Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» Administration Awakens After The Attack, 100 Encroachment Remove Near Shamlaji Chek Post

હુમલા પછી તંત્ર જાગ્યુ, શામળાજી ચેક પોસ્ટના 2 કિલોમીટરના 100 દબાણો તોડ્યા

Bhaskar News, Shamlaji | Apr 21, 2017, 02:18 AM IST

શામળાજી:  શામળાજીમાં આવેલી આર.ટી.ઓ. ચેકપોસ્ટ ઉપર રવિવારે અને સોમવારે આસપાસના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઘાતક હથિયારો સાથે લઇ આવી તોડફોડ કરાયા બાદ આર.ટી.ઓ.ને બાનમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. ત્યારે આ ઘટના બાદ સફાળા જાગેલા તંત્રે ગુરૂવારે આર.ટી.ઓ. ચેકપોસ્ટની આસપાસમાં આવેલા 2 કિલોમીટરના વિસ્તારના ચલીત અને કાચા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં અદાજે 100થી વધુ જેટલા દબાણો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયા હતા.

શામળાજી ખાતે હુમલાની ઘટના પછી વાહન વ્યવહાર મંત્રી વલ્લભભાઈ કાકડીયા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હુમલો કરનાર 16 શખ્સો સામે નામજોગ તેમજ અન્ય 25 શખ્સો સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે ગંભીર નોધ લઇ આવા હુમલા ભવિષ્યમાં ન થાય તેમજ આર.ટી.ઓ. ઉપરથી ફોલ્ડર રાજ દુર થાય તે માટે ગુરૂવારે એસડીએમ ઇલાબેન આહીર તેમજ 150પોલીસ જવાનો અને અધિકારીઓના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આર.ટી.ઓ. આસપાસમાં આવેલા 2 કિલોમીટરના વિસ્તારના કાચા લારી, ગલ્લાના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બપોર સુધીમાં અંદાજે 100થી વધુ દબાણો દુર કરાયા હતા.

અનેક લોકો બેરોજગાર બન્યા
આર.ટી.ઓ. ચેકપોસ્ટ બનતા આસપાસના લોકોની સંપાદન થયેલી જમીનોનું હજી સુધી એકપણ પૈસો વળતર અપાયું નથી અને ચેકપોસ્ટ પાસે પોતાના માલિકીના સર્વે નંબરમાં નાનો મોટો ધંધો કરતા અનેક લોકોના ગલ્લાઅો તોડી નાખતા આ વિસ્તારના 1000થી વધુ ગરીબ લોકો બેરોજગાર બન્યા છે

ચેકપોસ્ટ ઉપર 30 જવાનોની ટુકડી બનશે

આર.ટી.ઓ.કચેરીખાતે ફરજ બજાવતા કર્મચારીઓનું લીસ્ટ બનાવવામાં આવશે.અને તેની લેખિત જાણ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કરવામાં આવશે.વાહન ચાલકોને કોઇ મુશ્કેલી જણાયતો સીધી રજુઆત આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટરને કરી શકે છે. ડી.વાય.અેસ.પી.મોડાસા તથા પ્રાંત અધિકારી,કલેક્ટર સહીત જવાબદાર અધિકારીઓ દ્વારા સઘન સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન હાથ ધરાશે.એસ.આર.પી.ની 30 જવાનોની ટુકડી તૈનાત કરાઇ છે.> શાલિનીબેન અગ્રવાલ, કલેક્ટર
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Administration awakens after the attack, 100 encroachment remove near shamlaji chek post
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended