Home »Uttar Gujarat »Latest News »Mehsana» Visnagar Couple Donate 1 Crore For Education

વિસનગરના દંપતીએ શિક્ષણ માટે મકાન વેચી કર્યું 1 કરોડનું દાન

Bhaskar News, Visanagar | Apr 21, 2017, 02:08 AM IST

વિસનગર: વિસનગર તાલુકાના ખદલપુર ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા દંપતીએ વિસનગરમાં આવનાર પેઢીને સારૂ શિક્ષણ મળી રહે તે માટે પોતાનું મકાન વેચી એક કરોડ રૂપિયા દાન આપ્યું છે. ગુરૂવારના રોજ દંપતીએ 1,11,11,111 બાળકોની સ્કુલ માટે તેમજ 51 લાખ રૂપિયા કાર્ડિયોલોજી વિભાગ માટે દાનની જાહેરાત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. દંપતીએ અમારી પાસે એક મકાન છે તો અન્ય મકાન અમારે રાખીને શુ કરવા અને આવનાર પેઢીના શિક્ષણ માટે આ રૂપિયા ઉગી નીકળશે તેમ જણાવ્યું હતું. 
 

વિસનગર તાલુકાના ખદલપુરના દંપતીએ સાબિત કરી બતાવ્યું છે અને પોતાનું અમદાવાદ ખાતે બની રહેલ નવો બંગલો વેચી આવનાર પેઢીના શિક્ષણ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તાલુકાના ખદલપુર  ગામના મનોરભાઇ કચરાભાઇ પટેલે ધોરણ 3 સુધી ગામમાં શિક્ષણ મેળવી પિતા સાથે નડીયાદ રહેવા  ગયા હતા જ્યાં તેમણે બી.ઇ. કેમીકલ એન્જિનીયરીંગ કરી દિલ્હી, દોહા, અબુધાબી, દુબઇ સહિત વિવિધ સ્થળોએ નોકરીઓ કરી હાલમાં અમદાવાદ ખાતે તેમના પત્ની રેવાબેન સાથે નિવૃત જીવન જીવી રહ્યા છે. 
 
 
મનોરભાઇને તેમના વતન નજીક સારૂ શિક્ષણ મળી રહે તે માટે દાન કરવાની ઇચ્છા સાથે તેઓ વિસનગર આવ્યા હતા અને આવનાર પેઢીને શિક્ષણ મળી રહે તે માટે અમદાવાદમાં આવેલ તેમનું મકાન વેચી એક કરોડ રૂપિયાનું દાન કર્યું છે. 
 

જેમાં નૂતન કેળવણી મંડળને 11,11,11,111ની સાથે સાથે આગામી સમયમાં 52 લાખ કાર્ડિયોલોજી વિભાગ શરૂ કરવા માટે પણ દાનની જાહેરાત કરી છે. દંપતીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં અમારી પાસે રહેવા માટે એક ફ્લેટ તો છે અને દિકરાઓ અમેરિકા સેટ થઇ ગયા છે તો વધારાના મકાનની અમારે શુ જરૂર, અને આવનાર પેઢીને શિક્ષણ માટે અમારા આ પૈસા ઉગી નીકળશે તેમ જણાવ્યું હતું.
 

નૂતન કેળવણી મંડળને જ કેમ દાન તેમ મનોરભાઇને પૂછતાં તેમણે નૂતન કેળવણી મંડળમાં ફેસેલીટી, ઇન્ફાસ્ટ્રકચર સારૂ હોવાનું જણાવી આ મેનેજમેન્ટ સતત બાળકોના શિક્ષણની ચિંતા કરતું હોવાથી અમને અહી દાન આપવાની ઇચ્છા થઇ હોવાનું જણાવ્યું હતું. 
 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Visnagar couple donate 1 crore for education
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended