Home »Uttar Gujarat »Latest News »Patan» Thakor Society Will Support, That Will Be Front Of The Political Party: Alpesh Thakor

ઠાકોર સમાજને સાથ આપશે તે રાજકીય પક્ષની પડખે સમાજ રહેશે: અલ્પેશ ઠાકોર

Bhaskar News, Radhanpur | May 19, 2017, 05:18 AM IST

રાધનપુર:રાધનપુરમાં સદારામ કન્યા કેળવણી મંડળ પ્રેરિત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમસ્ત ઠાકોર સમાજ દ્વારા આયોજિત તેરમા સમૂહલગ્નોત્સવમા 140 નવદંપતિએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે સમાજના યુવા નેતા અલ્પેશ ઠાકોર સહીતના મહાનુભાવોએ સમાજને ટેકો આપશે તે રાજકીય પક્ષને સમાજ સાથ આપશે તેવો રાજકીય દિશા નિર્દેશ કર્યો હતો.
 
ઠાકોર સમાજ કુમાર છાત્રાલય ખાતે યોજાયેલ આ સમૂહ લગ્નોત્સવમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરે સમાજને વ્યસનમુક્ત બની શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અનુરોધ ર્ક્યો હતો. જો સમાજ શિક્ષિત બનશે તો આવનાર સમય સમાજ માટે સુવર્ણયુગ બની જશે. 

તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના હિતમાં જે કામ કરશે અને મદદરૂપ બનશે એ રાજકિય પક્ષને સમગ્ર સમાજ ટેકો આપશે. અલ્પેશજી ઠાકોરે રૂ. 51 હજારના દાનની જાહેરાત કરી હતી. સમારંભ અધ્યક્ષ ભાવસિંહજી રાઠોડે પણ સમાજને મદદરૂપ થાય તેને ટેકો આપવા અપીલ કરી હતી.
 
આ પ્રસંગે શિક્ષણ સમિતિના ચેરમેન લવિંગજી સોલંકી, ડો. ગોવિંદજી ઠાકોર, ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ દેવરાજજી ઠાકોર, શહેર પ્રમુખ રમેશજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ અને ઠાકોર સેનાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Thakor society will support, that will be front of the political party: Alpesh Thakor
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended