Home »Uttar Gujarat »Latest News »Mehsana» Some Question Tweets In Maths Exam, Economics Paper Simple

ગણિતમાં કેટલાક ટ્વિસ્ટ પ્રશ્નોએ કસોટી કરી, અર્થશાસ્ત્ર સરળ રહ્યું

Bhaskar News, Mehsana | Mar 21, 2017, 04:10 AM IST

  • ગણિતમાં કેટલાક ટ્વિસ્ટ પ્રશ્નોએ કસોટી કરી, અર્થશાસ્ત્ર સરળ રહ્યું,  mehsana news in gujarati
મહેસાણા: મહેસાણા જિલ્લામાં ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની પરીક્ષામાં સોમવારે ગણિતના પેપરમાં 8 થી 10 પ્રશ્નો ટ્વિસ્ટ કરતાં ગણતરીમાં વધુ સમય માંગી લેતાં ઘણા વિદ્યાર્થીઓને આ પ્રશ્નો સોલ્વ કરવામાં કસોટીરૂપ બન્યા હતા. તો કેટલાકને ઓએમઆર તો કેટલાક વિદ્યાર્થીઓને વર્ણનાત્મક દાખલા અટપટા લાગ્યા હતા. જોકે, અભ્યાસક્રમ અનુરૂપ પેપર હોઇ સહેલુ પણ નહીં અને અઘરું પણ નહીં તેવું એવરેજ પેપર રહ્યાના પ્રતિભાવ પરીક્ષાર્થીઓએ વ્યકત કર્યા હતા. જ્યારે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર સરળ લાગ્યું હતું.
 
ધોરણ 10ના 41,553 પૈકી 40,898 વિદ્યાર્થીઓએ ગણિતની પરીક્ષા આપી હતી, 655 ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધો.12 સાયન્સમાં ગણિતમાં 2642 પૈકી 2598 વિદ્યાર્થીઓ બેઠા હતા, 44 ગેરહાજર હતા. સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા 8100 પૈકી 7919 વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે 181 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. 
 
પેપર અેવરેજ કહી શકાય : નિષ્ણાત

શિક્ષણ બોર્ડની પેટર્ન મુજબ ગણિતનું પેપર બરોબર હતું. ઓએમઆરમાં 10 માર્કસના પ્રશ્ન હોશિયાર બાળકોની કસોટી કરે તેવા હતા. પુસ્તક આધારિત પ્રશ્નો હતા, જેમાં કેટલાક દાખલાની રકમ બદલીને પૂછાયા હતા. પેપર વિદ્યાર્થીઓ માટે અેવરેજ કહી શકાય.> બી.કે.પંચાલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: some question tweets in maths exam, Economics paper Simple
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended