Home »Uttar Gujarat »Latest News »Mehsana» Mehsana Youth Suicide Try Out Side Of Police Station

મહેસાણાના યુવાનનો પોલીસ મથકની બહાર આપઘાતનો પ્રયાસ

Bhaskar News, Mehsana | May 10, 2017, 03:12 AM IST

  • મહેસાણાના યુવાનનો પોલીસ મથકની બહાર આપઘાતનો પ્રયાસ,  mehsana news in gujarati
મહેસાણા:મહેસાણાના અમરપરામાં ગાય બાંધવા બાબતે માતા-પિતા પર હુમલો કરનાર શખ્શોએ આપેલી ધમકીથી વ્યથિત યુવાને મંગળવારે શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશનની બહાર શૌચાલય નજીક ઝેરી દવા પીજઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવાનને ગંભીર હાલતમાં અમદાવાદ સીવીલમા ખસેડવામાં આવ્યો હતો.

અમરપરામાં રહેતા સંજયકુમાર ઉર્ફે કાળો કરશનભાઇ દેસાઇને ગાય બાંધવા બાબતે સ્થાનીક જેમા રોમાભાઇ રબારી,અજમલ રોમાભાઇ રબારી સહિતની સાથે બોલાચાલી થઇ હતી.જેમા ઉશ્કેરાયેલા તમામે સોમવારે સાંજે 7 વાગ્યે સંજયભાઇના પિતા કરશનભાઇ અને તેની માતા પર હુમલો કર્યો હતો.

ધોકાના મારનો ભોગ બનેલ દંપતી મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ હતુ ત્યારે તેમના પુત્ર સંજયને હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા તે વ્યથીત બન્યો હતો.કોઇ પણ સમયે પોતાના ઉપર હુમલો થવાના ભય વચ્ચે આપઘાતનો નિર્ણય કરનાર સંજય સોમવારે સવારે 9.30 કલાકે રંજનના ઢાળમા આવેલ શહેર એ ડીવીજન પોલીસ મથકની બહાર શૌચાલય પાસે ઇતેડી મારવાની દવા ભરેલી બોટલ ગટગટાવી ગયો હતો.

જેને પગલે ઘટના સ્થળે એકઠા થયેલા લોકોની મદદથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સીવીલ લઇ જવાયો હતો.જ્યા તેની હાલત ગંભીર જણાતા અમદાવાદ ટ્રાન્સફર કરાયો હતો.આ અંગે શહેર એ ડીવીજન પોલીસે જાણવા જોગ નોંધીને તપાસ હાથ ધરી છે.

માતા-પિતા, પુત્ર સિવિલ અમદાવાદમાં સારવાર હેઠળ
મહેસાણા સિવિલમાં સારવાર લઇ રહેલા કરશનભાઇ અને તેમના પત્નીને પુત્રઅે દવા પીધી હોવાની જાણ થતા જ હેબતાઇ ગયા હતા અને અધુરી સારવારે પુત્ર સાથે જવા જીદ પકડી હતી.જોકે, હાજર સીવીલ સ્ટાફે તેમને સમજાવતા  કેટલાક સમય માટે મામલો થાળે પડ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mehsana youth suicide try out side of police station
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended