Home »Uttar Gujarat »Latest News »Mehsana» Tremor In Kadi Taluka Congress, 18 Candidate Resignation

કડી તાલુકા કોંગ્રેસમાં હડકંપ: 18 હોદ્દેદારો, કાર્યકરોના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા

Kamini Acharya, Mehsana | Mar 17, 2017, 12:25 PM IST

મહેસાણા/કડી:આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે  કડી તાલુકા કોંગ્રેસમાં ભૂંકપ સર્જાયો છે.હોદ્દાની વહેચણીથી માંડી જિલ્લાના સંગઠનમા મહત્વ ન આપી થતા અન્યાયના વિરોધમાં જિલ્લાના 4 અને તાલુકાના 14 સદસ્યો સાથે કડી શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠનના 100થી વધુ સદસ્યોએ ગુરૂવારે પ્રાથમિક સભ્ય પદેથી સાગમટે રાજીનામા ધરી દીધા છે. કડી કોંગ્રેસ સમિતિના તાલુકા પ્રમુખ હિતુજી ઠાકોર અને શહેર કોંગ્રેસ પ્રમુખ રજનીકાંત ખમાર સહિતનાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલ પોતાનો અહમ સંતોષવા મનમાની કરી પક્ષની ઘોર ખોદતા હોવાનો આક્ષેપ કર્યો હતો.પક્ષ યોગ્ય નિર્ણય નહીં લે તો પંચાયતના  સદસ્ય પદેથી પણ રાજુનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
  
તાજેતરમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદેથી કડીના પ્રહલાદભાઇ પટેલનુ માત્ર 13 મહિનામા રાજીનામુ લઇ લેવાતા કોંગ્રેસમા આંતરીક ડખો પેઠો હતો.જિલ્લાના સંગઠનથી માંડી સત્તાધારી શાખાઓમા હોદ્દાની વહેચણીમાં કડી તાલુકાને અન્યાય થતો હોવાના મુદ્દે કડી જિલ્લા પંચાયતના 4,તાલુકા પંચાયતના 14 અને કડી શહેર-તાલુકા સંગઠનના પ્રમુખ સહિતના 100થી વધુ હોદ્દેદારોએ ગુરૂવારે સાગમટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ,પ્રદેશ પ્રમુખ સહિતને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ ધરી દેતા ખળભળાટ મચી ગયો  છે.તમામ કોંગીઓએ પાર્ટીના કોઇ પણ કાર્યક્રમમા જવુ નહી અને ભાગ લેવો નહી તેવો નિર્ણય લીધો છે.નોંધનીય છે કે, કડી કોંગ્રેસનુ માળખુ રાજીનામા તરફ છે ત્યારે એક માત્ર જિલ્લા પંચાયત સદસ્ય પ્રવિણભાઇએ રાજીનામુ આપવાનુ ટાળી પક્ષ સાથે  રહેવાનો નિર્ણય લીધો છે.

પ્રહલાદભાઇને 1 વર્ષ પછી બધુ યાદ આવ્યું
રાજીનામાની વાતો 15 દિવસ પહેલાની છે.બળવો કરીને ચેરમેન બનેલા પ્રહલાદભાઇનુ સભ્યપદ રદ થતુ અટકાવવા કોંગ્રેસ તેમની પડખે ઉભી રહી હતી અને  તે સમયે તેમને 1 વર્ષ બાદ હોદ્દાપરથી રાજીનામુ આપવાનુ કમીટમેન્ટ આપ્યું હતું.અગાઉ આપેલા રાજીનામાના સ્વિકાર સાથે ચેરમેન પદ ગયાના 15 દિવસ બાદ અચાનક પાયા વિહોણા આક્ષેપો કરનાર પ્રહલાદભાઇ વિરૂધ્ધ પક્ષ જરૂરી પગલા લેશે.> કિર્તીસિંહ ઝાલા (જિલ્લા કોંગ્રેસ પ્રમુખ)
 
કડી તાલુકાને પક્ષે અન્યાય કર્યો છે 
કડી તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો,કાર્યકર્તાઓએ હંમેશા ચોક્કસ પરિણામ આપ્યું છે.આમ છતાં હોદ્દાની વહેંચણીમાં અન્યાય થતા પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામા ધરી કોઇ પણ કાર્યક્રમમા હાજર ન રહેવાનો નિર્ણય લીધો છે. >  પ્રહલાદ  પટેલ (જિલ્લા પંચાયત સદસ્ય,જિ.પં.પૂર્વ કારોબારી ચેરમેન)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tremor in kadi taluka congress, 18 candidate resignation
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended