Home »Uttar Gujarat »Latest News »Mehsana» Society Did Marriage Cermony Of Girl After Her Uncle Run Away Juse Before Function

લગ્નના એક કલાક પહેલાં મામા પરિવાર સાથે ભાગ્યા, સોસાયટીની મહિલાઓએ કર્યું મોસાળુ

Bhaskar News, Mehsana | May 19, 2017, 01:56 AM IST

  • રાજલક્ષ્મી સોસાયટીની મહિલાઓએ પિયરીયાઓની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી.
મહેસાણા:  લગ્નના માહોલમાં મોસાળુ કરવાના માત્ર એક કલાક પૂર્વે નવવધુના બન્ને મામાઓ પરિવાર સાથે ઘર છોડી ગયાની જાણ થતાં જ રાજલક્ષ્મી સોસાયટીની મહિલાઓએ પિયરીયાઓની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી. એક કલાકમાં મહિલાઓએ સાડી, વાસણ, સહિતનો સામાન એકઠો કર્યો અને શક્તિસેનાએ ડીજેનો ખર્ચ ઉઠાવી કરેલું હૃદય સ્પર્શી મોસાળુ જોઇ ઠાકોર પરિવાર જ નહી પરંતુ લગ્નમાં આવેલા મહેમાનોની આંખો આંસુથી છલકાઇ ઉઠી હતી.
 
શહેરના ટીબીરોડ પર આવેલ ધારાવિદ્યાલયની બાજુમા આવેલ રાજલક્ષ્મી સોસાયટીમા રહેતી ઠાકોર પરિવારની દક્ષાબાના લગ્ન લેવાયા હતા.ગુરૂવારે આયોજીત લગ્ન પૂર્વે ગણેશ સ્થાપન,મંડપ મુહુર્ત, ગ્રહશાંતિની વિધિઓ વચ્ચે મોસાળાનો સમય નજીક આવતા જ મકાનના ઉપરના માળે રહેતા બન્ને મામાઓ કોઇ કારણોસર દરવાજે તાળું મારીને ચાલ્યા જતા હવે યુવતીના મોસાળાનું શું તે સવાલ ઉઠ્યો હતો.

પરિવારજનોમાં શરૂ થયેલી ચર્ચાઓ સોસાયટીના શોભનાબેન શર્મા,સંતોષબેન વર્મા,ભાનુ શર્માના કાને પહોચતાં જ તેમને યુવતીના પિયરીયા બની તેનું મોસાળું કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જ્યારે શક્તિ સેનાના પ્રમુખ દિનેશ ઠાકોરે ડીજેનો ખર્ચ ઉઠાવ્યો હતો.
 
અમારી પાસે વધુ સમય હોત તો વધુ સારૂ મોસાળુ કરત
અમને છેલ્લા સમયે ખબર પડી. જો બજારમાં જવાનો સમય મળ્યો હોત તો આનાથી પણ વધુ સારૂ મોસાળું કરત. તમામ મહિલાઓ ભેગા મળી સાડીઓથી માંડીને અન્ય સામગ્રી ભેગી કરી ઠાકોર પરિવારના અવસરમા સહભાગી બનવા પ્રયાસ કર્યો હતો.- શોભાબેન શર્મા

મહિલાઓએ માત્ર 1 કલાકમાં 10 સાડીઓ,2 ચાંદીના સેટ,રોકડ રૂપિયા 1હજાર,કટલરીનો સામાન મોસાળા માટે એકઠો કર્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: society did marriage cermony of girl after her uncle run away juse before function
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended