Home »Uttar Gujarat »Latest News »Patan» Standard 6th Gujarati Paper Leaked In Patan

પાટણમાં 8 પેપર ફૂટ્યા: 6ઠ્ઠા ધોરણનું ગુજરાતી પેપર લીક, 22 શાળાઓમાં પરીક્ષા મોકૂફ

Bhaskar News, Patan | Apr 20, 2017, 01:45 AM IST

  • પાટણમાં 6ઠ્ઠાનું ગુજરાતીનું પેપર લીક થયાનું ખુલતાં ખળભળાટ
પાટણ: પાટણ શહેરમાં 6 એપ્રિલથી શરૂ થયેલી પ્રાથમિક વિભાગની વાર્ષિક પરીક્ષા અંતર્ગત બુધવારે લેવાયેલી ગુજરાતી વિષયની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનું બહાર ખાવતાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સન્નાટો છવાઇ ગયો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આ પરીક્ષા રદ કરી દેવાઇ છે. જ્યારે અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાની તપાસ કરાવતાં કુલ 8 પેપરો લીક થયાનું બહાર આવતાં આ મામલે તપાસ શરૂ કરાઇ છે. આ પેપરો પણ ફરીથી લેવાશે.

6ઠ્ઠાનું ગુજરાતીનું પેપર ફૂટ્યું

બુધવારે ધો.6ની ગુજરાતી વિષયના અંતિમ પેપરની પરીક્ષા શરૂ થવાની સાથે જ પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.પંડ્યાએ શહેરની બીએમ હાઇસ્કૂલ પહોંચી ગુજરાતીના પ્રશ્નપત્રની ચકાસણી કરતાં તેમના વોટસેપ પર આવેલું પેપર અને શાળામાં લેવાઇ રહેલું પેપર બંને સરખા હોઇ પેપર લીક થવાની ખરાઇ થતાં જ તેમણે શાળા સંચાલકોને પેપર મોકૂફ રાખવાની સૂચના આપી હતી.

22 શાળાઓમાં પરીક્ષા મોકૂફ રખાઇ

ડીપીઇઓ જે.જી.પંડ્યાએ જણાવ્યું કે,  મહેસાણા પ્રાથમિક સંઘ સાથે સંકળાયેલી પાટણ શહેરની 22 શાળાઓમાં ચાલતી પ્રાથમિક વિભાગની વાર્ષિક પરીક્ષા અંતર્ગત ધો.6નું ગુજરાતી પેપર લીક થયું હોવાની પૂર્તતા થતાંશાળા સંચાલકોને બોલાવી પરીક્ષા મોકુફ રાખવાની સૂચના આપવામાં આવી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Standard 6th Gujarati Paper Leaked in Patan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended