Home »Uttar Gujarat »Latest News »Patan» 40 Commercial Encroachment Remove Near Unjha Three Roads

ઊંઝા ત્રણ રસ્તા પાસેના 40 કોર્મશિયલ પાકા દબાણોનો સફાયો

Sunil Patel, Patan | May 19, 2017, 12:15 PM IST

પાટણ:  પાટણ શહેરના ઉંઝા ત્રણ રસ્તા નજીકની ઓમનગર સહયોગનગર, અમરદિપ, કૃષ્ણપાર્ક,ગોવિંદપાર્ક સોસાયટી તરફ જવાના માર્ગો પર મારબલ કંપનીઓ સહીતના 40 જેટલા  કોમર્સિયલ દબાણો  ઉત્કર્ષ મંડળ ધ્વારા કલેકટરના સ્વાગત ફરિયાદ કાર્યક્રમમાં રજુઆતના પગલે  ગુરૂવારના રોજ પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમે જેસીબી મશીનની મદદથી તોડી પાડતાં સોસાયટી રહીશોમાં ખુશી તો દબાણકારોમાં નાખુશીનો માહોલ છવાયો હતો.

પાલિકાની બાંધકામ શાખાના ભગાભાઇ પટેલે જણાવ્યુ હતું કે ઉત્કર્ષ મંડળ ધ્વારા જિલ્લા કલેકટરના સ્વાગત ફરીયાદ કાર્યક્રમમાં મારબલ ફેકટરીઓ સહીતની વેપારી ફર્મના  દબાણો દૂર કરવાની રજુઆત કરવામાં આવી હતી. જેને લઇ કલેકટર દ્વારા પાલિકાને સુચના મળતા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની પ્રક્રિયા જેસીબી મશીનની મદદવડે હાથ ધરવામાં આવી હતી જેમાં માર્ગની એક તરફના દબાણો દુર કરવામાં આવ્યા છે જયારે માર્ગની બીજી તરફના દબાણો પણ માપણી કર્યા બાદ ક્રમશ: દુર કરાશે દબાણ હટાવોની કામગીરીમાં કોઇની શહેશરમ રાખવામાં આવશે નહી. 

કોર્પોરેટર ર્ડા.આનંદ દેસાઇએ પાલિકાની ટીમને દબાણ હટાવો ઝુબેશમાં કોઇની પણ શેહશહમ રાખ્યા વીના તમામ દબાણ દુર કરવા જણાવ્યુ હતું. વર્ષો જુના  પાકા દબાણો પાલિકા ધ્વારા દુર કરાતા વેપારીઓમાં નારાજગી પ્રસરી હતી. જયારે સોસાયટીની રહિશોએ ખુશી વ્યકત કરી હતી. દબાણ હટાવો કામગીરી દરમ્યાન કોઇ અનિચ્છનિય ઘટના ન ઘટે તે માટે બી ડીવિઝન પીએસઆઇ સી.આર.પરમાર સહિતના પોલીસ સ્ટાફે હાજર રહી દબાણ હટાવો કામગીરીમાં બંદોબસ્ત પુરો પાડ્યો હતો.

સ્થળ પર ગયા પછી  ગંભીરતા જણાતાં આગોતરી જાણ કરવા પોલીસે ટકોર કરી 
પાલિકા ધ્વારા પાકા દબાણો હટાવો ઝુંબેશ શરુ કરતાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. જોકે દબાણોની ગંભીરતા સ્થળ પર પહોંચ્યા પછી જાણમાં આવતાં    પીએસઆઇ પરમારે વર્ષો જુના વેપારીઓના દબાણો દૂર કરવાની અગાઉથી પોલીસ તંત્રને જાણ કરાઇ હોત તો  જરૂરીયાત મુજબનો પોલીસ બંદોબસ્ત ફાળવી શકાતો.  જોકે દબાણ કાર્યવાહી શાંતિપૂર્ણ રહેતાં પોલીસે રાહત અનુભવી હતી. 

કયા કયા દબાણો દૂર કરાયા
 
આલીશાન માર્બલ પાછળનો કોટ

પી.કે.ઇન્ડસ્ટ્રીઝ પાછળનો કોટ

નૂતન સોસાયટીના પાછળના ભાગનો વરંડો

સુભાષનગર પાછળના ભાગનો વરંડો

વિસત ટ્રેડર્સનો કોટ

કોથળા ભરવાના ગોદામનો પાછળનો વરંડો

ઘેમરભાઇ રબારીનો તબેલાનો કોટ
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 40 commercial encroachment remove near unjha three roads
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended