Home »Uttar Gujarat »Latest News »Mehsana» Ladol Patel Farmer Suicide At Ahmedabad Riverfront

ખેતરો વેચવા છતાં દેવુ નહીં ભરાતાં લાડોલના પટેલ ખેડૂતનો આપઘાત

Bhaskar News, Mehsana | May 10, 2017, 04:08 AM IST

  • ખેતરો વેચવા છતાં દેવુ નહીં ભરાતાં લાડોલના પટેલ ખેડૂતનો આપઘાત,  mehsana news in gujarati
મહેસાણા:  છેલ્લા 5 વર્ષમાં ખેતીમાં આવેલા નુકસાનની ભરપાઇમાં ખેતરો વેચી મારનારા લાડોલ ગામના 5 દિવસથી ગુમ 59 વર્ષના ખેડૂતે અમદાવાદમાં રિવરફ્રન્ટના ઊંડા પાણીમાં મોતની છલાંગ લગાવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદથી લાશ લઇને પરત ફરેલા પરિવારજનોના કલ્પાંતે વાતાવરણ ગમગીન બનાવ્યું હતું.

વિજાપુર તાલુકાના લાડોલ ગામના રજનીભાઇ ચુનીલાલ પટેલ અન્યની જમીન ઉઘેડથી વાવતા હતા. જેમાં તેમને છેલ્લા 5 વર્ષથી નુકસાન થતું હતું. છેલ્લા 3 વર્ષમાં ખેતીમાં થયેલા નુકસાનને પગલે જમીન વેચીને રૂ.18 લાખનું દેવુ ભરનારા રજનીભાઇએ તાજેતરમાં ખેતી માટે બેંકમાં લોન લેવા તજવીજ કરી હતી. જોકે, બેંકમાં મોરગેજ કરવા મિલકત ન હોઇ તેમને લોન મળી શકી ન હતી. જેથી છેલ્લા કેટલાક સમયથી તેઓ ગમગીન રહેતા હતા અને 5 દિવસ પૂર્વે ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગયા હતા. 

રજનીભાઇ પટેલની પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા, તે સમયે અમદાવાદ પોલીસે તેમને રિવરફ્રન્ટના પાણીમાં પડી આપઘાત કર્યાની જાણ કરતાં હેબતાઇ ગયા હતા. ખિસ્સામાં રહેલા લાયસન્સને આધારે ઓળખ થતાં રજનીભાઇની લાશ લઇને મંગળવારે રાત્રે લાડોલ ગામે પરત ફર્યો હતો.

આ અંગે આક્રોશ ઠાલવતાં કિસાન સંઘ, વિજાપુરના પ્રમુખ મહેન્દ્ર પટેલે જણાવ્યું કે,રજનીભાઇ 3 વર્ષથી ખેતીમાં થયેલું દેવુ ખેતર વેચીને ભરપાઇ કર્યા પછી હાથમાં કંઇ ન રહેતાં બેંકમાં ગયા હતા. પરંતુ બેંકે પણ તેમને લોન આપી નહીં. આથી ઘરેથી નીકળી જઇ અમદાવાદમાં આપઘાત કર્યો છે.

રવિવારે ગુમ થયાની પોલીસમાં જાણ કરી હતી
ઘરેથી કહ્યા વિના ચાલ્યા ગયેલા રજનીભાઇની પરિવારે સગાસંબંધી અને પરિચિતોને ત્યાં શોધખોળ કરી હતી. જેમાં તેમનો પત્તો ન મળતાં આખરે વિજાપુર પોલીસ મથકમાં તેઓ ગુમ થવા સંબંધે જાણવા જોગ નોંધાવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ladol patel farmer suicide at Ahmedabad riverfront
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended