Home »Uttar Gujarat »Latest News »Mehsana» Visnagars Groom Got Married In A Helicopter

વિસનગરના વરરાજાએ હેલિકૉપ્ટરમાં ગાંધીધામ જાન જોડી, લોકો ઉમટ્યાં

Bhaskar News, Visnagar | May 08, 2017, 03:29 AM IST

  • વિસનગરના વરરાજાએ હેલીકોપ્ટરમાં જાન જોડી હતી
વિસનગર:વિસનગરના કાંસા એન.એ. વિસ્તારમાં રહેતા વરરાજા શનિવારના રોજ પોતાની જીવન સંગની સાથે લગ્નગ્રંથીથી જોડાવા હેલિકૉપ્ટરમાં બેસી ગાંધીધામ પરણવા નીકળ્યા હતા જેમને નિહાળવા લોકો હેલિપેડ સ્થળે ઉમટ્યા હતા.શહેરના કાંસા એન.એ. વિસ્તારમાં આવેલ સાંઇ બંગ્લોઝમાં રહેતા ભાર્ગવભાઇના લગ્ન ગાંધીધામ ખાતે રહેતી નિકીતા સાથે શનિવારના રોજ યોજાયા હતા જેમાં શનિવારે સવારે વરરાજા ભાર્ગવભાઇ પોતાની જીવન સંગની સાથે લગ્નગ્રંથીથી જોડાવવા માટે હેલિકૉપ્ટર લઇ નીકળ્યા હતા.
 
વરરાજા માટે શહેરની સાંકળચંદ યુનિવર્સિટીમાં હેલિપેડ બનાવવામાં આવ્યું હતું જ્યારે સૂરતથી હેલિકૉપ્ટર મંગાવવામાં આવ્યું હતું. બપોરે દોઢ વાગ્યાના સુમારે વરરાજા ગાંધીધામ  જાન લઇને નીકળતાં હેલીપેડ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. બીજી તરફ વિસનગરમાં અગાઉ કોઇ હેલિકૉપ્ટર લઇ પરણવા ગયું હોવાનું જાણવા મળ્યું નથી.
 
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Visnagars Groom Got Married In a Helicopter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended