Home »Uttar Gujarat »Latest News »Mehsana» Philosophy Paper In 6 Copy Case At Mehsana

મહેસાણા: તત્વજ્ઞાનના પેપરમાં 6 કોપી કેસ કાપલીમાંથી 'જ્ઞાન' ઉતારતા હતા

Bhaskar News, Mehsana | Mar 17, 2017, 04:41 AM IST

  • મહેસાણા: તત્વજ્ઞાનના પેપરમાં 6 કોપી કેસ કાપલીમાંથી 'જ્ઞાન' ઉતારતા હતા,  mehsana news in gujarati
મહેસાણા: મહેસાણામાં ગુરુવારે ધો-12 સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન વિષયની પરીક્ષા દરમિયાન એમસીપી ગાયત્રી વિદ્યાલય કેન્દ્રમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા છ વિદ્યાર્થી કાપલીમાંથી કોપી કરતા ખંડ નિરીક્ષકની તપાસમાં પકડાયા હતા. આ છ વિદ્યાર્થીઓના કોપી કેસ થયાનું િક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યુ હતું.

અગાઉ નાપાસ થયેલા કે બાહ્ય વિદ્યાર્થી તરીકે અલગ અલગ શાળામાંથી ફોર્મ ભરીને મહેસાણાની એમસીપી ગાયત્રી વિદ્યાલય કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં ગુરુવારે 3 થી 6.15 દરમિયાન સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાનના પેપર દરમિયાન બ્લોક 31માં ત્રણ અને બ્લોક 32માં બે અને બ્લોક 33માં એક મળી કુલ છ વિદ્યાર્થી કાપલીમાંથી દેખીને ઉત્તરવહીમાં જવાબ લખતા હતા. ત્યારે રાઉન્ડમાં ખંડ નિરીક્ષકની નજર પડતા કોપી કરતા વિદ્યાર્થી ઝપટે આવ્યા હતા. સાહિત્ય લઇને કોપીકેસની કાર્યવાહી બાદ આ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જેમાં પરીક્ષાના દોઢેક કલાક બાદ કાપલીમાંથી ઉઠ્ઠાન્તરી કરીને પ્રશ્નોના ઉત્તર ઉત્તરવહીમાં લખતા એક પછી એક એમ છ પરીક્ષાર્થી  નજરે પડ્યા હતા.જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યુ હતું કે,પરીક્ષામાં કાપલીમાંથી દેખી લખતા છ વિદ્યાર્થી સામે કોપી કેશ નોધ થઇ છે.

કાપલી સાથે સ્થળ સંચાલક પાસે મોકલ્યા 
બ્લોકમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલ પરીક્ષાર્થીને કાપલી અને ઉત્તરવહિ લઇને સેવક સાથે સ્થળ સંચાલક પાસે મોકલ્યા હતા.તેમણે કપોી કેશ અંગેનું ફોર્મ ભરાવી, નવિેદન લીધા હતા.

બન્ને વિષયની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સ્થિતી
ઇતિહાસ વિષયની પરીક્ષા 733 પૈકી 705 વિદ્યાર્થીઓએ આપી હતી, જ્યારે 28 ગેરહાજર રહ્યા હતા.જ્યારે તત્વજ્ઞાનમાં 8301 પૈકી 8038 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે 263 ગેરહાજર રહ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Philosophy paper in 6 copy case at Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended