Home »Uttar Gujarat »Latest News »Patan» પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય તે ઉદ્દેશથી યુનિ.નો નિર્ણય

પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય તે ઉદ્દેશથી યુનિ.નો નિર્ણય

DivyaBhaskar News Network | May 19, 2017, 03:35 AM IST

  • પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય તે ઉદ્દેશથી યુનિ.નો નિર્ણય,  patan news in gujarati
યુનિ.નીઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા બાબતે જણાવતા યુનિ.ના કાર્યકારી કુલ સચિવ ર્ડા.ડી.એમ.પટેલે જણાવ્યુ હતું કે અગાઉના વર્ષોમાં યુનિવર્સિટી સંલગ્ન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજોના અનુસ્નાતક કેન્દ્રો અને યુનિવર્સિટી અનુસ્નાતક ભવનોમાં ચાલતા એમ.એ.સેમ- 1 અનેે એમકોમ સેમ- 1 ના અભ્યાસ ક્રમમાં પ્રવેશની કાર્યવાહી જે તે સંસ્થા ધ્વારા કરવામાં આવતી હતી. જે નવાસત્ર જુન 2017 થી શરૂથતા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશની બાબતમાં એક સૂત્રતા જળવાય અને શૈક્ષણિક કાર્ય એકી સાથે શરૂ થઇ શકે તેમજ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી વિભાગ કે કોલેજ પસંદગી કરવામાં અનુકુળતા વધે તે હેતુસર યુનિવર્સિટી ધ્વારા ઓન લાઇન પ્રવેશ પ્રક્રિયા લાગુ કરવામાં આવી છે.

ઓનલાઇન પ્રવેશ ફોર્મ યુનિવર્સિટીની વેબ સાઇટ પર મુકવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી તેની પ્રિન્ટ આઉટ કાઠી પ્રવેશ ફોર્મની હાર્ડકોપીની નકલ સાથે જરૂરી ફોટો, પ્રમાણપત્ર, એલસીની નકલ, આધાર કાર્ડની નકલ, સ્નાતક અભ્યાસક્રમની સેમેસ્ટર - 1 થી 6 ની તમામ માર્કશીટોની પ્રમાણીત નકલ સરકારના નિયમો મુજબનો એસસી એસટી ઓબીસી પીસી જાતિ અંગેનો દાખલો નોન ક્રિમિલેયર દાખલો જોડી જે કોલેજ અનુસ્નાતક કેન્દ્રમાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તે કેન્દ્રોમાં રૂ.100 ફ્રિ પેટે જમા કરાવી પ્રવેશ ફોર્મ મળ્યા અંગેની પાવતી મેળવી લેવાની રહેશે.

ફોર્મની ચકાસણી કરીને વિષયવાર મેરીટ યાદી જે તે કોલેજના નોટીસ બોર્ડ પર પ્રસિધ્ધ કરી મેરીટ આધારીત પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પ્રવેશ પ્રક્રિયામાં એક સૂત્રતા જળવાય તે ઉદ્દેશથી યુનિ.નો નિર્ણય
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended