Home »Uttar Gujarat »Latest News »Mehsana» Ma Umiya 5 Km Long Nagaryatra In Unjha

ઊંઝામાં મા ઉમિયાની 5 કિલોમીટર લાંબી નગરયાત્રા, હજારો માઇભક્તો જોડાયા

Bhaskar News, Unjha | May 11, 2017, 00:48 AM IST

  • બુધવારે મા ઉમિયાજીની પરંપરાગત ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળી હતી.
ઊંઝા:ઊંઝામાં બુધવારે વૈશાખી પૂનમ નિમિત્તે મા ઉમિયાજીની પરંપરાગત ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળી હતી. અંદાજે 5 કિલોમીટર લાંબી નગરયાત્રામાં હાથી, ઘોડા, બગીઓ અને વિવિધ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યું હતું. માની સવારીના માર્ગની બંને બાજુ ઉભેલા હજારો ભક્તો હાથ જોડી શીશ નમાવી મૈયાના જયજયકાર કરતાં સમગ્ર માહોલ ભક્તિમય બની ગયો હતો. 

મંદિરેથી સવારે 8-30 કલાકે મા ઉમિયા રથ પર બિરાજી લાલ દરવાજા, ખજૂરીપોળ, વારાહી માતા, દરજી ચકલો, સ્વામિનારાયણ મંદિર ગોલ્ડન ચોકડી, ગંજબજાર, ગાંધીચોક, આઝાદચોક, ઘૈણાત ચકલા અને ખારાકુવા સહિતના વિસ્તારોમાં થઇ બપોરે 1-30 વાગે નીજમંદિરે પરત ફર્યા હતા. 

માતાજીની શાહી સવારીમાં રથની આગળ ઝાલર વગાડી માતાજીના આગમનની સૂચના અપાતી હતી. રથની આજુબાજુ ગુલાબજળ છાંટી વાતાવરણ પવિત્ર કરવાની સાથે પુષ્પવર્ષા કરી વધામણાં કરાયાં હતા. 

નગરયાત્રાના માર્ગ પર આવતાં તમામ ચાર રસ્તા પર સાડીઓ અને ચાદરો પાથરી રથને પ્રસ્થાન કરાવાની સાથે 2 હજાર કિલો જેટલા બુંદીના પ્રસાદનું વિતરણ કરાયું હતું.
 
નગરયાત્રાના માર્ગની બંને બાજુ ઉભેલા ભક્તો હાથ જોડી, શીશ નમાવી આશીર્વાદ લીધા હતા. તમામ માર્ગો પર રહીશો અને વેપારીઓ દ્વારા સરબત, છાસ, ઠંડુ પાણી અને ચીકીના વિવિધ સ્ટોલ ઉભા કરાયા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ma umiya 5 km long nagaryatra in Unjha
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended