Home »Uttar Gujarat »Latest News »Patan» પાટણના માયાનગર વિસ્તારમાં RCC રોડની કામગીરી શરુ થઇ

પાટણના માયાનગર વિસ્તારમાં RCC રોડની કામગીરી શરુ થઇ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • પાટણના માયાનગર વિસ્તારમાં RCC રોડની કામગીરી શરુ થઇ,  patan news in gujarati
પાટણપાલીકા દ્વારા સ્વર્ણીમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના યુડીપી 78ની વિવીધ ગ્રાન્ટમાંથી શહેરના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તારમાં આરસીસી રોડની કામગીરી હાથ ધરી છે ત્યારે ગુરૂવારે ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલ માયાનગર સોસાયટીમાં રૂ. 1.50 લાખના ખર્ચે આરસીસી રોડની કામગીરી હાથ ધરી હતી.

શહેરના વોર્ડ નંબર 6 માં આવતા માયાનગર સોસાયટીના રહીશોની રજુઆતના પગલે પાલીકા તંત્ર દ્વારા હાથ ધરાયેલી આરસીસી રોડની કામગીરીને લઇ નગરપાલિકાના ટાઉનપ્લાનીંગ કમીટીના ચેરમેન પી.જે.વાણીયા સહીત વોર્ડના મહિલા કોર્પોરેટર બબીબેન સોલંકીએ મુલાકાત લઇ કોન્ટ્રાકટરને સુચના આપી રોડનું લેવલીંગ સાથે કામ કરવા સુચના આપી હતી. માયાનગના રહીશોની આરસીસી રોડની માંગણી સંતોષાતાં રહીશોએ રાહતની લાગણી અનુભવી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પાટણના માયાનગર વિસ્તારમાં RCC રોડની કામગીરી શરુ થઇ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended