Home »Uttar Gujarat »Latest News »Patan» યુનિ. દ્વારા પુરક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો

યુનિ. દ્વારા પુરક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો

DivyaBhaskar News Network | May 19, 2017, 03:35 AM IST

  • યુનિ. દ્વારા પુરક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો,  patan news in gujarati
યુનિવર્સીટી દ્વારા પુરક પરીક્ષાની તારીખમાં કરાયેલા ફેરફાર બાબતે યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ ર્ડા.ડી.એમ.પટેલે જણાવ્યુ હતું કે 22 મી મે ના રોજ લેવાનારી પુરક પરીક્ષાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખે સેમ- 4 નું પરીણામ જાહેર કરવામાં આવેલ હતું.

સેમ-2 નુું પરીણામ હજુ જાહેર થયેલ નથી જેના કારણે સેમ-5 ની પુરક પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચીત રહિ જતા હોવાની રજુઆત એનએસયુઆઇ ધ્વારા કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ કુલપતિ ર્ડા.બી.એ.પ્રજાપતિઅને પરીક્ષા વિભાગ ર્ડા.મિત્તુલ દેલીયા વિચાર વિર્મશના અંતે 19 જેટલી પુરક પરીક્ષાઓ આગામી તા 29 મી મે ના રોજ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પુરક પરીક્ષામાં 500 કરતા ઓછા વિદ્યાર્થી સંખ્યા હશે તેની પરીક્ષા પાટણ કેન્દ્ર ખાતે રાખવામાં આવશે. પુરક પરીક્ષાની તારીખમાં કરાયેલા ફેરફારનો પરીપત્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોમાં મોકલી આપવામાં આવ્યો હોય પુરક પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીના નિતિ- નિયમો મુજબ લેટ ફિ ભરી પોતાનું પરીક્ષા ફોર્મ ભરી શકશે તેવું તેમણે જણાવવામાં આવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: યુનિ. દ્વારા પુરક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended