Home »Uttar Gujarat »Latest News »Patan» Postal Department 800 Officers Strike In Patan District

પાટણ જિલ્લામાં એક સાથે 800 કર્મીઓની હડતાળથી પોસ્ટલ સેવા ઠપ્પ થઈ

Sunil Patel, Patan | Mar 17, 2017, 04:45 AM IST

પાટણ:  પાટણ જિલ્લામાં 800 જેટલા પોસ્ટલ કર્મચારીઓએ ગુરૂવારે એક દવિસની હડતાળ વવિીધ માંગણીઓના અનુસંધાને પાડતાં સમગ્ર જિલ્લામાં ટપાલ અને વવિિધ  કામગીરી ખોરવાઇ હતી. પાટણમાં અનેક લોકો ટપાલ કચેરીએ આવીને ધક્કો ખાઇને પાછા ગયા હતા.
 
ટપાલ સેવા ક્ષેત્રના ઓલ ઇન્ડીયા પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન ગૃપ સી, નેશનલ એસોસીએશન ઓફ પોસ્ટલ એમ્પ્લોઈઝ યુનિયન ગૃપ સી તેમજ નેશનલ એસલસીએશન ઓફ ગ્રામીણ ડાક સેવક પાટણ વિભાગ દ્વારા એક દવિસની હડતાળ પાડવામાં આવી હતી. જેમાં પોસ્ટલ કર્મીઓએ માંગણીઓ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. પાટણ હેડ પોસ્ટ કચેરીના ડેપ્યુટી પોસ્ટલ ઓફીસર નવીનભાઇ ઠાકરે જણાવ્યુ઼ હતુંકે 7 મા પગારપંચમાં એેનજુસીએ દ્વારા ઘરભાડામાં 10 થી 30 ટકા સુધીનો વધારો આપવા સુધારો કરવો, 1 જાન્યુઆરી 2004થી ભરતી થયેલા કર્મચારીઓને પેન્શનઅને ફેમીલી પેન્શન આપવું, ગ્રામીણ ડાક સેવકોને ખાતાકીય કર્મચારીનો દરજ્જો આપવો, સીવીલ અેમ્પ્લોઇઝ ગણી તમામ સુવિધાઓ આપવી, પોસ્ટલ સેવાનું ખાનગી કરણ અટકાવવુ઼, ખાલી જગ્યાઓ ભરવી, વારસદારોની 5 ટકા સીલીંગ મર્યાદા રદ કરવી, દરેક કર્મચારીઓને સર્વિસ દરમ્યાન 5 પ્રમોશન આપવા, 7 મા પગારપંચના ઓવરટાઇમ 1 જાન્યુઆરી 2016થી રીવાઇજ કરવા  અને દર પાંચ વર્ષે પગાર પંચની રચના કરવી જેવી માંગણીઓ ઉચ્ચારી હતી.
 
હડતાળને પગલે પાટણ પોસ્ટ કચેરી બંધ હોઇ કામગીરી અર્થે આવેલા  અલકાબેન  પટેલેઆરપીએડી ન થઇ શકયાનુ઼ જણાવ્યુ઼ હતું જ્યારે વામૈયાના રાજુજી મણાજી ઠાકોરે પોસ્ટ બંધ હોઇ સ્ટેમ્પ મળી શકયા નહતા તેવી પ્રતિક્રિયા આપી હતી.  
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Postal department 800 officers strike in patan district
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended