Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Jeep Tyre Blast Near Himmatnagar, Death Of Accused Woman And Constable

હિંમતનગર: જીપનું ટાયર ફાટતાં 30 ફૂટ ફંગોળાઇ, આરોપી મહિલા અને કોન્સ્ટેબલનાં મોત

Bhaskar News, Himmatnagar | May 19, 2017, 00:25 AM IST

હિંમતનગર:  હિંમતનગર સબજેલમાંથી હત્યાની તહોમતદાર મહિલાને અરવલ્લી જિલ્લાની સબલપુર કોર્ટમાં રજૂ કરવા લઇ જતી વખતે  જવાનગઢ નજીક પોલીસ જીપનું ટાયર  ફાટી જતાં  સર્જાયેલા અકસ્માતમાં તહોમતદાર મહિલા અને પોલીસ કોન્સ્ટેબલને જીવલેણ ઇજાઓ થતાં વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જતી તખતે કાળ ભરખી ગયો હતો. જ્યારે ડ્રાયવર અને મહિલા લોક રક્ષકને હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. 

ગુરૂવારે સવારે ભિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હત્યાની તહોમતદાર મહિલા જ્યોત્સનાબેન વિરજીભાઇ અસોડા (ઉ.વ.40 રહે. પાલકુડોલ.તા.ભિલોડા) ને સબલપુર કોર્ટમાં રજૂ કરવાની હોવાથી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ.ડી.ગામેતી (ઉ.વ.38), મહિલા લોકરક્ષક ભાવનાબેન.કે.બારીયા અને ડ્રાયવર બીજેશભાઇ કેશાભાઇ પટેલ પોલીસ જીપ લઇને નિકળ્યા હતા. નેશનલ હાઇવે નં-8 ઉપર જવાનગઢ પાટીયા નજીક સવા દસેક વાગ્યેના સુમારે ટાયર ફાટી જતાં જીપ બે-ત્રણ પલટી ખાઇને રોડથી પચ્ચીસ-ત્રીસ ફૂટ દૂર દસેક ફૂટ નીચે પટકાઇ હતી અને ખેતરની વાડને અટકી ઉભી રહી હતી.
 
ગાંભોઇ પી.એસ.આઇ.અભિષેક ધવને વિગત આપતાં જણાવ્યું હતું કે, ગુરૂવારે સવારે જવાનગઢ નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મહિલા તહોમતદાર જ્યોત્સનાબેન અસોડાને જીવલેણ ઇજાઓ થતાં હિંમતનગર લાવી તાત્કાલિક વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયા હતા. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ લાવ્યા બાદ પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઇ ગામેતીને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ રીફર કરવાનો નિર્ણય લેવાયો હતો.

પરંતુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવે તે દરમિયાન તેમનુ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અમદાવાદ  મોકલવામાં આવેલા જ્યોત્સનાબેન અસોડાનુ  પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. પોલીસ કર્મી બાબુભાઇ ગામેતીનું ફરજ દરમિયાન કરૂણ મોત નિપજતાં પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાવા પામી હતી.
 
 મૃતકના નામ 
- બાબુભાઇ ગામેતી (પો.કર્મી )
- જ્યોત્સના(તહોમતદાર મહીલા)
 
 ઇજાગ્રસ્તોના નામ 
- ભાવના બારીયા (લોક રક્ષક)
- બ્રીજેશભાઇ પટેલ (ચાલક)
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: jeep Tyre blast near himmatnagar, Death of accused woman and constable
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended