Home »Uttar Gujarat »Latest News »Mehsana» Mehsana District Is Fifth In The State, Vijapur Center First

મહેસાણા જિલ્લો રાજ્યમાં પાંચમા નંબરે, 94.68 ટકા સાથે વિજાપુર કેન્દ્ર પ્રથમ

Bhaskar News, Mehsana | May 12, 2017, 04:29 AM IST

  • આંખોમાં ખુશીના આંસુ
મહેસાણા:  ધો. 12 વિજ્ઞાન પ્રવાહના સેમેસ્ટર-4ના ગુરુવારે જાહેર થયેલા પરિણામમાં ઉત્તર ગુજરાતનું સરેરાશ પરિણામ 81.67 ટકા રહ્યુ છે.  ગત વર્ષે ઉત્તર ગુજરાતનું 75.94 ટકા પરિણામ હતુ. તેના કરતા ચાલુ વર્ષે 5.73 ટકા પરિણામ વધુ આવ્યુ છે.  પાંચેય જિલ્લામાં સૌથી વધુ 90.93 ટકા  સાથે મહેસાણા જિલ્લો આ વર્ષે પણ પરિણામમાં પ્રથમ અને રાજ્યમાં પાંચમું સ્થાન મેળવ્યુ છે.  

જ્યારે સૌથી ઓછી ટકાવારી અરવલ્લીની 72.64 ટકા રહી છે. ટકાવારીની દ્રષ્ટીએ મહેસાણા જિલ્લો અગ્રેસર પણ એ1 ગ્રેડમાં સૌથી વધુ બનાસકાંઠાના 13 છાત્રો ઝળક્યા છે. મહેસાણામાં 5, અરવલ્લીમાં 4, પાટણમાં 3 વિદ્યાર્થીએ એ1 ગ્રેડ મેળવ્યો છે.સાબરકાંઠામાંથી સતત બીજાવર્ષે અેકપણ વિદ્યાર્થીને એ1 ગ્રેડ મળ્યો નથી.

ધો.12 સાયન્સના સેમેસ્ટર 4ના જાહેર પરીણામમાં 90.93 ટકા પરિણામ સાથે મહેસાણા જિલ્લો રાજ્યમાં પાંચમાક્રમે આવ્યો છે.એ1 ગ્રેડમાં પાંચ પૈકી ચાર અંગ્રેજી માધ્યમના મહેસાણાની એક સ્કુલના અને ગુજરાતી માધ્યમમાં એક વિદ્યાર્થીની વડનગર સ્કુલની ઝળકી હતી. જેમાં ત્રણ બીગૃપના અને બે એગૃપના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મહેસાણામાં પાનપાર્લર ચલવતા પિતાનો પુત્ર એ1 ગ્રેડમાં ચમક્યો છે.

જિલ્લામાં આઠ કેન્દ્રો પૈકી સૌથી વધુ 94.68 ટકા સાથે વિજાપુર કેન્દ્ર પ્રથમ અને સૌથી ઓછા પિલવાઇ કેન્દ્રનું 84.21 ટકા પરિણામ  છે.જિલ્લામાં 6360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 5783 પાસ  અને 577 નાપાસ થયા છે.જિલ્લાનું વર્ષ 2014માં 98.33 ટકા, 2015માં 94.59 ટકા, 2016માં 88.39 ટકા, જ્યારે 2017માં 90.93 ટકા પરિણામ આવ્યુ છે. 

એ 1 ગ્રેડ પરિણામમાં મહેસાણાની વર્ધમાન વિદ્યાલયના 4 અને વડનગર બી.એન.હાઇસ્કુલની એક વિદ્યાર્થીની છે.વર્ધમાન સ્કુલના રેન્કર છાત્રો માતા,પિતા સાથે આવ્યા હતા અને સંસ્થાના ટ્રસ્ટી, પ્રિન્સીપાલ, શિક્ષકોએ ઉત્કૃષ્ટ પરિણામના વધામણા કર્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mehsana district is fifth in the state, Vijapur center first
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended