Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» 44 Degree Temperature In Idar, Break Last 6 Year

ઇડર ધગધગ્યું, પારો 44ને આંબી ગયો, ગરમીએ તોડ્યો 6 વર્ષનો રેકોર્ડ

Bhaskar News, Himmatnagar, Modasa | Apr 12, 2017, 23:38 PM IST

  • 6 વર્ષે ફરી એકવાર ગરમીનો પારો 44ના આંકડો વટાવી ગયો છે.
હિંમતનગર, મોડાસા:સૂર્યનાયરાણ કોપાયમાન થયા હોય તેમ આકાશમાંથી રીતસરની અગ્નિવર્ષા થઇ રહી છે. બુધવારે હિંમતનગર, મોડાસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં હિટવેવની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ હતું, પરંતુ ચૈત્રી દનૈયા તપતાં ઓરેન્જ એલર્ટમાં ફેરવાઇ ગયું છે. બુધવારે મહત્તમ તાપમાનમાં એક સાથે 2 ડિગ્રી જેટલો વધારો થતાં તાપમાન 44.4 ડિગ્રી નોંધાયુ હતું. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં હજુ બે દિવસ સુધી આકાશમાંથી અગ્નિવર્ષા થતી રહેવાની આગાહી કરાઇ છે. ઉ.ગુ.માં વર્ષ 2010ની 12 એપ્રિલે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોચ્યો હતો, ત્યાર બાદના 6 વર્ષે ફરી એકવાર ગરમીનો પારો 44ના આંકડો વટાવી ગયો છે.
 
મંગળવારે સાબરકાંઠા જિલ્લામાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી નોંધાયા બાદ બુધવારે 2 ડિગ્રી જેટલો વધારો થતાં 44.4 ડિગ્રી નોંધાયુ હતું. જે નોર્મલ કરતાં 5 ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન પણ 25.3 ડિગ્રી સુધી પહોંચી ગયુ છે. જેને કારણે વહેલી સવારે સૂર્યનારાયણના દર્શન થતાંની સાથે જ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થવા માંડે છે. 
 
હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ અને મહત્તમ તાપમાન 42 ડિગ્રી થવાની આગાહી કરાઇ હતી, પરંતુ તેમાં પણ અઢી ડિગ્રીનો વધારો નોંધાયો છે અને હિટવેવ સ્થાપિત થઇ ચૂકયું છે. લઘુત્તમ-મહત્તમ તાપમાન 3થી 5 ડિગ્રી વધુ નોંધાઇ રહ્યા છે, એ હજુ આગામી 2 દિવસ હિટવેવ યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અરવલ્લી જિલ્લામાં ઉનાળાના પ્રારંભે 28 માર્ચે ગરમીનો પારો 43.5 ડિગ્રી પહોંચ્યો હતો. બાદ હવામાન પલટા બાદ છેલ્લા 15 દિવસમાં પારો ગગડીને 36.5 ડિગ્રી સુધી થયો હતો. જોકે, ફરી છેલ્લા 3 દિવસમાં 1.5 ડિગ્રીના વધારા સાથે બુધવારે 43 ડિગ્રી તાપમાન નોંધાતાં અસહ્ય ગરમીથી રાહદારીઓ અને શ્રમજીવીઓને અસર વર્તાઇ હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 44 degree temperature in Idar, Break last 6 year
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended