Home »Uttar Gujarat »Latest News »Mehsana» Two Student Jump Out Of Rickshaw

ખેરવા સ્કૂલમા જઇ રહેલી છેડતીથી બચવા માટે બે છાત્રાઓ ચાલુ રિક્ષામાંથી બહાર કૂદી પડી

Bhaskar News, Mehsana | Mar 17, 2017, 04:35 AM IST

મહેસાણા:સાંગણપુરથી બુધવારે રિક્ષામા ખેરવા સ્કૂલમા જઇ રહેલી વિદ્યાર્થીનીએ રિક્ષા ચાલકના અડપલાઓથી તંગ આવી જઇ ભયભીત હાલતમાં 60ની સ્પીડમા ચાલતી રિક્ષામાંથી કુદકો માર્યો હતો અને તેને જોઇ સાથી વિદ્યાર્થીનીએ પણ પડતુ મુંકતા હંગામો મચી ગયો હતો. ઇજાગ્રસ્ત બન્નેને સારવાર અપાયા બાદ લાંઘણજ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.
 
ખેરવા સ્કૂલમા ધોરણ-7મા અભ્યાસ કરતી સાંગણપુરની બે વિદ્યાર્થીનીઓના જીતુજી દીવાનજી ઠાકોરની રિક્ષામાં બેસી બુધવારે સવારે 10 વાગ્યે શાળાએ જવા નીકળી હતી. માર્ગમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીનીને અડપલા કરી તને બોલાવુ છુ તા તુ કેમ બોલતી નથી, તેમ કહીને પરેશાની શરૂ કરી હતી. વિદ્યાર્થીનીએ વિરોધ કરતા તેને રિક્ષા ખેરવાની સીમ તરફ વાળવાનો પ્રયાશ કર્યો હતો. ત્યારે ભય સાથે વિદ્યાર્થીનીએ 60ની સ્પીડે દોડતી રિક્ષામાંથી કુંદકો લગાવ્યો હતો અને તેને જોઇને સાથે બેઠેલી અન્ય વિદ્યાર્થીની પણ રિક્ષામાંથી કુદી હતી. 
 
રોડ પર પડેલી બન્ને વિદ્યાર્થીનીઓએ મચાવેલી બુમરાડ સાંભળી નજીકના ખેતરોમાંથી લોકોને દોડીને આવતા જોઇ રિક્ષાવાળો નાસી ગયો હતો. જ્યારે બન્ને વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખસેડાઇ હતી. વિદ્યાર્થીનીએ આપેલી ફરિયાદને આધારે લાંઘણજ પીએસઆઇ કે.બી.પટેલે છેડતી, પોસ્કો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામા રિક્ષા ચાલક જીતુજીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.

જીતુજી અગાઉ પણ છેડતીમા સંડોવાયો  છે
તપાસનીસ પોલીસ અધિકારીના કહેવા મુજબ, વિદ્યાર્થીની છેડતી કરનાર જીતુજી અગાઉ પણ બેથી ત્રણ વખત યુવતીની છેડતીના મામલે સંડોવાયેલો હોવાનુ ગામજનોએ જણાવ્યું છે. નોંધનીય છે કે, છેડતીના મામલે ગામજનોમા પણ રીક્ષા ચાલક વિરૂધ્ધ રોષ પ્રસર્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two student jump out of Rickshaw
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended