીકરી ગટુએ કહ્યુ હતું કે, પપ્પા મમ્મીએ ગોળી મારી દીધી, મમ્મી મરી ગઇ છે. ચકચારી ઘટનાને પગલે પી.એસ.આઇ. ચંદ્રેશ.વી.નાયક હિંમતનગર દોડી આવ્યા હતા અને સાબરકાંઠા એસ.પી. પણ દોડી આવ્યા હતા.
 
આગળ વાંચો:  બે નાની દીકરીઓએ માતાનું છત્ર ગુમાવ્યુ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: marriage life sad end: Doughter say papa mummy death
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended