Home »Uttar Gujarat »Latest News »Sabarkantha» 1 Km Journey For Water In 44 Degree Temperature

ગામ નપાણીયું કે તંત્ર ? પાણી માટે 44 ડિગ્રીમાં 1 કિ.મી.પગપાળા પ્રવાસ !

Bhaskar News, Megharaj | May 19, 2017, 01:07 AM IST

મેઘરજ:મેઘરજ તાલુકાનું આઢોરડીયા ગામ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે અને જાણે એ જ તેનો ગુનો હોય તેમ વહીવટીતંત્ર નજર ખેંચીને અહીં સુધી જોતું નથી. તાપમાન 42 ડિગ્રી હોઇ કે 44 ડિગ્રી... આ ગામના લોકોને પાણી માટે સતત ટળવળતા રહેવું એ જાણે જીવનનો એક કિસ્સો જ બની ગયો છે. 

વસતીતો અહીંયા ગણીને માંડ 75 પરિવારોની જ છે, પણ આ પરિવારની મહિલાઓ માથે બેડા મૂકીને પાણી માટે રોજ કલાકો સુધી ભટકતી રહે છે. આઢોડીયામાં પાણીની ટાંકી છેલ્લા 20 વર્ષથી બંધ પડી છે એટલે ગામથી 1 કિ.મી. દુર એક ખેતરમાં પાણી ભરવા દરરોજ પગપાળા પ્રવાસ કરવો પડે છે. 

પાણી પુરવઠા વિભાગ દ્વારા 504 કરોડની એસકે-4 યોજના મંજુર થઇ છે. જોકે, એમાંથી પણ આ ગામને બાકાત રખાયું છે. એ સૌથી મોટી કમનસીબી છે. આ ગામ પાણી માટે ટળવળે છે એ બાબત તંત્ર "નપાણીયું' હોવાનું ચિત્રિત કરે છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 1 km journey for water in 44 degree temperature
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended