Home »Uttar Gujarat »Latest News »Mehsana» Orange Alert In North Gujarat, Temperature 44 Degree Cross

ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર, તાપમાન 44 ડિગ્રી પાર

Bhaskar News, Mehsana | Apr 14, 2017, 03:00 AM IST

  • ઉત્તર ગુજરાતમાં  ઓરેન્જ એલર્ટ જાહેર, તાપમાન 44 ડિગ્રી પાર,  mehsana news in gujarati
મહેસાણા:  મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ગુરુવારે તાપમાનનો પારો 44 ડિગ્રી પાર કરી જતાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા. હવામાન વિભાગ દ્વારા 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જો કે, રાજસ્થાનમાં ઉઠેલા રેતીના તોફાનની અસરથી શુક્રવારે બપોર બાદ ઉત્તર ગુજરાતમાં વાતાવરણ ધુંધળું થવાની તેમજ તાપમાન સામાન્ય ઘટવાની સંભાવના છે.
 
ચારેક દિવસથી દિવસના તાપમાનમાં સતત વધારા સાથે ગુરુવારે ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 44 ડિગ્રી પાર કરી ગયો હતો. હીટવેવની આ સ્થિતિમાં સવારે 10-30 વાગ્યાથી જ માર્ગો પરથી પસાર થતાં ગરમ પવનોની અસર જણાતી હતી અને બપોરના સમયે તો રીતસર આકાશમાંથી અગનગોળા વરસતા હોવાનો અહેસાસ થયો હતો. જેના કારણે લોકોએ બપોરના સમયે માર્ગો પર નિકળવાનું ટાળ્યું હતું અને ઘર કે ઓફિસમાં જ ભરાઈ રહેવાનું મુનાસીબ માન્યું હતું. 

ભુજ 45.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ડીસાનું મહત્તમ તાપમાન 44.4 ડિગ્રી, ઈડરનું 45.0 અને મહેસાણાનું 44.0 ડિગ્રી જેટલું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 48 કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

એપ્રિલનું સૌથી વધુ 1958માં 46.3 ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું હતું
 
ડીસામાં એપ્રિલ માસનું સૌથી વધુ તાપમાન 46.3 ડિગ્રી 1958માં 26મી એપ્રિલે નોંધાયું હતું અને ગત વર્ષે મહિનાનું સૌથી વધુ તાપમાન 30મી એપ્રિલે 43.8, 2015ની 17 એપ્રિલે 44.5 અને 2014ની 29 એપ્રિલે 44.6 ડિગ્રી નોંધાયું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Orange alert in North Gujarat, Temperature 44 degree cross
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended