Home »Uttar Gujarat »Latest News »Patan» Bank Manager Was Looted By Two Person At Late Night At Patan

પાટણ: મોડી રાત્રે બેંક મેનેજર પર બે વ્યક્તિ દ્વારા હુમલો, લુંટ કરી ફરાર

Bhaskar News, Patan | Apr 18, 2017, 23:58 PM IST

  • બેન્કના મેનેજરને હાથે ઇજાઓ થતા 14 ટાંકા આવ્યા
પાટણ:સરસ્વતી તાલુકાના વાગડોદ સ્ટેટબેંકના મેનેજર અને કેશીયર સોમવારે રાત્રે બાઇક પર પાટણ તેમના ધરે આવી રહ્યા હતા. તે વખતે ભીલવણ નજીક પાછળથી બાઇક પર આવેલા બુકાની ધારી અજાણ્યા બે શખ્સોએ તેમના પર વાંસી વડે હુમલો કરીને તેમની પાસેથી રૂ.10 હજાર ભરેલું પર્સની લુંટ કરી ને નાશી ગયા હતા. બેન્કના મેનેજરને ઇજાઓ થતા તેમને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં પાટણની જનતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
 
બેન્કના મેનેજર પર વાંસી વડે હુમલો
 
પાટણ શહેરમાં ટેલીફોન એકચેન્જ પાસ આવલી વ્રજભૂમી સોસાયટીમાં રહેતા દિનેશજી અદુજી ઠાકોર વાગડોદ સ્ટેટ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સોમવારે સાંજે તેઓ અને તેમની બેન્કના કેશીયર ગૌતમભાઇ મીણા બન્ને જણા રાત્રે 8:30 કલાકના અરસામાં બાઇક પર વાગડોદથી પાટણ આવી રહ્યા હતા. ત્યારે પાટણ- ડીસા હાઇવે પર ભીલપણથી વડુગામ વચ્ચે આવેલા ગળનારા પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે વખતે મોઢાપર રૂમાલ બાંધેલાં અજાણ્યા બે શખ્સો પાછળથી નંબર પ્લેટ વગરના બજાજ પલ્સર બાઇક પર આવીને બેન્કના મેનેજરનું બાઇક ઉભુ રખાવી દીધું હતું. અને અચાનક બેન્કના મેનેજર પર વાંસી વડે હુમલો કરતા તેમણે પ્રતીકાર કર્યો હતો.
 
10 હજાર રોકડ રાખેલું પર્સ લુંટી લીધું
 
પરંતુ તે વખતે તે શખ્સોએ તેમની પાસેથી રૂ.10હજાર રોકડ, એટીએમ કાર્ડ, ચેકબુક  અને બેન્કની ચાવી રાખેલું પર્સ લુંટી લીધું હતું. પ્રતીકાર દરમ્યાન મેનેજર દિનેશજી ઠાકોરને જમણા હાથના બાવળાના ભાગે ફેકચર થઇ જતા તેમને ઇજાઓ થવા પામી હતી. તેવોમાં આજુ બાજુમાંથી લોકો આવી જતા અજાણ્યા બે શખ્સો બાઇક મૂકીને નાશી ગયા હતા. જેમાં એક પાટણ તરફ અને બીજો વાગડોદ તરફ દોડી ગયો હતો. આ ધટનાના પોણા કલાક બાદ વાગડોદ પોલીસને જાણ થતા પોલીસની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ શરૂ કરી હતી. આ અંગે વાગડોદ પોલીસ મથકે મેનેજર દિનેશજી ઠાકોર અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો લોકોએ ઝઘડો સમજીને તેમને છુટા પાડ્યા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bank manager was looted by two person at late night at Patan
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended