Home »Uttar Gujarat »Latest News »Mehsana» Wife Victim Youth Will Sit On Fasting In Mehsana

તે મને છોડ્યો કેમ? પત્નીના જવાબ માટે યુવકે 1 વર્ષથી મહેસાણામાં ધામા નાખ્યા

Bhaskar News, Mehsana | May 14, 2017, 04:58 AM IST

  • તે મને છોડ્યો કેમ? પત્નીના જવાબ માટે યુવકે 1 વર્ષથી મહેસાણામાં ધામા નાખ્યા,  mehsana news in gujarati
મહેસાણા:સુખી લગ્નજીવનમાં આવેલા નાણાકીય વાવાઝોડા વચ્ચે છેલ્લા 7 વર્ષથી મહેસાણામાં ભાઇના ઘરે રહેતી પત્નીએ મને કેમ છોડ્યો તેનો જવાબ મેળવવા પાટીદાર યુવાને 1 વર્ષથી સામાજિક, કાયદાકીય સંઘર્ષ છેડ્યો છે. સુરતના તમામ ધંધા આટોપી  મહેસાણા શહેરમાં ધામા નાખનારા યુવાને પોતાનો ગુનો  અને ત્યજવાનું કારણ જાણવા પત્ની સામે ઉપવાસ પર બેસવાનું શસ્ત્ર ઉગામ્યું છે. નોંધનીય છે કે, પત્નીના ભાઇના ઘરે પણ પત્રિકાઓ છપાવીને નાખ્યાનું પ્રકાશમાં આવ્યું છે.

તરછોડનારી પત્ની પાસે પોતાનો ગુનો શું છે

સુરતના વેપારી 7 વર્ષ પૂર્વે લગ્ન જીવનમાં ભૂકંપ સર્જી તરછોડનારી પત્ની પાસે પોતાનો ગુનો શું છે તેનો જવાબ માંગવા છેલ્લા એક વર્ષથી સુરતના તમામ ધંધા આટોપી મહેસાણાની ઉમિયાનગર સોસાયટીમાં સ્થાયી થયા છે. વર્ષ 1998માં સપના (નામ બદલેલ છે) સાથે લગ્ન કરી સુરત રહેતા આશિષ કાન્તિલાલ પટેલે જમીન દલાલીમાં વર્ષ 2010માં કમાયેલા રૂ.32 લાખ ગુમ થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા લીધેલા નિર્ણયે તેમના લગ્ન જીવનમાં ભૂકંપ સર્જયો હતો. પોતાના નાનાભાઇ હિતેશ સાથે સુરતથી વિસનગર રહેવા ચાલી ગયેલા સપનાબેનને કંઇ પૂછે તે પહેલાં પરિવારે પણ તેમની સાથેના તમામ સંબંધો કાપી નાંખતા આંચકો અનુભવ્યો હતો.

પત્નીથી પિડીત યુવાન સોમવારે ઉપવાસ પર બેસશે

પરિવાર અને પત્નીથી દૂર થયેલા આશિષ પટેલે અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સતત 7 વર્ષથી પત્ની સપનાનું પત્રો, વોટ્સએપ મેસેજ, ટેલિફોનથી સંપર્ક કરી લગ્ન જીવનમાં ઉભા થયેલા ખટરાગનું કારણ જાણવાની મથામણ કરી રહેલા 49 વર્ષના આશિષ પટેલે આખરે કંટાળી મહેસાણામાં પત્ની સામે જ રહી જવાબ માંગવાનો નિર્ણય લીધો છે અને સમાજ, કુટુંબીઓને સાથે રાખીને પોતાને તરછોડવાનું કારણ શું, તેનો જવાબ મેળવવા મથી રહ્યો છે. તાજેતરમાં બી ડિવિજન પોલીસ મથકમાં પત્નીએ કરેલી ફરિયાદનો ભોગ બનેલા પતિએ પોતાને તરછોડવાનું કારણ જાણવા પત્ની સામે સોમવારે બપોરે જિલ્લા કલેકટર કચેરીએ ઉપવાસ પર બેસવાનું શસ્ત્ર ઉગામ્યાનો મામલો હાલમાં ચર્ચાસ્પદ બન્યો છે.

સ્નેહમિલન કાર્યક્રમમાં બેનર લગાવીને ન્યાય માગ્યો

અનેક સવાલોના જવાબો નહીં મળતા આખરે આશિષભાઇએ વિમલ પાર્ટી પ્લોટ ખાતે આ અગાઉ આયોજિત સમાજના સ્નેહ મિલન સમારંભમાં મારા પ્રશ્નોના ખુલાસા કરો તેવું જાહેરમાં વાચા આપતું બેનર લગાવીને ઉભા રહી ગયા હતા. છતાં સમાજના કોઇ આગળ ન આવ્યાનો તેમને અફસોસ છે.

મારી બહેન હવે ક્યારેય તેની સાથે સંબંધ નહીં રાખે: ભાઇ

જેમની સાથે કોઇ સંબંધ નથી તેમને ખુલાસા શું આપવાના. બહેનને અનુકૂળ આવતું નથી, માટે બહેન તેમની સાથે ક્યારેય સંબંધ રાખવા તૈયાર નથી. મારી બહેન ઉપર ખોટા આક્ષેપો કરી બદનામ કરવાના પ્રયાશ કરી રહ્યો છે. તેના પર અનેક ગુના અગાઉ નોંધાઇ ચૂક્યા છે. જિલ્લા કલેકટર, પોલીસવડા સુધી ફરિયાદ આપી છે. અમને હેરાન કરવામાં કંઇ જ બાકી રાખ્યું નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Wife Victim Youth Will Sit On Fasting in Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended