Home »Uttar Gujarat »Latest News »Mehsana» Rutvij Patel In Mehsana, Shahid Din Kuch Planing On 23 March

ઋત્ત્વિજ પટેલ મહેસાણામાં, શહીદ દિન 23મીએ કૂચનું આયોજન

Bhaskar News, Mehsana | Mar 18, 2017, 03:37 AM IST

  • ઋત્ત્વિજ પટેલ મહેસાણામાં, શહીદ દિન 23મીએ કૂચનું આયોજન,  mehsana news in gujarati
મહેસાણા:ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્ત્વિજ પટેલ શુક્રવારે મહેસાણા આવ્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધીને આગામી 23 માર્ચે શહીદ દિને મહેસાણામાં કૂચ રેલી કાઢવાના આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી. ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે વાત કરતા તેણે રાબેતા મુજબ કોંગ્રેસને શાબ્દિક ચાબખાં પણ માર્યા હતા.
 
મહેસાણા ભાજપ કાર્યાલયમાં શુક્રવારે બપોરે સાડાબાર વાગ્યે પહોંચેલા ઋત્ત્વિજ પટેલે રોડ-શો દરમિયાનના થપ્પડ પ્રકરણને યાદ કરી, કોંગ્રેસને આડા હાથે લઇને કાર્યકરોના ઉમળકાને આવકાર્યો હતો. 

આ સાથે 23 માર્ચે શહિદ દિને ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ યુવા મોરચાને જોડતી પગપાળા કૂચ મહેસાણામાં આયોજિત કરવા અંગે ચર્ચા કરી હતી. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી મહેશ પટેલે માહિતી આપતાં કહ્યું કે, આ પગપાળા કૂચ 23 મી એ ભાજપ કાર્યાલયથી ગાયત્રી મંદિર વિસ્તારમાં ફરશે, જેમાં પ્રદેશ ઉપપ્રમુખ કૌશિકભાઇ પટેલની હાજરીમાં યુવાનો જોડાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rutvij patel in Mehsana, Shahid din kuch planing on 23 march
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended