Home »Uttar Gujarat »Latest News »Mehsana» Mehsana Younger Try To Suicide, Admit In Civil Hospital

મહેસાણા: યુવાને હાથ પર બ્લેડ વડે 15થીવધુ ઘા કર્યા, સિવિલ માથે લઇ ગાળો ભાંડી

Kamini Acharya, Mehsana | May 08, 2017, 23:29 PM IST

  • યુવાને બ્લેડના 15થી વધુ ઘસરકા મારી નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો
મહેસાણા:  શહેરના ફુવારા પાસે સોમવારે બપોરે પોતાના હાથ પર બ્લેડથી 15થી વધુ ઘસરકા મારી નસ કાપવાનો પ્રયાસ કરનાર યુવાને મહેસાણા સિવિલનું ટ્રોમા સેન્ટર માથે લીધુ હતું. હાજર પોલીસ અને તબીબોના હાથમાં ન રહેનાર યુવાનના અપશબ્દોના મારા વચ્ચે સ્ટાફે જબરજસ્તી 25થી વધુ ટાંકા લેવા સહિતની સારવાર કરતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. સિવિલ પોલીસે યુવાનનું નિવેદન લેવા તજવીજ હાથધરી હતી.
 
મહેસાણાના રાણાવાસમા રહેતો રાજુ પ્રકાશભાઇ સેનમાએ કોઇ અગમ્ય કારણોસર સોમવારે બપોરે 11.30 કલાકે ફુવારા નજીક પોતાના ડાબા હાથમાં બ્લેડના 15થી વધુ ઘસરકા મારી નસ કાપવાનો પ્રયાસ કરતો જોઇ હાજર રીક્ષા ચાલકોએ બૂમરાડ મચાવી હતી. દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલા પોકો.હસમુખભાઇ પટેલ સહિતની પોલીસે લોહી નીતરતી હાલતમાં રાજુને મહેસાણા સિવિલમા ખસેડ્યો હતો.

જોકે, ઇજા થયેલી જગ્યાએ ટાંકા લેવાનો સ્પષ્ટ ઇન્કાર કરી હાજર તબીબ અને સ્ટાફને અપશબ્દો બોલનાર યુવાને 15 મિનિટ સુધી રીતસર તોફાન મચાવ્યું હતું. જોકે,નર્સોએ તેને સમજાવી 25થી વધુ ટાંકા લીધા બાદ ગ્લુકોઝનો બાટલો ચઢાવવાની તૈયારીઓ કરતા જ યુવાન પુન: વિફર્યો હતો. પરંતુ હાજર પોલીસે તેને સારવાર લેવા સમજાવી તેના પરિવારને જાણ કરતા આખરે મામલો થાળે પડ્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mehsana younger try to suicide, Admit in Civil Hospital
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended