Home »Uttar Gujarat »Latest News »Patan» 28 Fit Long Tunnel In Sidhhpur GIDC, Per Day Pay 300 Rs For Labor Work

સિદ્વપુર GIDCમાં ઓઇલ ચોરોએ 28 ફુટ લાંબી સુરંગ ખોદી, મજુરોને અપાતા હતા 300 રૂપિયા

Sunil Patel, Patan | Mar 29, 2017, 13:12 PM IST

સિદ્વપુર:  ઓઇલ ચોરી માટે એપીસેન્ટર બની ગયેલા સિદ્વપુર ખાતે   જીઆઇડીસીમાં ભાડા પટે પ્લોટ રાખી તેમાંથી આઇઓસીની પાઇપ લાઇન સુધી સુરંગ બનાવી પાઇપમાં વાલ્વ ફિટ કરી તેમાંથી ક્રુડ ઓઇલ ચોરી કરવાના  એક મોટા  કૌભાંડને  નિષ્ફળ બનાવી તેમાં  સંડોવાયેલ 10 આરોપીઓને ઝડપી લઇ સળીયા પાછળ ધકેલી દેવાયા હતા. જયારે અન્ય એક આરોપીનીશોધખોળ હાથ ધરાઇ હતી.

મંગળવારે 14 માર્ચની રાત્રે 12 વાગ્યે એસપી અશ્વિન ચૌહાણની સૂચનાથી ડીવાયએસપી જયરાજસિંહ વાળા, પીઆઇ જે.બી.પંડીત, પીએસઆઇ એ.ટી.પટેલ સહિત પોલીસ સ્ટાફના અશોકભાઇ ચાૈધરી ,વિક્રમભાઇ દેસાઇ વિજયસિંહ, મહેન્દ્રસિંહ વગરએઆઇઓસીના અધિકારી કર્નલ અશોકકુમાર અને અંકિત પટેલને મળેલ ખાનગી બાતમીના આધારે જીઆઇડીસીમાં આવેલ પ્રકાશભાઇ પટેલની માલીકીના પ્લોટનં- 50 મા રેડ કરતા  પ્લોટના અંદરના ભાગે જમીનમાં કૂવો ખોદી અંડરગ્રાઉન્ડ લાંબી સુરંગ બનાવી પ્લોટના પાછળના ભાગેથી પસાર થતી આઇઓસીની  સલાયા મથુરા પાઇપ લાઇનમાં વેલ્ડીંગ કરી વાલ્વ ફિટ કરેલો મળી આવ્યો હતો. 

જેને પગલે  પોલીસે  કૌભાંડના મુખ્ય સૂત્રધાર સિદ્વપુરના ગુલીસ્તાપાર્કમાં રહેતા રહિશભાઇ ઉર્ફે નિમુ હુસૈનભાઇ સુમરા તેમજ પાલનપુર અમીરગઢના મળી 10 શખ્સોને પ્લોટની અંદર અને બહારથી  ઝડપી પાડ્યા હતા.તેઓ પાસેથી  પંકચર કરવાની સાધન સામગ્રી કિ.રૂ.15050, મોબાઇલ નં- 10 કિ.રૂ.9000 ,રોકડ રૂપિયા 1810 તથા સીએનજી રીક્ષા કિ.રૂ.1લાખ મળી કુલ રૂ.1,25,860 નો મુદ્દામાલ સ્થળપરથી કબ્જે લીધો હતો.

ઝડપાયેલ શખ્સો :-
1.  રહિમભાઇ ઉર્ફે નીમુ હુસૈનભાઇ સુમરા રહે.ગુલીસ્તા પાર્ક સોસાયટી સિદ્વપુર
2.  અબ્દુલ વાહેદ ઉર્ફે આમીન અબ્દુલ કરીમ શેખ રહે.ગવર્નમેન્ટ અે કોલોની શાહીબાગ અમદાવાદ
3.  ઉમરખાન રહિમખાન બલોચ રહે.પોલીસલાઇનની બાજુમાં સિદ્વપુર
4.  મોહમદ યુનુસ ઉર્ફે ફૈસલ મોહમદ મીયા સૈયદ રહે.હબીબ પાર્ક ફતેહવાડી સરખેજ અમદાવાદ
5.  રસીદભાઇ રમઝાનભાઇ શેખ રહે. વટવા મખદૂમ નગર અમદાવાદ
6.  અરાફતખાન અહેમદખાન ઘાસુરા રહે. માલણ તા. પાલનપુર
7.  દશરથજી ચતુરજી ઠાકોર રહે.નવોવાસ ભેમાળ તા. દાંતા.જી.બનાસકાંઠા
8.  દિપકજી ધીરાજી ઠાકોર રહે.વિરમપુર તા.અમીરગઢ
9.  કાળુભાઇ મોહનભાઇ ઠાકોર રહે.વિરમપુર તા.અમીરગઢ
10.  અમરતભાઇ રાવતાભાઇ ઠાકોર રહે.વિરમપુર તા.અમીરગઢ
 
આગળ વાંચો: મજુરોને સુરંગ ખોદવા દિવસના 300 રૂપિયા અપાતા હતા
 
(તસવીરો - સુનિલ પટેલ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 28 fit long tunnel in Sidhhpur GIDC, per day pay 300 rs for Labor work
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended