Home »Uttar Gujarat »Latest News »Patan» 5 Years Child Dies In Two Cast With Fighting In Harij At Patan

હારિજમાં ગાળો ન બોલવા કહેતાં યુવકે કર્યું ફાયરીંગ, 5 વર્ષના નિર્દોષ બાળકનું મોત

divyabhaskar.com | Mar 15, 2017, 10:02 AM IST

  • પાંચ વર્ષિય દિકરાને બગલ નીચે ગોળી વાગતાં ગંભીર રીતે ઘવાયેલા બાળકનું મોત
પાટણ: હારીજના ઝાપરપુરા વિસ્તારમાં એક રાવળ પરીવારને ગાળો બોલી અપમાનીત કરાતા આ ઇસમને ગોળો બોલવાની બંધ કરવાનું કહેતા ઉશ્કેરાઇ જઇ દેશી તંમચો કાઢી ફાયરીંગ કરતા માતાની કુખે તેડેલો પાંચ વર્ષિય નિર્દાશક બાળકના બગલ નીચે ગોળી વાગતા બાળકનું મોત નિપજ્યું હતું. કમકમાટી ભરી ઘટનાથી સમગ્ર હારીજ નગરમાં ફફડાટ સાથે અરેરાટી વ્યાપી જવા પામી છે.

 
હારીજ જાયરપુર વિસ્તારમાં એક ગરીબ પરીવાર રાવળ રાજુભા ગંગાભાઇ છેલ્લા આઠ વર્ષથી છાપરૂ બનાવી રહે છે. સુમારે તેમના ઘટથી સામેના ભાગે રહેતો ઠાકોર કનુજી રામાજી મૂળ વતન રતનપુરા (ઉણ) તા.કાંકરેજવાળો રહે છે. જે રાત્રે આવીને ભૂંડી ગાળો બોલી અપમાનીત કરતો હોઇ રાજુભાઇ રાવળના પત્ની કેશરબેન પોતાના પાંચ વર્ષીય બાળક સિદ્ધરાજને તેડીને ઉભા હતા. કનુજી ઠાકોરને ભૂંડી ગાળો નહીં બોલાવા જણાવતાં કનુજીએ ઉશ્કેરાઇ જઇ દેશી તંમચો કાઢી રાજુભાઇ રાવળના છાપરા બાજુ ફાયરીંગ કર્યુ હતું. 
   
ફાયરીંગમાં ગોળી સિદ્ધરાજ રાજુભાઇ રાવળ (પાંચ વર્ષિય) બાળકના બગલના નીચે ભાગની પાંસળીમાં વાગતા લોહી વહેલા માંડતા બુમરાડ ઉઠી જવા પામી હતી. અને આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. બાળકને પ્રાથમીક સારવાર આપી સીધોજ ધારપુર સિવિલમાં લઇ જવાયો હતો. જ્યાં માસુમ બાળકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. 
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 years child dies in two cast with fighting in Harij at Patan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended