Home »Uttar Gujarat »Latest News »Mehsana» Snake Beat To Motidau Teenager, Admit In Mehsana Hospital

મહેસાણા: સાપે કિશોરને બચકાં ભર્યા, સાપના બે દાંત તૂટીને હાથમાં ફસાયા

Bhaskar News, Mehsana | Apr 21, 2017, 09:48 AM IST

મહેસાણા:  મોટીદાઉમાં વડલા નીચે બેઠેલા કિશોરને દળમાંથી નીકળેલા સાપે 6 ડુંચા ભર્યા હતા જેમા સાપના બે દાંત તૂટીને અંદર ફસાઇ જવાનો કિસ્સો પ્રકાશમા આવ્યો હતો. સિવિલના તબીબે ઓપરેશન કરીને હાથમાં દોઢ ઇંચ નીચે ફસાયેલા બે દાંત બહાર કાઢતા રાહતનો દમ લીધો હતો.
 
ઇન્દીરાનગરમા રહેતા 16 વર્ષના પિયુશ ગોવિંદભાઇ પરમારે તાજેતરમા ધોરણ-10ની પરીક્ષા આપી છે. બુધવારે સવારે 11.30 વાગ્યે તે મિત્રો સાથે ગામમાં વડલા નીચે બેઠો હતો તે સમયે ઝાડની બખોલમાંથી નીકળેલા સાંપે તેના જમણા હાથમાં એક..બે નહી પરંતુ 6 જેટલા ડુંચા ભરતા તે ચક્કર ખાઇને જમીન પર ફંસડાઇ ગયો હતો. સાથી મિત્રોએ પરિવારને જાણ કરતા જ કિશોરને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સીવીલમા લઇ જવાયો હતો.

અહી હાજર તબીબે ભારે જહેમત ઉઠાવી શરીરમા ઝેર પ્રસરે તે પહેલા તાત્કાલિક સારવાર કરી હાથમા દોઢ ઇંચ નીચે ફસાયેલા સાંપ બે દાંત ઓપરેશન કરીને બહાર કાઢતા હાજર તમામે રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં મહેસાણા સીવીલના ત્રીજા માળે પુરૂષવોર્ડમા રખાયેલા કિશોરની તબિયત સુધારા પર છે પરંતુ સાપે એક સાથે ભરેલા 6 બચકા અને હાથમા ફસાયેલા સાંપના દાંત ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Snake beat to Motidau Teenager, admit in Mehsana hospital
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended