Home »Uttar Gujarat »Latest News »Patan» ગુજરાતી પેપર ફુટવાની ધટનાના પગલે પાટણ વાલી મંડળ ખફા : કલેકટર ડીપીઓને આવેદન અપાયુ

ગુજરાતી પેપર ફુટવાની ધટનાના પગલે પાટણ વાલી મંડળ ખફા : કલેકટર ડીપીઓને આવેદન અપાયુ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • ગુજરાતી પેપર ફુટવાની ધટનાના પગલે પાટણ વાલી મંડળ ખફા : કલેકટર ડીપીઓને આવેદન અપાયુ,  patan news in gujarati
પાટણશહેરની 22 જેટલી સ્કુલોમાં પ્રાથમિક વિભાગની લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં બુધવારે લેવાનાર ધોરણ- 6 ના અંતિમ ગુજરાતીની વિષયની પરીક્ષાનું પેપર લીક થયુ હોવાની ઘટનાને લઇ ડીપીઓ ધ્વારા પરીક્ષા મુલત્વી રાખવામાં આવી હતી. અને તમામ શાળા સંચચાલકોને નવેસરથી પેપર તૈયાર કરી પરીક્ષા લેવાનું સુચવ્યુ હતું. જેના પગલે ગુરૂવારે ધો- 6નું ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓએ આપ્યુ હતું. પેપર લીક થવાની ઘટનાના પગલે વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો.

ગુરૂવારે પાટણ વાલી મંડળ ધ્વારા પ્રાથમિક વિભાગની વાર્ષિક પરીક્ષા દરમ્યાન બનેલી પેપર લીક ની ધટનાને શખ્ત શબ્દોમાં વખોડી કાઠી જિલ્લા કલેકટરને અને ડીપીઓને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

આવેદનપત્રમાં તેઓએ જણાવ્યુ હતું કે પાટણની એક ખાનગી પ્રાથમિક શાળા ધ્વારા ધો-6 થી 8 ના પ્રશ્નપત્ર ફોડવાની બાબતે પ્રાથમિક જિલ્લા શિક્ષણધિકારી ધ્વારા ફરીથી પરીક્ષા લેવાનું નકિક કરેલ છે જે વિદ્યાર્થીઓના હિત વિરૂધ્ધ છે કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ થતા વેકેશન માણવા બહાર જતા રહ્યા હોય તો કેટલાક પરીવારોએ પ્લેન-રેલ્વેની ટીકીટો બુકીંગ કરાવી હોય ગામડાના બાળકો વતન જતા રહેલ હોય ફરીથી પરીક્ષા લઇ અગાઉ વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે માર્કેસ આપેલ હોય તે આધારે માર્કસ આપવા ફરીથી પરીક્ષા લેવામાં આવેતો તેની ગંભીર માનસિક અસર બાળકો ઉપર થાય તેમ હોય તેવી રજુઆત કરી હતી. સાથે સાથે વાલી મંડળે જે સંસ્થામાંથી પેપર લીક થયુ છે તેની સામે તાત્કાલિક ધોરણે કડક પગલા ભરવાની માંગ કરી હતી.

જિલ્લા કલેકટરે તેમજ ડીપીઓએ વાલીમંડળનો રજુઆત ધ્યાને લઇ ચર્ચા વિર્મશને અંતે હાલ પુરતી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. જો કે બાબતે આખરી નિર્ણય શિક્ષણ વિભાગ ગાંધીનગર નકિક કરશે તે રીતે લેવાશે તેવી હૈયાધારણ વાલી મંડળને આપવામાં આવી હતી. તો જે સંસ્થામાંથી પેપર લીંક થયું છે તેવી સામે પણ કાર્યવાહી હાથ ધરાશે તેવું જણાવ્યુ હતું.

જે સંસ્થામાંથી પેપર ફુટેલ છે તેની સામે પગલા ભરવાની માંગ

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ગુજરાતી પેપર ફુટવાની ધટનાના પગલે પાટણ વાલી મંડળ ખફા : કલેકટર ડીપીઓને આવેદન અપાયુ
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended