Home »Uttar Gujarat »Latest News »Mehsana» Mehsana Akshar Flat In 7 Minute, Theft Attack

મહેસાણાના ફ્લેટમાંથી 7 મિનિટમાં જ ચોરી, કારમાં આવેલા ચોરોનો હુમલો

Bhaskar News, Mehsana | Mar 07, 2017, 03:08 AM IST

મહેસાણા:શહેરના અર્બન રોડ પર આવેલા અક્ષરધામ ફ્લેટમાં રવિવારે સાંજે મકાન માલિક નીચે ગયા અને બે ચોર માત્ર 7 મિનિટમાં બંધ મકાનનું તાળું તોડી રોકડ રૂ.1.80 લાખ ચોરી ભાગ્યા હતા. આ સમયે ચોર..ચોર..ની બૂમરાડ મચી ત્યારે ફ્લેટના ત્રીજા માળે છુપાયેલા ચોરને પકડવાના પ્રયાસમાં સ્થાનિક રહીશને ઇજા થઇ હતી. હરિયાણા પાસીંગની ગાડીમાં ભાગેલા ચોરો વિરુદ્ધ બી ડિવિજન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

અક્ષરધામ ફ્લેટના બીજા માળે રહેતા કૃણાલસિંહ દિલીપસિંહ સોલંકી રવિવારે સાંજે 7 વાગે 15 મિનિટ માટે નીચે આંટો મારવા ગયા હતા. દરમિયાન બે ચોરો તેમના બંધ મકાનના હડા સાથેનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા.બેડરૂમની તિજોરી તોડી રોકડ રૂ. 1.80 લાખની ચોરી ચોર બાજુના બેડરૂમમાં તિજોરીની ચાવી શોધતા હતાં, ત્યાં પગથિયામાંથી કોઇનો આવવાનો અવાજ સાંભળી તેઓ ત્રીજા માળની સીડી ચઢી ગયા હતા. દરમિયાન ઘરે પહોંચેલા કૃણાલસિંહ  મકાનમાં વેરવિખેર પડેલો સામાન જોઇ ચોંકી ગયા હતા અને બહાર તરફ દોડ્યા હતા.

જ્યારે ચોર પણ રોકડ ભરેલો થેલો લઇને ફ્લેટમાંથી નીચે ઉતરી રહ્યા હતા ત્યારે તે પૈકીના એકને સ્થાનિક રહીશે અટકાવી ક્યાંથી આવો છો તેવી પૂછપરછ કરી હતી. જેમાં ખોટુ બોલતો હોવાનું જણાતાં તેને પકડવા પ્રયાસ કર્યો હતો પરંતુ ચોર તેમને ફેંટ મારી સીડીઓ ઉતરી હરિયાણા પાસીંગની એચઆર 26 એકે 8282 નંબરની હોન્ડાસીટી ગાડીમાં 90ની સ્પીડમાં ભાગી જવાની ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભય પ્રસરાવ્યો હતો.

પહેલા રેકી કરી ત્યારપછી ધોળેદહાડે ચોરી કરી
કૃણાલસિંહે સીસીટીવી કેમેરાના ફૂટેજ કઢાવ્યા હતા જેમાં તેઓ બહાર ગયાની માત્ર 2 મિનિટમાં કાર ફ્લેટમા આવી હતી અને તેમાથી 2 યુવાનો બહાર નીકળી ફ્લેટના બીજા માળે ગયા હતા મકાન બંધ જણાતા નીચે આવી ગાડી રિવર્સ લઇ પુન: ઉપર ગયા હતા. મકાનનો નકૂચો તૂટી રહ્યો હતો ત્યારે કૃણાલસિંહના મિત્ર હશે તેમ સમજી પડોશીએ તે તરફ ધ્યાન આપ્યું ન હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mehsana Akshar flat in 7 minute, Theft attack
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended