Home »Uttar Gujarat »Latest News »Patan» યુનિ. દ્વારા વિવિધ ફેકેલ્ટીમાં એકસટર્નલ કોર્ષ શરૂ કરવા NSUI દ્વારા આવેદનપત્ર

યુનિ. દ્વારા વિવિધ ફેકેલ્ટીમાં એકસટર્નલ કોર્ષ શરૂ કરવા NSUI દ્વારા આવેદનપત્ર

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • યુનિ. દ્વારા વિવિધ ફેકેલ્ટીમાં એકસટર્નલ કોર્ષ શરૂ કરવા NSUI દ્વારા આવેદનપત્ર,  patan news in gujarati
હેમચંદ્દચાર્યઉત્તર-ગુજરાત યુનિવર્સિટી સંગલગ્ન વિવિધ કોલેજોમાં રેગ્યુલર ચાલતા કોર્ષની સાથે એકસ્ટ"નલ કોર્ષ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ગુરૂવારના રોજ એનએસયુઆઇ ધ્વારા યનિ.ના કાર્યકારી કુલસચિવને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

એનએસયુઆઇ ધ્વારા અપાયેલ આવેદન પત્રમાં જણાવ્યુ હતું કે એચએનજીયુ યુનિ.સિપાઇની અન્ય યુનિવર્સિટી ધ્વારા રેગ્યુલર કોર્ષની સાથે સાથે એકસ્ટનલ કોર્ષ ચાલતા હોય છે જેના કારણે નોકરી કરતા વિદ્યાર્થીઓ તથા સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પોતાની ઉજજવળ કારર્કીદી બનાવવાનો સ્કોપ મળતો હોય છે ત્યારે અન્ય યુનિવર્સિટીની જેમ એચએનજીયુ યુનિ ધ્વારા પણ રેગ્યુલર કોર્ષની સાથે એકસ્ટનલ કોર્ષ શરૂ કરવામાં આવેલો વિદ્યાર્થીઓના ઉજજવળ ભવિષ્ય માટે હિતકારી લેખાશે જો બાબતે યુનિ.ધ્વારા યોગ્ય કરવામાં નહી આવેતો અાગામી દિવસોમાં એનએસયુઆઇ ધ્વારા યુનિ. વિરૂધ્ધ ઉગ્ર આંદોલન છેડાશે તેવી ચિમકી આપી હતી. યુનિ.ના કાર્યકારી કુલસચિવ ર્ડા. ડી.એમ.પટેલ વિદ્યાર્થી સંગઠનની રજુઆત કુલપતિ સમક્ષ મુકાશે તેવું જણાવ્યુ હતું. અા એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ જયેન્દ્રસિંહ રાજપૂત, દિવીજયસિંહ, રવિન્દ્રભાઇ, જયપાલ સિંહ, મયંકભાઇ, રવિભાઇ, પ્રકાશભાઇ, નરેન્દ્રસિંહ, અકરમભાઇ સહિત કાર્યકરો જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: યુનિ. દ્વારા વિવિધ ફેકેલ્ટીમાં એકસટર્નલ કોર્ષ શરૂ કરવા NSUI દ્વારા આવેદનપત્ર
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended