Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Gang Attack In Bhilodas Takatuka, Fire In Vehicles

ભિલોડાના ટાકાટુકામાં 150નું ટોળું ધસી આવ્યું, વાહનોમાં તોડફોડ, આગ ચાંપી

Bhaskar News, Bhiloda | May 18, 2017, 00:19 AM IST

  • સમગ્ર ગામને બાનમાં લઇ ઘરોમાં તોડફોડ મચાવી હતી.
ભિલોડા:  ભિલોડાના ટાકાટુકા ગામે અઠવાડિયા અગાઉ થયેલા વરઘોડામાં બબાલને મામલે અદાવત રાખી 150 થી વધુના ટોળાએ ગામ પર વાહનોની તોડફોડ તિક્ષ્ણ હથિયારથી હુમલો લૂંટ ચાલવી હતી. જ્યારે એક મહિલા સાથે મારઝૂડ કરી કપડાં ફાડી નાખી સોનાના દાગીનાની લૂંટ સહીત 7 લાખ થી વધુનું નુકશાન પહોચાડ્યું હતું. આ મામલે પોલીસે 22 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય ટોળા સામે રાયોટિંગનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામે ગત સપ્તાહે લગ્નનો વરઘોડો ચાલુ હતો. તે દરમિયાન સેલ્સટેક્સના આસિસ્ટન્ટ કમિશ્નર અશોકભાઈ અસારી પોતાની કારમાં અમદાવાદ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન કાર આગળ લઇ જવા બાબતે ઘર્ષણ થતાં અધિકારીની કાર પર હુમલો કરી તેમના પુત્ર અને પુત્રીને ઇજાગ્રત કર્યા હતા. 

તે બાબતે ભિલોડા પોલીસે 10 વ્યક્તિઓ સામે ફરિયાદ કરી 7 ની ધરપકડ કરી હતી અને એ સાતેય જામીન પર મુક્ત થયા હતા તે બાબતની અદાવત રાખી ગઈ રાત્રે 150 થી વધુનું ટોળું ટાકાટુકા ગામે ધસી આવ્યું હતું અને સમગ્ર ગામને બાનમાં લઇ ઘરોમાં તોડફોડ મચાવી હતી. 

બહાર પાર્ક કરેલા 15થી વધુ ફોર વ્હીલરની તોડફોડ મચાવી હતી. રસ્તા પર રહેલી 20થી વધુ ટુ વ્હીલરો પણ તોડી નાખ્યા અને પાઈપો ધારીયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરાયો હતો. 

જેમાં જ્યોતીન્દ્ર પટેલને માથાના ભાગે ગંભીર રીતે ઇજા થઇ હતી. જે બાબતની જાણ પોલિસને થતા અરવલ્લી જિલ્લા ડીએસપી કે.એન.ડામોર સહિત જિલ્લાનો તમામ પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી અને હુમલો કરનાર સેલ્સટેક્સ અધિકારી સહીત 22 સામે નામજોગ અને અન્ય સામે હુમલો કરવા બાબતે રાયોટિંગનો ગુન્હો નોંધી જિલ્લાની અલગ-અલગ ટિમો બનાવી આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.
 
વધુ વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gang attack in Bhilodas takatuka, fire in Vehicles
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended