Home »Uttar Gujarat »Latest News »Mehsana» Today Umita Mata Town Visit

ઊંઝામાં આજે ઉમિયા માતા નગરચર્યાએ નીકળશે, ડ્રોનથી પુષ્પવર્ષા કરાશે

Bhaskar News, Mehsana | May 10, 2017, 03:28 AM IST

મહેસાણા: ઊંઝામાં દર વર્ષની જેમ આજે મા ઉમિયા રથ પર બિરાજી નગરચર્યાએ નિકળશે. માના રથની સાથે હાથી, ઘોડા, બગીઓની સાથે વિવિધ ઝાંખીઓ અને બેન્ડબાજા સાથે ઊંઝાના વિવિધ માર્ગો પરથી પસાર થઇ નિજ મંદિરે પરત ફરશે. આ નગરયાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમેળકાભેર જોડાશે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વૈશાખ સુદ પુનમને લઇ આજે ઊંઝામાં સવારે 8.15 કલાકે ઉમિયા માતાજીના મંદિરેથી મા ઉમિયા રથ પર બિરાજી નગરયાત્રાએ નિકળશે. માના રથની સાથે 1 હાથી, 2 ઘોડા, 3 બગીઓ, 88 

ઝાંખીઓ અને ભજન મંડળીઓ સાથે બેન્ડબાજાના તાલે નગરયાત્રાનો પ્રારંભ થશે. નગરયાત્રા દરમ્યાન હેલીકોપ્ટર (ડ્રોન)થી નગરયાત્રા દરમ્યાન પુષ્પવર્ષા કરાશે. આ નગરયાત્રામાં માથે સાફા બાંધેલા 30 ભાઇઅો તથા 30 બહેનોની બાઇક સવારી, ગુગરી બાવો નૃત્ય, રાસ ગરબા, ડફલી ગૃપ નૃત્ય, સૈનિક ગૃપ નૃત્ય અને જાજ નૃત્યની સાથે વિવિધ વેશભુષા આકર્ષણ જમાવશે. 

નગરયાત્રા નિજ મંદિરથી પ્રસ્થાન કરી લાલ દરવાજા, વડેચીમાતા, મોખાત પોળ, બહાર માઢ, ખજૂરીપોળ, વારાહીમાતા, ચબુતરા, કોટાકુવા, દરજી ચકલો, છીંપવાડ, સ્વામીનારાયણ મંદિર, વાડીપરૂ, રામબાગ, ગોલ્ડન ચોકડી, બાળોજ માતા, ગંજબજાર, એ.પી.એમ.સી. બિલ્ડીંગ,ખાડિયા વિભાગ પૂર્વ લાઇન થઇ વિસનગર રોડ, શેઠ એમઆરએસ હાઇસ્કૂલ, ગાંધીચોક, આઝાદચોક, લુહાર ચકલા, ડબગરની પીપળ, ઘૈણાત ચકલા, ગુરૂ મહારાજ, ખારાકુવા થઇ નિજ મંદિરે પરત ફરશે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Today Umita Mata town visit
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended